ડભોઇ,: ડભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતા ૨૦૧૭ થી ડભોઇને દર્ભાવતી બનાવવા અથાક પરીશ્રમ કરી રહ્યા છે. ડભોઇ નગરપાલિકા અને ડભોઈ ના વિકાસ...
સુરત:લગ્નસરાની મોસમમાં સુરત પોલીસ હવે ખોરાકમાં ભેળસેળ કરનારા માફિયાઓ સામે ‘ઓપરેશન શુદ્ધિ’ નામનું ખાસ અભિયાન શરૂ કરી રહી છે. નકલી ઘી અને...
બિહાર ચૂંટણીના પરિણામો પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું છે. પટનામાં જેડીયુ કાર્યાલયની બહાર ભૂતપૂર્વ મંત્રી રણજીત સિંહાએ...
ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગમાં માતા-બાળકોને અપાતી સેવાઓનું મૂલ્યાંકન : નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ લેવલથી બે એસએસઆર ગ્રુપ ડોકટર રૂપકુમાર બોયા અને સૌમ્યા...
હાલોલ: પડોશણને પતિ સાથે રહેવું ના હોવાથી વહેમ કરીને પીડિતાને હેરાન કરતી હોવાથી હાલોલ અભયમની ટીમ મદદે પહોંચી હતી.b હાલોલ અભયમની ટીમને...
કામરેજ: વાવ નજીક કારમાં બાળકને સ્કૂલે મૂકવા જતી મહિલા ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગની ઘટનામાં ફોરેસ્ટ ઓફિસરના પતિ આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટરે કઠોર કોર્ટમાં કારમાં...
સુરતઃ પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવા પાન-માવાની દુકાનમાં હાઈબ્રીડ ગાંજો વેચાણ કરનારો ઝડપાયો હતો. મૂળ ભાવનગરના દુકાનદારને ચોકબજાર પોલીસે ગત સાંજે...
સુરત: સુરત શહેર માટે અત્યંત મહત્ત્વના એવા આઉટર રિંગ રોડ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ માટે મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ...
સુરતઃ બમરોલી રોડની ગેલેક્સી હોટેલની આડમાં ચાલતા કુટણખાના પર ખટોદરા પોલીસે દરોડા પાડી હોટેલ માલિક અને શરીરસુખ માણવા આવેલા 5 ગ્રાહકને ઝડપી...
બંધ મકાનમાં સરસામાનને પારાવાર નુકસાન : ત્રણથી વધુ ગેસના બોટલ લીકેજ , જોખમી રીતે ફાટવાની અણીએ હતા : જયદીપ ગઢવી ( પ્રતિનિધી...
ગાંધીનગર: ઉત્તર-પૂર્વીયથી પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડી વધી જવા પામી છે....
ખ્યાતિ કાંડ જેવો કાંડ જામનગરની હોસ્પિટલમાંથી પકડાયો છે. જામનગરની જાણીતી જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાંથી હાર્ટ સર્જરીમાં ગેરરીતિ પકડાઈ છે. હોસ્પિટલના ડોક્ટરો, સંચાલકોએ ખોટી...
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં આયોજિત ભારત પર્વ 2025માં ઉત્તર પ્રદેશે પોતાના સાંસ્કૃતિક વૈભવ, આધ્યાત્મિક શક્તિ અને...
શાહરુખ પુત્ર આર્યન ખાન એક બ્રાઝિલિયન મોડેલને ડેટ કરી રહ્યો છે તેવી ચરચાઓ છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે, જોકે તેમણે...
દીવાળીની બોણી હજી ઉઘરાવી રહેલો હર્ષવર્ધન રાણે ‘એક દીવાને કી દીવાનિયત’ની દીવાનગીમાંથી બહાર આવ્યો નથી. તે ફિલ્મે જેટલી સારી કમાણી કરી તે...
બોલિવૂડ એક એવી ચમકતી દુનિયા જેના અંધારા વિશે વારંવાર વાતો થતી રહે છે. અને આ વાતો ક્યારેક ફિલ્મ કરતા વધારે મજેદાર બની...
