ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. એક માલગાડીએ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી....
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પરિણામો બાદ દેશમાં NDAની સરકાર બની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 71 સાંસદોએ મંત્રી...
ધારો કે પાંચસો પાંસડ રજવાડાનું ભારતમાં વિણીનીકરણ નહીં થયું હોત તો નાનકડા અનેશ દેશોના સમૂહ રૂપ એક અલગ જ વિશ્વ સ્થાપિત થયું...
હાલમાં શહેરમાં દરેક મોટા ચાર રસ્તા પર ટ્રાફિક સિંગ્નલ પાસે ઉભા રહેવું પડે છે. તેનાથી પેટ્રોલ તથા પ્રદૂષણમાં વધારો થાય છે. કોઇવાર...
નવી દિલ્હી: દેશભરમાં બકરીઇદનો (Bakri Eid) તહેવાર આજે તારીખ 17 જૂનના રોજ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તેમજ આ પર્વ નિમિત્તે મસ્જિદોમાં...
સુરતમાં હમણાં એક વિરલ દ્રશ્ય જોવા મળી રહ્યું છે, ટ્રાફિક સેન્સ બાબતે બદનામ સુરતીઓ ચાર રસ્તે સિગ્નલને ડાહ્યાંડમરા થઈને ફોલો કરતાં જોવાં...
વર્તમાન સરકારે પ્રજાને લૂંટવાનો કારસો રચી નાંખ્યો છે. દૂધમાં ભાવ વધારો ઝીંકાયો છે પરંતુ દૂધવાળા હોંશિયાર છે, એટલે તેઓ બે-બે રૂપિયા વધારીન...
સુરત એક એવું શહેર છે કે જેની તાસિર દેશના તમામ શહેર કરતાં અલગ છે. સુરતીઓ મોજીલા તો છે જ સાથે જીદ્દી પણ...
વલસાડ : વલસાડમાં હવે કેરીની મોસમ પૂર્ણતાના આરે આવી છે. કેરી માર્કેટ હવે ખાલી ખમ થઇ રહ્યું છે. બજારમાંથી રાજાપુરી કેરી સંપૂર્ણ...
સુરત: સચીન પોલીસે મોહિણી ગામમાં આવેલા એક મકાનના વાડામાં મુકેલા આઈસર ટેમ્પોમાંથી 10.39 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે 9 આરોપીઓની ધરપકડ...
વડોદરા શહેરના સેવાસી ટીપી-૧માં આવેલા શાશ્વત ગ્રીનસ્કેપ અર્બન રેસીડેન્સી ની આસ પાસ ૪૦૦ વુડાના મકાનો આવેલા છે તે સહિતની કુલ ૬૦૦ મકાનો...
દિલ્હીમાં જળ સંકટ વિવાદ રવિવારે હિંસક બન્યો હતો. સેંકડો લોકોએ આવીને પથ્થરમારો કર્યો અને છતરપુર જલ બોર્ડની ઓફિસમાં તોડફોડ કરી હતી. ઓફિસ...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ઉદલ મહુડા તળાવમાં અંદરપુરા ગામના બે તરૂણના ડુબી જતા મૃત્યુ થયાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ...
હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમા 19 વર્ષીય યુવક અને સગીર યુવતીએ ઝંપલાવ્યું હતું. ફાયર ફાઈટરની ટીમે...
સાવલી: સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ બહુચર્ચિત રાજ ફિલ્ટર નામની કંપનીમાં 20 થી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન વારંવાર આંગળા કપાઈ...
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આજે એનસીઈઆરટીના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાની સાથે વાત કરી હતી. વાતચીતમાં કેટલાક વિષયો અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા આવ્યા હોવાના...
દાહોદ તા.૧૬ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ઢઢેલા મુખ્ય પ્રાથમીક શાળામાં નાયબ મામલતદાર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરતાં અનાજનો કુલ ૫૮ કિલો જથ્થો...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ થતા ડીપ ફેક વીડિયો (deepfake Video) અને કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવા માટે મોદી સરકાર ડિજિટલ ઈન્ડિયા બિલ...
ડભોઇ બોડેલી રોડ ઉપર કપચીના ઢગલા ને કારણે અકસ્માત માં ભોગ બનેલ દંપતી પૈકી મહિલા નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું...
રાજયમાં વરસાદી (Rain) મૌસમ જામી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદે જમાવટ કરી છે. પોરબંદરમાં રવિવારે સવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ બપોરે દેવભૂમિ...
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને એલોન મસ્કના એક નિવેદને નવા વિવાદને જન્મ આપ્યો છે. જાયન્ટ ટેસ્લા અને સોશિયલ મીડિયા સાઇટ X ના...
વાઘોડિયા ડભોઈ રિંગરોડ પર કાન્હા ગ્રુપની કાન્હા ગોલ્ડ રેસિડેન્સીના રહીશોનો વિરોધ : લિફ્ટ પડુ પડુની હાલતમાં, યોગ્ય મેન્ટેનન્સ પણ કરવામાં નહિ આવ્યું...
રાજકોટ: (Rajkot) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓની ગયા મહિને થયેલી ગેમિંગ ઝોનમાં (Gaming Zone) આગની ઘટનાને લગતા દસ્તાવેજો સાથે ચેડા કરવાના આરોપસર...
એએચટીયુની ટીમે તાંદલજા વિસ્તારમાં રેડ કરી સગીરને મુક્ત કરાવ્યો પ્રતિનિધિ વડોદરા તા.16વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આમલેટ સેન્ટરની હોટલમાં એએચટીયુની ધીમે રેડ કરીને...
