મોડાસા: અરવલ્લી જીલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠી રહી છે. વિકાસના કામોની ગ્રાન્ટમાંથી બારોબાર ૪૦...
વડોદરા: ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસે માસૂમ બાળકોની તકરારમાં ઉશ્કેરાયેલા એક જ કોમના બે જુથ વચ્ચે મારામારી થતાં પાંચ હુમલાખોરોએ િતક્ષ્ણ તલવારના ઘા...
તમિલનાડુના કાંચીપુરમમાં મક્કલ નિધિ માયમ (MNM) ના વડા અને અભિનેતા કમલ હસન(KAMAL HAASAN)ની કાર પર હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ રવિવારે કમલ...
વડોદરા: મુજમહુડા સ્થિત વિશ્વામિત્રી બ્રિજ પર પૂરઝડપે પસાર થતી કારે ડબલ સવારી સ્કુટીને ધડાકાભેર ટક્કર મારતા સવાર માતા પુત્રી ઉછળીને રોડ પર...
વડોદરા: રાજ્યમાં યોજાયેલી પાલિકાઓની ચૂંટણીમાં સુરત ખાતે 27 બેઠકો મેળવી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી હતી. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનને...
વડોદરા: સૂર્યનારાયણ દરેક રાશિમાં એક મહિનાનું રોકાણ કરીને આજે તા. 14 માર્ચ 2021 ને રવિવારે સાંજે 18-04 કલાકે કુંભરાશિમાંથી મીનરાશિમાં પ્રવેશ કર્યો...
વડોદરા: મુંબઈ-િદલ્હી એકસપ્રેસ હાઈવે પર આવેલ અનગઢ નજીક કોન્ટ્રાકટરોએ આડેધડ ખોદકામ કરીને લાખો ઘનમીટર માટી ઉલેચીને સરકારને કરોડો રૂપિયાનું રોયલ્ટીનું નુકસાન કરાવતા...
વડોદરા: આજે સોમવારના રોજ મહાનગર સેવાસદનનું 2021-22 નું અંદાજપત્ર અને 2020-21 નું રિવાઈઝડ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરશે. ડામાડોળ...
સેવાગ્રામમાં ઉછરેલ અને ‘વેડછી’ની ભૂમિમાં વસેલ તે નારાયણ દેસાઇ. ઉપરોકત શીર્ષકના સર્જક અને મહાદેવભાઇના દીકરા, એવા વેડછીના ‘વડલા’ની આજે (તા.15-3-15) પૂણ્યતિથિ છે....
આમ તો જીવનરૂપી ભવસાગરમાં ભજન અને ભોજન બંનેની જરૂરિયાત છે, અને અનિવાર્યતા પણ છે, ભજન એ મન અને આત્માનો ખોરાક છે, જયારે...
બાળપણમાં વાંચેલી જૂની કવિતા યાદ આવે તેવો કારભાર આજે આપણા દેશમાં ચાલે છે. એક તરફ સરકાર જનધન યોજના અન્વયે ગરીબોનાં બેંક ખાતાં...
એક ફેશન ચાલે છે. દેશમાં ગઇકાલને વખોડવાની. દેશના સ્મરણીય પ્રસંગો અંગે વિવાદો જગાવવાની અને વિભૂતિ સમાન રાષ્ટ્રસપૂતો સામે આંગળી ચીંધવાની સોશિયલ મીડિયાએ...
તા. ૬/૩/૨૧ ના રોજ આરતીબેન જે. પટેલના ચર્ચાપત્રનું મા-બાપ વિશેનું સુંદર લખાણ વાંચી થોડુ વધુ લખવાનું મન થયું. ઘડપણમાં મા-બાપ બાળકો માટે...
ભારતીય રાજકારણમાં કોઈપણ પાર્ટી, સંસ્થા, વ્યકિત ને સંવિધાનનાં શરતે સંવિધાન તરફથી લોકતંત્રમાં ભાગીદારી બની દેશને નેતૃત્વ કરવાનું અધિકાર આપ્યા છે. ઓવેસીની પાર્ટી...
