આળસની પરિભાષા સૌને સુવિદિત જ છે. પોતાના કે પોતાને સોંપાયેલાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા રાખવી, બેદરકારી રાખવી, તેને યોગ્ય સ્વરૂપમાં ન કરવા અને...
નિંદા અને ઇર્ષ્યા ખૂબ જ કાતિલ દોષો છે. માણસ ગમે તેટલો સારો હોય પણ તેનામાં આ બે દોષ હશે તો તેની જિંદગી...
જેઓ પાસે લખલૂટ પૈસો છે તે લોકોએ હૃદયથી માનવું જોઇએ કે આ પૈસાનો હું માલિક નથી મને તો ઇશ્વરે નિમિત્ત બનાવ્યો છે...
સુરત: (Surat) પાંડેસરા ખાતે શ્રીરામ નગર સોસાયટીમાં ગત ડિસેમ્બર મહિનામાં બંધ રૂમમાં પ્લાસ્ટિકની તાડપત્રી, ચટાઈ અને ચાદરમાં લપેટી દોરી વડે બાંધીને સળગાવેલી...
ભરૂચ: ભરૂચના (Bharuch) કુકરવડા (Kukarwada ) ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ (Brewery) પર ગ્રામજનોએ જનતારેડ કરી 15 થી વધુ ભઠ્ઠીઓ તોડી પાડી હતી....
વ્યારા: સોનગઢ (Songadh) તાલુકાના અંતરિયાળ ગામ ખેરવાડાના (Kherwada) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં (health center) જન્મેલી વનિતા નરેશ વસાવાની બેબી ગર્લ ચાઈલ્ડનું (baby girl...
પદ અને પ્રતિષ્ઠા કોને ન ગમે? સૌને ગમે. મોટાભાઈ થવાનું હોય તો તૈયાર પણ જવાબદારી વિના. આજના માણસને વિશેષ પદ જોઈએ છે....
બિન સરકારી સંગઠન ઓક્સફેમ ઈન્ડિયા તરફથી તાજેતરમાં એક સર્વે મુજબ દેશના ટોચના દસ ધનપતિઓની મિલકત થકી 25 વર્ષ સુધી દેશના દરેક બાળકોને...
દુનિયામાં વર્ષોથી મહામારીઓ તો આવ્યા જ કરે છે. નાના નાના વારયસો તો ચાલ્યા જ કરે છે. અમુક રોગો એવા હોય છે કે...
પશ્ચિમના દેશવાસીઓ પોતાની ઓળખ જાતિ-સંપ્રદાયની નહીં પણ પોતાના દેશ-રાષ્ટ્રના સંદર્ભમાં આપે છે. ચૂંટણી માટે રાજકીય પક્ષની ગતિવિધિ અનુસાર સ્વસ્થતાની મતદાન કરે છે,...
ધંધૂકા: ધંધૂકા (Dhandhuka) ના કિશન ભરવાડની (Kishan Bharwad) હત્યા કેસના (murder case) પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં પ્રદર્શન કરી...
અમદાવાદ ધંધુકાના કિશન ભરવાડની હત્યાના કેસમાં જેહાદી ષડયંત્ર હોવા ઉપરાંત આ હત્યા કેસનું કનેક્શન પાકિસ્તાનમાં હોવાનું પણ બહાર આવ્યું છે. પાકિસ્તાનના કટ્ટરપંથી...
નવી દિલ્હી: ફાંસી (Hanging) જેવો શબ્દ સાંભળીને કોઈ પણ વ્યક્તિને દિવસે તારા દેખાવા લાગે છે અને જીવન-મરણ વચ્ચેનું અંતર ડરવા લાગે છે....
સુરત: સોશિયલ મીડિયામાં (social media) ફેમ્સ (famous) થવા માટે યુવાનો જાત જાતના અખતરા કરતા હોય છે. શોર્ટ વીડિયો (short video) બનાવવા યુવાનો...
વાપી : સૌરાષ્ટ્રની Saurashtra) મીયાણા ગેંગ (Miyana gang ) લોકોને એકના ત્રણ ગણા પૈસા કરાવી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી (Fraud) કરી...