દિલ્હીમાં થયેલા વિસ્ફોટ પછી સોશિયલ મીડિયા પર ભડકાઉ અને વાંધાજનક પોસ્ટ કરનારાઓ સામે આસામ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન મંગળવારે પૂર્ણ થયું છે. આ મતદાનનો બીજો તબક્કો હતો, જેમાં પ્રથમ તબક્કો ૬ નવેમ્બરે યોજાયો હતો. ચૂંટણીનાં...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓએ મોટો ખુલાસો કર્યો છે. ડીએનએ પરીક્ષણમાં પુષ્ટિ થઈ છે કે કારમાંથી મળેલા...
રાંદેરના પોંક સાથે સુરતની સેવ રાખો, કુંભારિયાના કેળાનો ખાવ જરા કટકો, ભાઠાના રીંગણ અને પાપડી કતારગામની, પાપડીનું ઊંધ્યુ અને રીંગણનો લચકો, અડદિયુ,...
બોર્ડ પરીક્ષાનું સમયપત્રક જાહેર થઈ ગયું. અત્યાર સુધી શાંતિથી ઊંઘતા સૌ કોઈ સફાળા જાગશે અને ઊંચા પરિણામ માટે દોડશે. આ દોડ એવી...
દેશ સુરક્ષિત હાથોમાંની ફાંકા ફોજદારી વચ્ચે દેશની છાતી સમા દિલ્હીમાં અને દેશનું હૃદય કહી શકાય એવા લાલ કિલ્લાની નજીક કારમાં વિસ્ફોટ થયો...
વિદેશમાં વસતા ઘણાં ભારતીયોએ હમણાં થોડા સમયથી એમના ધાર્મિક તહેવારો જાહેરમાં ઉજવવાનું ચાલુ કર્યુ છે, જેની સામે જે તે દેશના મૂળ નિવાસીઓ...
દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં ગુરુવારની સવારે વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાતા હલચલ મચી ગઈ હતી. રેડિસન હોટલ નજીકથી અવાજ આવ્યા બાદ ફાયર બ્રિગેડની...
છેવટે ગુજરાતી ફિલ્મોને ગુજરાતી પ્રેક્ષકોએ સ્વીકારી લીધી અને વધાવી લીધી. વર્ષો પહેલાં પણ એક ખાસ વર્ગ હતો કે જે ગુજરાતી ફિલ્મો પાછળ...
હમણાં ગુજરાતી ફિલ્મોનો ‘‘સુવર્ણકાળ’’ ચાલે છે! દર શુક્રવારે સિનેમાહોલમાં લગભગ 2 થી 3 ફિલ્મો આવતી હોય છે. જો કે એમાંની કેટલી ફિલ્મો...
રમીલાકાકીના ઘરે તેમનાં બહેનપણી યામિનીબહેન મળવા આવ્યાં. યામિનીબહેન સરસ તૈયાર થયેલાં હતાં પણ મોઢા પર ઘણો થાક વર્તાતો હતો. રમીલાબહેને પૂછ્યું, ‘‘કેમ...
બ્રિટનના રાજા પંચમ જ્યોર્જ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ૧૯૧૧માં એમનું અભિવાદન કરવા માટે દિલ્હીમાં દરબાર ભરાયો હતો. દરેક દેશી રજવાડાએ બ્રિટીશ સાર્વભૌમત્વના...
જર્મન સરમુખત્યાર હિટલરની નાઝી પાર્ટીના મુખ્ય પ્રચારક ગોબેલ્સનું નામ તેમના દ્વારા ફેલાવાયેલાં હડહડતાં જૂઠાણાં માટે કુખ્યાત છે. જો કે, હાલના વિવિધ દેશોના...
એક તરફ આખી દુનિયા પૈસા માટે દોડાદોડી કરે છે તો બીજી તરફ એવી પણ સ્થિતિ છે કે 80 હજાર કરોડ રૂપિયાનું હાલમાં...
મેન્ડેટ મોડું જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય દિનુ મામા મેદાનમાં: ‘હું લડવાનું નહીં છોડું’, સંકલન ન થતાં 3 બેઠકો પર ખરાખરીનો ખેલ
વડોદરા: વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની કુલ 15 બેઠકોમાંથી શુક્રવારે બાકી રહેલી 3 બેઠકો માટે ભાજપ વિરુદ્ધ ભાજપના હાઈ-વોલ્ટેજ જંગ વચ્ચે મતદાન યોજાયું હતું. અગાઉ 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, પરંતુ કરજણ, પાદરા અને વાઘોડિયાની ત્રણ બેઠકો પર સહકારી રાજકારણનું કોકડું ગૂંચવાતા ચૂંટણી યોજવી પડી હતી. આ મતદાન પ્રક્રિયા વડોદરા શહેરના જ્યુબેલી બાગ ખાતે તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં હાથ ધરાઈ હતી.

જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઈ હતી. જોકે, વિવાદનું મુખ્ય કારણ એ બન્યું કે ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ દ્વારા મેન્ડેટ સહિત ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નહોતી.
આ સમયગાળા દરમિયાન, મનફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. આખરે, ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે તેના ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું.
ફોર્મ પરત ખેંચવાની તારીખે પરિસ્થિતિ વધુ ગંભીર બની. પાદરા અને કરજણ બેઠક પર ભાજપના મેન્ડેટથી વંચિત રહેલા પક્ષના જ સહકારી અગ્રણીઓએ પોતાના ફોર્મ પરત ન ખેંચતા, આ બંને બેઠકો પર ‘ભાજપ વિરુદ્ધ ભાજપ’નો સીધો જંગ સર્જાયો છે.
જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલની સામે કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીએ ઉમેદવારી કરતા આ બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી. દરેક તાલુકામાં 30થી 35 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. હવે આ ત્રણ બેઠકોના પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર ટકેલી છે.
પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)નો વિરોધ…

ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ મેન્ડેટના વિવાદ પર પોતાનો સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો અને લડત ચાલુ રાખવાની વાત કરી હતી: તેમણે કહ્યું કે ”હું તો કાયમ મારો ઉમેદવાર ઊભો રાખું છું. હું લડવાનું નહીં છોડુ. ચંદ્રેશ પટેલ મારો ઉમેદવાર છે. બીજો ઉમેદવાર પણ મારા બાજુના ગામનો જ છે પણ મેન્ડેટની સામે મારો વિરોધ છે.”
પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયાએ સંકલનના અભાવ પર નારાજગી વ્યક્ત કરી

ભાજપના અન્ય પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ સંઘની ચૂંટણી પ્રક્રિયામાં સંકલનના અભાવને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ અંગે સવાલ ઉઠાવ્યો હતો:
”15 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા છે. માત્ર 3 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. મતદારો કઈ તરફનો ઝોક રાખે છે, તે આવતીકાલે જ ખબર પડશે. દરેક જગ્યાએ ભાજપની સામે ભાજપના ઉમેદવારો છે. ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ બનતી હોય છે કે, આપણે સંકલન સમિતિની મિટિંગ બોલાવીએ. જેમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય પણ હોય, 12 બેઠક બિનહરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય?”
”સંકલન સમિતિની બેઠક બોલાવી હતી તો 3 બેઠક પણ બિનહરીફ થઈ જાત. સંકલન સમિતિ બોલાવ્યા વગર મેન્ડેટ આપી દે અને ફોર્મ ભરી દીધા હોય તો બધાને પોતપોતાનો ઈગો હોય છે, તો ફોર્મ પાછા ના ખેંચે.”
જિલ્લા ભાજપ પ્રમુખ ફરી વાર નિષ્ફળ
વડોદરા જિલ્લામાં મોટા ભાગના સહકારી આગેવાનો ભાજપમાં પણ સક્રિય છે. સહકારી ક્ષેત્રે જે કોઈ ચૂંટણીઓ થઈ રહી છે, તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને કશી ગતાગમ પડતી નથી. આ પહેલા પાદરા એપીએમસીની ચૂંટણીમાં પણ પ્રજાપતિની અપરિપક્વતા ખુલ્લી પડી ગઇ હતી અને હવે ખરીદ વેચાણ સંઘમાં પણ તેમણે પક્ષની આબરૂ બગાડી છે. આગામી સમયમાં બરોડા ડેરી સહિતની ચૂંટણીઓ થશે તેમાં પક્ષે કોઈ નિર્ણય લઈ વરિષ્ઠ આગેવાનોને સાથે રાખવા પડશે કેમકે પ્રજાપતિને સહકારી ક્ષેત્રે કોઈ અનુભવ નથી અને કોઈ તેમની વાત ગણકારતા પણ નથી.