દેશમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો તેના પણ એકાદ વર્ષ પહેલાથી શરૂ થયેલી આર્થિક મુશ્કેલીઓ શમવાનું નામ નથી લેતી. આર્થિક મંદીને રોગચાળાએ વધુ...
નડિયાદ : મહુધા તાલુકાના ચુણેલ ગામના અતિચકચારી વાંસકૌભાંડ આખરે પોલીસ ચોપડે ચડ્યું છે. જે તે સમયના તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ બાદ મામલો...
આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. ઉદ્યોગપતિ તેમના પરિવાર સાથે રાજકોટ ખાતે સાળાના...
લુણાવાડા :લુણાવાડાના પાંડરવાડામાં છેલ્લા 15 વર્ષથી વીજ વિક્ષેપની સમસ્યા સર્જાય હતી. આ સદર્ભે ગામલોકો દ્વારા અનેક વખત ફરીયાદ કરવા છતા કોઈ ઉકેલ...
વડોદરા: આડમાં વિદેશથી ત્રણ વર્ષમાં 24.50 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ મેળવીને કટ્ટરવાદી સલાઉદ્દીન શેખ અને તેના સાગરીતો નાણાંનો ઉપયોગ દિલ્હી ખાતે સીએએના તોફાનીઓને...
વડોદરા: સુરત બાદ હવે વડોદરામાં ગણેશોત્સવ અને નવરાત્રિ ઉત્સવ નહીં તો વોટ નહીં ના બેનરો લગાડવામાં આવ્યા.સરકાર દ્વારા એસઓપી જલદીમાં જલદી બહાર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના કેટલાક તળાવનું બ્યુટિફિકેશન કરવા પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો જોકે આડેધડ કામગીરીને કારણે કેટલાક તળાવો...
વડોદરા: વડોદરામાં ચાલતા દારૂના ધંધા બંધ કરાવવા મામલે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી....
વડોદરા: શહેરના આજવા રોડ ખાતે પિયરમાં રહેતી પરણિતાની હાથની મહેંદીનો રંગ ઉતર્યો ન હતો. ત્યાં દહેજ ભુખ્યા સાસરીયાઓએ લગ્નના ચોથા દિવસથી જ...
મેન્ગ્રોવ જંગલો આપણી પૃથ્વીના ટ્રોપિકલ અને ઉપટ્રોપિકલ વિસ્તારોમાં ખાસ કરીને ૨૫ અંશ ઉત્તર અને ૨૫ અંશ દક્ષિણ અક્ષાંશો વચ્ચે જોવા મળે છે....
મોનાલીસાના ચહેરાનો ભાવ અને બૂફેના કાઉન્ટર પર પીરસનારાના ચહેરાના ભાવ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. જેમ દુકાન સામે હાથમાં વાડકો લઈને...
ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨ની કલમ ૨૦૧ ફેમિલી સ્પોન્સર પ્રેફરન્સ કેટેગરીના પિટિશનો માટે એક વર્ષના કુલ્લે ૨,૨૬,૦૦૦ ઈમિગ્રન્ટ વિઝા ફાળવે છે....
એક વડીલ મિત્ર જ્યારે પણ ક્લિનિકમાં ડોક્ટરને બતાવવા જાય અને ડોક્ટર કે આરોગ્ય કર્મચારી એમનું BP માપે તો વધારે જ આવે.. વળી,...
તમાકુ અથવા આલ્કોહોલના સેવનની આદત માનવીને ગંભીર બિમારીનો ભોગ બનાવે છે. જેથી તમાકુ આલ્કોહોલ કે કોઈ પણ પ્રકારના નશાથી દુર રહેવું જ...
મારું નામ નીલેશ છે, નીલેશ રૂપારેલ.. ગુપ્તાજીનો ઇસ્ત્રીનો બાંકડો હતો ને ત્યાં હવે હું કોફી બનાવીને વેચવાનો છું…’ મેં ચશ્માની જાડી ફ્રેમવાળા...
