ખેતીકામ સાથે જોડાયેલ આધેડ ઝાડ પર બાંધેલા માંચડા પર મકાઇ ચઢાવી રહ્યાં હતાં તે દરમિયાન નીચે પટકાયા.. પ્રથમ સારવાર અલિરાજપુર કરાઇ ત્યારબાદ...
પ્રતિનિધિ વડોદરા તા.25 શહેરના ડભોઇ રોડ પર વુડાના મકાનમાં ડાઇવોર્સી મહિલાના ઘરે મોડી રાત્રિના સમયે તેનો ડાઇવોર્સી પતિ ધસી ગયો હતો અને...
પ્રતિનિધિ વડોદરા તા.25 વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયારનગર વિસ્તારમાં એરબસના ઉદધાટન પ્રસંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પણ પધારવાના છે....
કારમાં સવાર પાંચ પૈકીના બોરસદના જયરાજસિંહ સિસોદિયા અને લુણાવાડાના સગા ભાઈ – બહેન સહિતના ચારના ઘટના સ્થળે જ મોત થયાં (પ્રતિનિધિ) બોરસદ...
વારાણસી જ્ઞાનવાપી સાથે જોડાયેલા મામલામાં હિન્દુ પક્ષને આંચકો લાગ્યો છે. વારાણસીની કોર્ટમાં ચાલી રહેલા 1991ના કેસમાં હિન્દુ પક્ષની સર્વે અરજીને ફગાવી દેવામાં...
રત્નમ કોટિયાર્ડ, સિધેશ્વર, ન્યાયકરણ અને શ્રીમય બિલ્ડર જૂથને ત્યાં જમીનોના સોદામાં કાળા નાણાના વ્યવહારોને શોધવા માટે કવાયત : 20 થી વધુ સ્થળો...
કાન્હા રેસિડેન્સીની મહિલાઓએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકામાં ધરણા પર બેસી જવાની...
તહેવારો ટાણે આરોગ્ય વિભાગે લીધેલા 15 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર વડોદરા પાલિકા દ્વારા આગામી દિવાળીના તહેવાર નિમિત્તે ફુડ સેફ્ટી પખવાડીયા દરમ્યાન શહેરનાં...
બદલીઓના હુકમો પહેલા જ દાહોદ પ્રાંત દ્વારા દાહોદ શહેર પોલીસ સ્ટેશનને એક ફરિયાદ તેમજ અન્ય બે સરકારી કર્મચારીઓ દ્વારા નકલી અને પ્રકરણમાં...
છેલ્લા કેટલાક દિવસોમાં એક વિચિત્ર ટ્રેન્ડ ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં દેશની અલગ-અલગ એરલાઈન્સ કંપનીઓની અલગ-અલગ ફ્લાઈટને સતત બોમ્બની ધમકી આપવામાં આવી...
હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં સ્થિત બાધરામાં 27 ઓગસ્ટે પશ્ચિમ બંગાળના યુવક સાબિર મલિકની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. સાબીર પર ગાયનું...
ટોરોન્ટોઃ કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં મુસાફરી કરી રહ્યા હતા....
દાહોદ: દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જિલ્લા પોલીસવડા દ્વારા વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. જેમાં 22...
તાજેતરમાં વકફ બોર્ડની જગ્યાનો મોટો વિવાદ સર્જાયો હતો. વકફ બોર્ડ દ્વારા ખોટી રીતે જગ્યાઓ લઈ લેવામાં આવી હોવાના આક્ષેપો પણ કરાયા હતા...
પૂણેઃ ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની અહીં પૂણેના સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે જ પ્રવાસી ટીમ ન્યુઝીલેન્ડે મેચ પર પ્રભુત્વ જમાવી લીધું...
વિશ્વમાં જો કોઈ દેશમાં સૌથી ઓછા સમયમાં સૌથી વધુ ભારતીયો પહોંચ્યા હોય તો તે કેનેડા દેશ છે. કેનેડામાં એટલી મોટી સંખ્યામાં ભારતીય...
નવી દિલ્હીઃ સલમાન ખાનને ધમકી આપનાર અને એનસીપીના નેતા બાબા સિદ્દીકીના હત્યાના ગુનામાં જેનું નામ ચર્ચાઈ રહ્યું છે તે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ...
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અશાંતિનો દોર જારી રહ્યો છે. બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન 25 ઓક્ટોબરે કોંગ્રેસ છોડીને NCP (અજિત જૂથ)માં જોડાયા હતા....
નવી દિલ્હીઃ રતન ટાટાના અવસાન બાદ તેમની સંપત્તિ અને વસિયતને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકોના મનમાં પ્રશ્ન હતો કે તેમની...
ઉત્તરકાશી શહેરમાં મસ્જિદ સામે જાહેર વિરોધ રેલી કાઢી રહેલા વિરોધીઓ અને પોલીસ વચ્ચે પથ્થરમારો અને લાઠીચાર્જની ઘટના બાદ ગત ગુરુવારે રાત્રે જિલ્લામાં...
નવી દિલ્હીઃ તમે બજારમાં જાઓ અને સારું દેખાતું લસણ ખરીદો અને ઘરે પાછા આવો. જો તમે પણ આવું કરી રહ્યા છો તો...
નવી દિલ્હીઃ ભારત અને ચીનની સરહદ પર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલો તણાવ હવે ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો...
નવી દિલ્હીઃ ચિપમેકર એનવીડિયાના વડા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરની વૈશ્વિક કંપની જેન્સેન હુઆંગે ભારતને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે. તેઓ ન્વિડીયા...
સુરતઃ શહેરમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખૂબ જાણીતું છે. આ સ્ટેડિયમ માટે કરોડોની જમીન દાનમાં આપનાર અને દાયકાઓથી શહેરની પ્રજા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી...
અમદાવાદઃ રાજકોટમાં ગેમ ઝોન અને વડોદરામાં હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટના બાદ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે સરકાર સતર્ક થઈ છે. લાંબા...
સુરતઃ લોકસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્રક રદ થવાના લીધે વિવાદમાં સપડાયેલા કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી સામેનો વિરોધ હજુ પણ...
પૂણેઃ ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે તા. 25 ઓક્ટોબરે...
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું ચક્રવાતી તોફાન ‘દાના’ ગુરુવારે રાત્રે 12:05 કલાકે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડાની...
કેટલીક અભિનેત્રીઓના કિસ્સા આવે છે કે કયારેય કહાણી બની જ ન શકે. આવું ઘણા અભિનેતાઓ વિશે પણ બને છે તો આમાં દુ:ખ...
શ્રદ્ધા કપૂર ‘પુષ્પા-2’માં એક ડાન્સનંબર માટે આવશે? એ ફિલ્મ આમ તો છઠ્ઠી ડિસેમ્બરે રજૂ થવાની નક્કી છે. પણ નિર્માતા એવું વિચારી રહ્યા...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.