દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટીકની તાડપત્રી બનાવતી કંપનીમાં મળસ્કે આગ (Fire) ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશનથી (Railway Station) પસાર થતી છ જેટલી દુરંતો ટ્રેનના સ્ટોપેજ માટે સુરતના વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ પણ...
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે વડોદરા, અમદાવાદ, સુરત અને...
સુરત: (Surat) કાપડ વેપારીઓ અને વિવર્સ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિવાદને લઇ સોમવારે કાપડ માર્કેટના (Textile Market) તમામ વેપારી સંગઠનોની...
તમે સમાચારો સાંભળ્યા જ હશે કે કોઈ શહેર અથવા કોલોનીમાં દરેકની પોતાની કાર હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે...
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક શખ્સેને પત્નીએ ફક્ત કાળા રંગના હોવાને કારણે છોડી દીધો હતી. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની કહે...
સુરત: (Surat) કયારેય નહી જોયેલી મહામારી કોરોનાને એક વર્ષ પુરૂં થવા આડે હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે ફરી એકવાર કોરોનાના...
કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએ લુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના ખિસ્સા જ કડકાબાલુસ હોય, એ ખિસ્સામાંથી, શું કબુતર...
સામાન્યજન માટે કયા સમાચાર મહત્ત્વના છે? ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને પ-03 ટકા થયો છે. બીજા સમાચાર છે. ગૌતમ અદાણીએ આ વર્ષે દુનિયાના...
રોમન કેથોલિક ખ્રિસ્તીઓના વડામથક વેટિકન તરફથી આજે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે કોઇ પણ કેથોલિક ચર્ચમાં સજાતીય લગ્નોને આશીર્વાદ આપવામાં નહીં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોરોનાની પરિસ્થિતિ અને ચાલુ રસીકરણ અભિયાન અંગે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. કારણ કે, કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ વધવાની...
કોરોનાવાયરસના રોગચાળાને કારણે ખૂબ લથડી ગયેલું દેશનું અર્થતંત્ર ફરી પૂરપાટ દોડવા માંડ્યું છે તેવા સરકારના દાવાઓ વચ્ચે હાલમાં દેશના અર્થતંત્ર અંગેના બહાર...
અમદાવાદ, તા. 15 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી-20 સીરિઝની બે મેચ પ્રેક્ષકોની હાજરીમાં રમાડાયા પછી રાજ્યમાં...
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચની સીરિઝની પહેલી મેચ ગુમાવ્યા પછી બીજી મેચમાં આક્રમકતા સાથે જોરદાર વાપસી કરીને મેચ જીતી લીધા પછી આત્મવિશ્વાસ...
પેટ્રોલ, ડિઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચ્યા છે એ દરમિયાન સામાન્ય નાગરિકોને સરકાર પાસે એવી આશા છે કે ટેક્સમાં ઘટાડો કરીને...
ઇટાલીમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવવાને કારણે નવેસરથી લૉકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે જ્યાં હોસ્પિટલો દર્દીઓના ધસારા સામે ઝઝૂમી રહી...
ભારત દ્વારા કરવામાં આવતી લશ્કરી શસ્ત્રોની આયાતમાં ૨૦૧૧થી ૧પ અને ૨૦૧૬થી ૨૦ દરમ્યાન કુલ ૩૩ ટકા જેટલો ઘટાડો થયો છે એમ સ્ટોકહોમ...
જથ્થાબંધ ભાવસૂચક આંક આધારિત ફુગાવો સતત બીજા મહિને વધીને ફેબ્રુઆરીમાં ૪.૨૭ ટકા થયો હતો કારણ કે ખોરાકી ચીજવસ્તુઓ, ઇંધણ અને વીજળીની કિંમતોમાં...
લોકસભામાં સરકારે સોમવારે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પણ રૂ .2,000 ની ચલણી નોટો છાપવામાં આવી નથી. દેશના...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં સોમવારે 26,291 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે 85 દિવસમાં સૌથી મોટો ઉછાળો છે.સવારે 8 વાગ્યે...
અમૃતસરના સામાજિક મેળાવડામાં ભાગ લેનારા તમામ લોકોએ હવે કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ અથવા તેઓને રસી આપવામાં આવી હોવાનો પુરાવો બતાવવો પડશે, જિલ્લા...
નવસારી: (NavsarI) નવસારી જિલ્લામાં સરકારી બેંકોના (Bank) કર્મચારીઓની હડતાલને (Strike) પગલે કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાયા હતા. બેંકોના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓની હડતાલ આવતીકાલ મંગળવારે...
નવી દિલ્હી,તા. 15(પીટીઆઇ): લોકસભામાં સરકારે સોમવારે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પણ રૂ .2,000 ની ચલણી નોટો છાપવામાં...
નાગપુર,તા. 15(પીટીઆઇ): કોવિડ-19 ના કેસોમાં વધારો થયા બાદ સોમવારે નાગપુરમાં એક સપ્તાહ માટે કડક પ્રતિબંધ સાથેનો લોકડાઉન અમલમાં આવ્યો હતો અને અધિકારીઓએ...