પટનામાં ગંગા નદીમાં બોટ અચાનક પલટી ગઈ હતી. બોટમાં સવાર 17 લોકો નદીમાં ડૂબવા લાગ્યા હતા. તરત જ સ્થાનિક તરવૈયાઓ અને ખલાસીઓએ...
પ્રતિનિધિ વડોદરા તા.16તરસાલી મુખ્ય માર્ગ પર વહેલી સવારે ચાલવા માટે નીકળેલા વૃદ્ધાના ગળામાંથી સોનાની એક તોલાની ચેન તોડીને બાઈક પર આવેલા બે...
એસએમસી દ્વારા ડ્રાઇવર ક્લીનરની ધરપકડ, દારૂ મોકલનાર સહિત ત્રણ વોન્ટેડ પ્રતિનિધિ વડોદરા તારીખ 16સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી વડોદરા ગ્રામ્યમાં સપાટો બોલાવ્યો છે....
કરમસદ પાલિકાના પૂર્વ પ્રમુખ દર્શનાબહેન પટેલના પતિ ધ્રુવલનું કારસ્તાન ખુલ્યું કરમસદ પાલિકાના વિદેશ જતા રહેલા કર્મચારીના આઈડીનો ઉપયોગ કરી 93 મિલકતની ગેરકાયદેસર...
પરા દરવાજા, કાછીયા શેરી અને કુંભારવાડા વિસ્તારમાં દસ જેટલા કેસ મળી આવ્યા (પ્રતિનિધિ) ખેડા તા.15 ખેડા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાનો વાવર...
કપડવંજ માર્ગ-મકાન સ્ટેટ અને લુણાવાડાની શ્રી રામ એજન્સીના વહીવટદારોના પાપે કોન્ટ્રાક્ટરે મોત વ્હાલુ કર્યુ કોન્ટ્રાક્ટર જે રોડનું કામ કરતા હતા ત્યાં જ...
એક દિવસ કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદ કરતાં કહ્યું, “હે શ્રીકૃષ્ણ, મારા મનમાં ફરિયાદો છે. તમે તેનું નિરાકરણ કરો.”શ્રીકૃષ્ણે કહ્યું, “સારું ,મને તારી ફરિયાદો કહે.નિરાકરણ કરવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશ.” કર્ણે ફરિયાદો શરૂ કરી, “હે વાસુદેવ,મારી માતાએ જન્મ થતાં જ મારો ત્યાગ કર્યો.મને અવૈધ બાળકનું બિરુદ મળ્યું તેમાં મારો શું વાંક હતો? ગુરુ દ્રોણાચાર્યે મને સુતપુત્ર કહી વિદ્યા આપવાની ના પડી તેમાં શું મારો દોષ હતો….દ્રૌપદી સ્વયંવરમાં ભરી સભામાં દ્રૌપદીએ મને સૂત પુત્રને નહિ પરણું કહી મારું અપમાન કર્યું તેમાં મારો શું વાંક હતો….દેવ પુત્ર હોવા છતાં આટલાં અપમાન મારે સહન કરવા પડ્યા શું કામ? મારી શું ભૂલ?”
શ્રીકૃષ્ણ મંદ મંદ હસ્યા, પછી બોલ્યા, “સૂર્યપુત્ર કર્ણ, મારા તો જન્મ પહેલાં મારું મોત મારી રાહ જોતું હતું..જયારે મારો જન્મ થયો તે રાતે જ મારે મારાં માતા-પિતાથી જુદાં થવું પડ્યું …..ગોકુલ ગામમાં ઉછેર થયો ..ગોવાળ બની ગયો ચરાવી અને તેમનાં છાણ પણ ઉપાડ્યાં….હું ઘુંટણિયા કરતો હતો ત્યારથી મારી પર રાક્ષસોના હુમલા શરૂ થયા.મારી પાસે ન સેના હતી …ન શિક્ષણ ..ન ગુરુ …ન ગુરુકુળ …ન મહેલ તો પણ કંસમામાએ મને શત્રુ માન્યો…છેક સોળ વર્ષે મને સાંદિપની ગુરુ મળ્યા અને શિક્ષણ શરૂ થયું……રણછોડદનું બિરુદ મળ્યું ….મથુરાથી ભાગીને છેક દ્વારકામાં વસવું પડ્યું…….બોલ, આમાં મારી કઈ ભૂલ? પણ મેં ફરિયાદ નથી કરી.” શ્રીકૃષ્ણ કર્ણની પાસે જઈ તેના ખભે હાથ રાખી બોલ્યા, “ભાઈ, તું દેવપુત્ર અને હું તો પરમાત્માનો અવતાર છતાં જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ ..એક વાત સમજી લે, અહીં કોઈનું પણ જીવન મુશ્કેલીઓ વિનાનું હોતું નથી.બધાના જીવનમાં બધું જ બરાબર નથી હોતું…
એ વાતથી કોઈ ફરક નથી પડતો કે કેટલી વાર આપણી સાથે અન્યાય થયો …કેટલી વાર આપણું અપમાન થયું…અને કેટલી વાર આપણો હક છીનવી લેવામાં આવ્યો….ફરક એ વાતનો પડે છે કે આ બધા જ અન્યાય ..અપમાનનો સામનો આપણે કઈ રીતે અને કેવાં કર્મોથી કરીએ છીએ… સારાં કર્મો કરતાં રહેવાથી ધીમે ધીમે મુશ્કેલીઓ દૂર થાય છે અને જે કંઈ આપણી સાથે થાય છે તે આપણાં જ કર્મોનું પરિણામ છે તે સમજી લઈએ.સાચું કર્મજ્ઞાન હોય તો જીવન મોજ જ મોજ છે, બાકી સમસ્યા તો બધાના જીવનમાં રોજે રોજ હોય જ છે.”
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.