ખેડૂત આંદોલનમાં અરાજકતા ફેલાવનારા તત્ત્વો ઘૂસ્યા હોવાનું 26મી જાન્યુઆરીને ઘટના બાદ સાબિત થઇ ગયું હતું પરંતુ હવે ધીરે ધીરે લોકોનાં દિમાગમાં એ...
૧૯૯૦માં વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ અન્ય કટ્ટર હિન્દુત્વવાદી સંસ્થાઓએ અયોધ્યા, કાશી અને મથુરાના પ્રાચીન હિન્દુ મંદિરોને મુસ્લિમોના કબજામાંથી મુક્ત કરાવવા દેશવ્યાપી...
મ્યાનમાર ( MYANMAR) માં ચૂંટાયેલી સરકારને સત્તામાંથી હાંકી કાઢયા બાદ સેનાએ કબજો કર્યો ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સૈન્યના આ નિર્ણય...
સોશિયલ મીડિયા પર લગામના સમાચાર વાંચીને ઘણું સારું લાગ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર બતાવાતી હિંસા અને મહિલાઓ પરના આપત્તિજનક દ્રશ્યોમાં કાપ આવશે....
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને વેસ્ટ રિસોર્સ એકશન પ્રોગ્રામે સંયુક્ત રીતે તૈયાર કરેલા એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનક માહિતી સામે આવી...
છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ શાસન કરતી સરકાર જો હવે પણ આંખ નહિ ખોલે તો ઘણું મોડું થઇ જશે.હાલમાં જ પૂર્ણ થયેલ ચૂંટણીમાં...
રાજયમાં કોરોના ( CORONA) સતત વકરી રહ્યો છે. જેના પગલે આજે રવિવારે રાજ્યમાં કોરોનાના નવા કેસો 800ને પાર કરીને 810 સુધી પહોંચી...
GANDHINAGAR : બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ હરિધામ ગૌ શાળા ખાતે બિમાર ગાયોની સારવાર માટે...
હમણાં જ ‘આંતરરાષ્ટ્રીય નારી દિવસ ‘ ગયો અને દરેકે રંગેચંગે ઉજવ્યો. સોશીયલ મિડિયા પર પુરુષો માટે પણ સરસ મેસેજ મળ્યા. જે મુજબ...
સુરત શહેરની જનતા માટે એક અત્યંત જાણીતું નામ એટલે નાનપુરા સ્થિત ગાંધીસ્મૃતિ ભવન. પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી આ ગાંધીસ્મૃતિ ભવન સુરત શહેરની...
થોડા દિવસો પહેલા પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર થઇ ત્યારે એમાં એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યકિતને એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. લતા...
એક ભાઈ એક વખત એક મોટા શહેરની મુલાકતે ગયા.તેમનો મિત્ર તેમને શહેરમાં નવા બનેલા જાણીતા બાગમાં ફરવા લઈ ગયો.સુંદર બાગ શહેરની મધ્યમાં...
હું બ્રિટીશ નારીવાદી અને કેળવણીકાર મહિલા ડોરા રસેલના સંસ્મરણ વાચી રહ્યો છું. આ સંસ્મરણો ત્રણ ભાગમાં પ્રસિધ્ધ થયા છે અને મેં તેમાંથી...
હું બ્રિટીશ નારીવાદી અને કેળવણીકાર મહિલા ડોરા રસેલના સંસ્મરણ વાચી રહ્યો છું. આ સંસ્મરણો ત્રણ ભાગમાં પ્રસિધ્ધ થયા છે અને મેં તેમાંથી...
રામજન્મભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો માટે પણ કાનુની લડાઈ શરૂ થશે...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ ( TRADING) દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ ( STOCK MARKET) લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.