નવી દિલ્હી,તા. 15: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં સોમવારે 26,291 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે 85 દિવસમાં સૌથી મોટો ઉછાળો...
નવી દિલ્હી, તા. ૧પ: ભારત દ્વારા કરવામાં આવતી લશ્કરી શસ્ત્રોની આયાતમાં ૨૦૧૧થી ૧પ અને ૨૦૧૬થી ૨૦ દરમ્યાન કુલ ૩૩ ટકા જેટલો ઘટાડો...
રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. રાજ્યમાં આજે નવા 890 કેસ નોંધાયા હતા. આજે 549 દર્દીઓ સાજા થયા છે....
અંક્લેશ્વર: (Ankleshwar) રાજય સરકારના મંત્રી ઈશ્વર પટેલને કોરોના પોઝિટિવ આવતા ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલે બે દિવસ અગાઉ જ...
કાઠમંડુ નેપાળમાં, પુષ્પ કમલ દહલ (pushap kamal dahal) ‘પ્રચંડ’ ની આગેવાનીવાળી સીપીએન (માઓવાદી કેન્દ્ર) પાર્ટીએ રવિવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલી (k...
ચીન(CHINA)ની રાજધાનીમાં છેલ્લા 10 વર્ષનું સૌથી ખતરનાક રેતીનું વાવાઝોડું (Hurricane) આવ્યું છે. આજે, 15 માર્ચ 2021 ના રોજ આ વાવાઝોડાને કારણે, સમગ્ર બેજિંગ...
ગુવાહાટી ટેસ્ટના ચોથા દિવસે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ ભારતીય બોલરોને બરોબર પરસેવો પડાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ બીજી ઈનિંગમાં 4 વિકેટ ગુમાવી 260 રન બનાવી ભારત પર 548ની લીડ મેળવી હતી. સ્ટબ્સ (94) પર આઉટ થતા દક્ષિણ આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમાએ ઈનિંગ ડિકલેર કરી 549નો વિશાળ ટાર્ગેટ ભારતને સોંપ્યો હતો. ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 27/2 હતો.
જોકે, બીજી ઈનિંગમાં પણ ભારતની શરૂઆત સારી રહી નહોતી. યશસ્વી જ્યસ્વાલ (13) અને કે.એલ. રાહુલ (6) એમ બંને ઓપનર્સની વિકેટ ભારતે 21ના સ્કોર પર ગુમાવી દીધી હતી. દિવસના અંતે સાઈ સુદર્શન (2) અને નાઈટ વોચમેન કુલદીપ યાદવ (4) રમતમાં હતાં. હજુ ભારત ટાર્ગેટથી 522 રન દૂર છે.
આવતીકાલે તા. 26 નવેમ્બરને બુધવારે ગુવાહાટી ટેસ્ટના પાંચમા અને છેલ્લા દિવસે ભારતે જીત માટે 523 રનની જરૂર છે. જે અશક્ય છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય કોઈ ટીમ આટલો વિશાળ સ્કોર ચેઝ કરી શકી નથી. ત્રણ ચાર કિસ્સામાં 400 પ્લસનો ટાર્ગેટ ચેઝ થયો છે, પરંતુ 500 ક્યારેય નહીં. એક દિવસમાં 500 રન બનાવવા પણ અશક્ય છે, તે જોતાં ભારતીય બેટ્સમેનોએ ટેસ્ટ મેચ, ટેસ્ટ સિરીઝ અને પ્રતિષ્ઠા બચાવવા માટે મેચને ડ્રો કરવાના પ્રયાસ કરવા પડશે. જે પણ મુશ્કેલ લાગે છે.
ગુવાહાટી મેચમાં દક્ષિણ આફ્રિકા ટીમનું પાંચેય દિવસ પ્રભુત્વ રહ્યું છે. પહેલી ઈનિંગમાં સાઉથ આફ્રિકાએ 489 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો જેની સામે ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડ પર 201માં ઓલઆઉટ થઈ ગઈ હતી. 288 રનથી પાછળ રહેલી ભારતીય ટીમને ફોલોઅન આપવાના બદલે સાઉથ આફ્રિકાએ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાએ 260 રન બનાવ્યા હતા, જેમાં સૌથી વધુ સ્ટબ્સે 94 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં જાડેજાએ 4 વિકેટ ખેરવી હતી.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં હાઈએસ્ટ રન ચેઝ કેટલો?
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ સફળ ચેઝ 418 રન છે. જોકે, એશિયામાં કોઈપણ ટીમે ક્યારેય 400 થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો નથી. એશિયાઈ ખંડમાં સૌથી વધુ સફળ પીછો વેસ્ટ ઈન્ડિઝે 2021માં ચિત્તાગોંગમાં બાંગ્લાદેશ સામે 395 રનનો કર્યો હતો. ભારતમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ સફળ પીછો 2008માં ચેન્નાઈ ટેસ્ટમાં થયો હતો, જ્યારે યજમાન ટીમે ઈંગ્લેન્ડ સામે 387 રનનો પીછો કરીને જીત મેળવી હતી.
ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં હાંસલ કરાયેલો સૌથી વધુ ટાર્ગેટ
418 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2003
414 – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2008
404 – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 1948
403 – ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 1976
395 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બાંગ્લાદેશ, 2021