રશિયાની ઓલિમ્પિયન એલા આ વખતની ટોકયો ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતી પોતાના દેશનું નામ વિશ્વમાં ફરી એક વાર રોશન કરવામાં સફળ રહી છે. એલા,...
અલી જરાક પગ ઉપાડ આમ મલપતી હાલશે તો કે‘દાડે પહોંચવાની?‘ સવિતાએ એની દીકરી આરતીને કહ્યું. હજુ સવારના છ જ વાગ્યા હતાં અને...
સામાન્ય સંજોગોમાં ઑફિસના સમયમાં એક કર્મચારીનું કામ બીજા કર્મચારીએ કરવાનું આવે તો ભવાં ચડી જાય છે. આની પાછળ કર્મચારીનું સાદું ગણિત હોય...
મુગ્ધ બની સામે રહેલી પર્વતમાળાનાં ઉત્તુંગ શિખરો પર નજર ઠેરવો કે પછી બેફામ ઉછળતાં સમુદ્રનાં મોજાંને અપલક નિહાળો કે પછી કોઈ સો...
હાલની તહેવારની સિઝનમાં ખાણીપીણીમાં અમર્યાદ છૂટ લેવાય છે. આ છૂટ કેટલી ભારે પડી શકે છે તેનો પુરાવો હાલના WHOના એક અભ્યાસમાં મળે...
વિશ્વમાં હવે અનેક સ્થળે પાલતુ કૂતરાઓની સૌંદર્ય સ્પર્ધાઓ યોજાવા માંડી છે. ઇંગ્લેન્ડના નોર્ધમ્પટનશાયરમાં પણ હાલમાં આવી એક સ્પર્ધા યોજાઇ હતી, પણ આ...
‘નાગરિક સુવિધાના નવા યુગની શરૂઆત કરતા હવે પોતાના ફોન પર સરળતાથી કોવિડ-19 વેક્સિન સ્લોટ બુક કરો. વૉટ્સએપ પરમાય-ગવ ઈન્ડિયા કોરોના હેલ્પડેસ્ક પર...
ઉદ્ધવ ઠાકરેને તમાચો મારવાની ધમકી આપ્યા પછી રાણેની વિરુદ્ધમાં શિવસૈનિકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો અને મહારાષ્ટ્રમાં ઠેર ઠેર તોફાનો અને વિરોધ...
ચાર કેબિનેટ પ્રધાન અને વિવિધ કોંગ્રેસી ધારાસભ્યએ મંગળવારે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરૂદ્ધ બળવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમને તેમનામાં...
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી ચાલી આવતા પોતાના ખરાબ ફોર્મમાંથી બહાર આવીને ઇંગ્લેન્ડ સામે બુધવારથી અહીં શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં...
આખા દેશમાં મુંબઈ પછી સુરતમાં બીજા ક્રમનો ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે અને વિસર્જનના...
સુરતના શહેરીજનોનાં માથે જીવનનું સંકટ ઊભું કરનારી પાંડેસરા જીઆઇડીસીની પારસ પ્રિન્ટસ, ભાગ્યલક્ષ્મી મિલ તેમજ મનિષ ડાઇંગ મિલ સામે સ્થળ તપાસનો રિપોર્ટ પાટનગર...
જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને સમુદ્રમાં SUV કારના સ્ટંટ અને વીડિયો બનાવવા વડોદરાના પંજાબીઓને ભારે પડ્યો હતો. કાર વહેણમાં તણાવા...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃત્તિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ અભ્યાસુ બનીને તે માટે જીટીયુ અને પૂનાના...
આઇ.ટી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની આઇ.બી.એમ અમદાવાદમાં અત્યાધુનિક સોફટવેર લેબની સ્થાપના કરશે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જિનિયરિંગ, ડિઝાઇન...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.