આણંદ : ધંધુકામાં કિશન ભરવાડની કટ્ટરવાદી મૌલવીઓના ઈશારે વિધર્મી યુવકોએ કરેલ હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.સામાન્ય ઝગડો લાગતો કિસ્સો પોલીસ...
નડિયાદ: કઠલાલમાં શનિવારના રોજ રાત્રીના સમયે હિન્દુ-મુસ્લિમ યુવકોના ટોળા વચ્ચે સોશ્યલ મિડીયામાં વિડિયો અપલોડ કરવા મુદ્દે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલાં મુસ્લિમોના...
ભરૂચ : દહેજની (Dahej) રાલીઝ ઇન્ડિયા કંપનીની (Rallies India Company) કન્સ્ટ્રક્શન સાઇટ પર પરપ્રાંતિય મહિલા કડિયાકામે ગઇ હતી. જ્યાં સિદ્ધી કન્સ્ટ્રક્શન (siddhi...
દાહોદ: દાહોદના ગોૈરક્ષાદળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધંધુકા શહેરમા કિસન ભરવાડની...
દાહોદ: સંજેલી ખાતે માંડલી રોડ પર આવેલી ગૌચરની જમીનમાં પૂર્વ સરપંચ અને તેના પરિવાર દ્વારા દબાણ કર્યા હોવાની ગામના જાગૃત નાગરિક દ્વારા...
વ્યારા: સોનગઢ (Songhadh) તાલુકાના ધનમૌલી ગામેથી જાન લઈને ઉનાઈના ચરવી ગામે જતી ખાનગી બસ (Bus) સાથે આયસર ટેમ્પો (Eiser Tempo) ધડાકાભેર અથડાતા...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.રવિવારે નવા 2011 કેસ નોંધાયા હતા.જ્યારે કોરોનાથી 3 વ્યક્તિઓના મોત થતા કુલ...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.રવિવારે નવા 2011 કેસ નોંધાયા હતા.જ્યારે કોરોનાથી 3 વ્યક્તિઓના મોત થતા કુલ...
વડોદરા : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. શહેરના ન્યુ વીઆઇપી રોડ એરપોર્ટ સર્કલ પાસેના...
વડોદરા : શહેરના વિવિધ પોલીસ મથકોને સંલગ્ન શી ટીમ પોલીસ મથક વિસ્તારમાં બહેનદીકરીઓની સુરક્ષા, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની અટકાયત અને શિક્ષણ સંસ્થાઓની આસપાસ...
વડોદરા : વડોદરા અને ગુજરાત માટે હિતાર્થ પંડ્યાનું નામ અજાણ્યું નથી. આજે તેઓએ એમનું જીવન પત્રકારિતાની સાથે પ્રકૃતિ અને પર્યાવરણના પ્રયોગો અને...
ડભોઇ : તાજેતરમાં ડભોઇ-વડોદરા તાલુકામાં ચોરોએ ડભોઈ સહીત જિલ્લાભરમાં ચોરી કરી ખળખળાટ મચાવ્યાનું જાણવા મળે છે. ત્યારે વડોદરા ડભોઇ રોડ પર આવેલા...
વડોદરા : શહેરના અકોટા ગામે કબ્રસ્તાનની સામે પાલિકા દ્વારા સ્મશાનની જગ્યા ફાળવવામાં આવી છે. તેના પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ઝૂંપડા ઉભા...
ગાંધીનગરમાં રવિવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં બેઠકો યોજાઈ હતી. ખાસ કરીને સંસદના સત્ર પહેલા આજે ભાજપના...
શહિદ સ્મૃતિ અને ગાંધી નિવાર્ણ દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના...
સામાન્ય માણસની કમર તૂટી : દેશમાં સામાન્ય માણસ પર મોંઘવારીનો હુમલો શરૂ થયો છે. છેલ્લા માત્ર 48 કલાક દરમિયાન સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNG સહિતની અનેક જરૂરી વસ્તુઓના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ સંકટ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી, સ્થાનિક સપ્લાય ચેઇન પર પડેલા દબાણના કારણે દેશભરમાં મોંઘવારીનો નવો તોફાન જોવા મળી રહ્યો છે. ઘર ચલાવવું હવે સામાન્ય પરિવાર માટે વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.
સૌથી પહેલા વાત કરીએ સોનાની. આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા વધતા રોકાણકારો ફરી ગોલ્ડ તરફ વળ્યા છે, જેના કારણે ભારતમાં સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા બે દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં લગભગ ₹2,500થી ₹3,000 સુધીનો વધારો નોંધાયો છે. ઘણા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1 લાખ પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયો છે. જ્વેલરી માર્કેટમાં ખરીદદારોમાં ચિંતા જોવા મળી રહી છે કારણ કે લગ્નસરા સીઝન પહેલા જ સોનાના ભાવમાં આગ લાગી ગઈ છે.
દૂધના ભાવમાં પણ વધારો સામાન્ય લોકો માટે મોટો ઝટકો સાબિત થયો છે. અમૂલ, મધર ડેરી અને અન્ય અનેક ડેરી બ્રાન્ડ્સે દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 સુધીનો વધારો જાહેર કર્યો છે. કંપનીઓનું કહેવું છે કે પશુચારો, ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ભાવ વધારવો અનિવાર્ય બન્યો હતો. હવે ચા, કોફીથી લઈને દહીં, ઘી અને મીઠાઈઓ સુધી દરેક વસ્તુ મોંઘી બનવાની શક્યતા વધી ગઈ છે,
આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને પણ મોટી ચિંતા ઉભી થઈ છે. મિડલ ઈસ્ટમાં વધેલા તણાવના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ફરી 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. હાલમાં સરકારી ઓઈલ કંપનીઓ ભાવ સ્થિર રાખવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ નિષ્ણાતો માને છે કે જો પરિસ્થિતિ લાંબી ચાલશે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹5થી ₹10 પ્રતિ લિટર સુધીનો વધારો થઈ શકે છે.
CNG વપરાશકર્તાઓને પણ મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. અનેક શહેરોમાં CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં CNG ₹3 પ્રતિ કિલો મોંઘી થઈ છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પણ નવા દર લાગુ કરવામાં આવ્યા છે. CNGના ભાવ વધતા ઓટો રિક્ષા, ટેક્સી અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર સીધી અસર પડી રહી છે. પરિણામે જાહેર પરિવહન અને માલવહન ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે.
મોંઘવારીની આ લહેર માત્ર ઈંધણ અને ખાદ્યપદાર્થો પૂરતી મર્યાદિત નથી. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા શાકભાજી, અનાજ, ફળ, ખાદ્ય તેલ અને FMCG પ્રોડક્ટ્સના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં વધુ મોંઘવારી જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો માટે ઘરખર્ચનું બજેટ બગડી રહ્યું છે.આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે મિડલ ઈસ્ટ સંકટના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું છે.
ભારત ક્રૂડ ઓઈલ માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં થતો કોઈપણ વધારો સીધો ભારતીય બજારને અસર કરે છે. રૂપિયો પણ ડોલર સામે નબળો પડતા આયાત વધુ મોંઘી બની રહી છે. મોંઘવારીના આ વધતા દબાણ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર બંને પર દબાણ વધી રહ્યું છે. RBI વ્યાજદર વધારશે કે નહીં તે અંગે બજારમાં ચર્ચા ચાલી રહી છે. જો મોંઘવારી સતત વધી રહી તો લોન EMI પણ મોંઘી બની શકે છે. એટલે કે ઘર, વાહન અને બિઝનેસ લોન ધરાવતા લોકોને પણ વધારાનો બોજ સહન કરવો પડી શકે છે.
સામાન્ય લોકોમાં હાલ સૌથી મોટો સવાલ એ છે કે મોંઘવારીનો આ તોફાન ક્યારે અટકશે? કારણ કે રસોડાથી લઈને ટ્રાવેલ અને રોકાણ સુધી દરેક ક્ષેત્રમાં ખર્ચ વધી રહ્યો છે. આગામી દિવસોમાં સરકાર શું પગલાં લે છે તેના પર હવે દેશની નજર ટકેલી છે.