ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટયું છે તે વાતની આખરે રાજ્ય સરકારે કબૂલાત કરી છે. ખુદ...
નવી દિલ્હી: (New Delhi) પનામા પેપર્સ લીક કૌભાંડમાં (Panama papers leak scam) ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની (Aishwarya Rai...
1962માં ચીને આપણા ઉપર લશ્કરી આક્રમણ કર્યું હતું. એ આક્રમણમાં આપણા ભાગે લગભગ કારમી હાર જ નસીબ થઇ હતી. ત્યાર પછી આજે...
દેશના સમગ્ર ઘડતરમાં યુવાનોનો ફાળો મહત્વનો છે. આજના યુવાનોએ આજનું અને આવતીકાલનું ભારત છે. તેથી દરેક ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્વની છે. આપણે...
સુરતમાં નાની બાળકીઓના બળાત્કારી અને ઘોડદોડ રોડ ડબલ મર્ડર હત્યા કેસમાં અને બીજા ત્રણ બળાત્કારી હત્યારા નરાધમોને સુરત કોર્ટે તબક્કાવાર ફાંસીની સજા...
શહેરનાં મોજશોખ અને આનંદ-પ્રમોદમાં વિહરતો અને રાચતો માણસ એટલે શહેરી લાલા. થોડો આળસુ, વધુ આનંદી, ઈશ્કી અને ઉડાઉ એટલે લહેરી લાલા. આવક-જાવક-ખર્ચનો...
હાલમાં જ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરાથી ખસેડી સુરત સબજેલ વાળી જમીન પર લઈ જવાના સમાચાર સાંભળ્યા. વર્ષો પહેલાં આ અંગે અગાઉ...
મહાન વિચારક, લેખક, ચિત્રકાર ખલિલ જિબ્રાને તેમનાં પુસ્તક ‘ફોરરનર’માં પોતાના જાત અનુભવની એક સરસ મર્મસ્પર્શી વાત કહી છે. ખલિલ જિબ્રાન લખે છે...
કચ્છ: (Kutch) કચ્છના જખૌ (Jakhau) દરિયાકિનારેથી (Beach) ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ભારતીય કોસ્ટગાર્ડે (Indian Coastguard) આજે વહેલી સવારે રૂપિયા 400 કરોડની...
આ વર્ષે પૂર્વ પાકિસ્તાનના અવસાનની ૫૦મી સંવત્સરી છે. દેશાવટો ભોગવતા સ્વાતંત્રય સેનાનીઓએ ૧૯૭૧ ના એપ્રિલમાં ‘બાંગ્લાદેશની ‘કામચલાઉ સરકાર’ની જાહેરા કરી દીધી હતી...
કેન્દ્ર સરકારનું કહેવું છે કે 2018માં પ્રોવિડન્ટ ફંડમાં સભ્યતા લેનારા કામદારોમાં 70 લાખનો વધારો થયો છે. પરંતુ પ્રોવિડન્ટ ફંડના સભ્યપદમાં વધારો અને...
પીએમ મોદીએ મેરઠથી પ્રયાગરાજને જોડતા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરી દીધો છે. 12 જિલ્લામાંથી પસાર થનારો ગંગા એક્સપ્રેસ વે બનીને તૈયાર થશે...
આણંદ : આણંદ જિલ્લામાં નોનટ્રાન્સ પોર્ટ, મોટરકાર અને મોટરસાયકલમાં પસંદગીના નંબરો મેળવવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓનલાઇન રીઓક્સન શરૂ કરવામાં...
આણંદ : આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની રવિવારે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં વ્હેલી સવારથી જ મતદારો મતદાન કરવા ઉમટી પડ્યાં હતાં....
વડોદરા: વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન...
વડોદરા : ભારતીય રેલ્વે ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ડિજિટલ પહેલોને અમલમાં લાવવામાં મોખરે છે. અને નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ અને પેસેન્જર...
હાલોલ : હાલોલ જીઆઈડીસી ખાતે શનિવારે વહેલી પરોઢે એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાના બનાવના પડઘમ શાંત પડ્યા નથી ત્યાં હાલોલ પંથકમાં...
વડોદરા : નંદેશરી ગામમાં રહેતી અને પ્રોજેરિયા બીમારીથી છેલ્લા ઘણા સમયથી પીડાતી યુવતીએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રાથમિક શાળા ખાતેના મતદાન કેન્દ્ર પર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. આ હેતુસર મુખ્યમંત્રીએ નેશનલ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો ઘટીને હવે 68થી ઘટીને 51 થયા છે. ખાસ કરીને અમદાવાદ તથા વડોદરા મનપામાં નવા કેસોની...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર (Exam Paper) અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલા પ્રીન્ટીગ પ્રેસમાંથી (Printing Press) લીક (Leak) થયુ...
રાજપીપળા: (Rajpipla) ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામે મતદાનના (Voting) દિવસે વહેલી સવારે બે રાજકીય પક્ષોના કાર્યકરો સામસામે આવી ગયા હતા. એ મારામારીમાં ભાજપ...
સુરતઃ (Surat) શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી અસામાજીક તત્વો (Antisocial elements) જાણે ફરીથી એક્ટીવ થઈ ગયા હોય તેમ ખાખીનો ધાક નેવે...
ભરૂચ: (Bharuch) દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને જીઆઈડીસી (GIDC) પાસેથી વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન ૨૫ એમજીડી વોટર સપ્લાયની સ્કિમનો કોન્ટ્રાક્ટ લઈ નિયમ વિરૂદ્ધ જઈ...
અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં શનિવારની ઘટના બાદ રવિવારે કપૂરથલાના નિઝામપુરમાં ગુરુદ્વારામાં કથિત અપમાનનો મામલો સામે આવ્યો છે. આરોપીને માર માર્યા બાદ તેનું મોત...
ભરૂચ: (Bharuch) ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election) ટાણે જ બે જૂથના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું....
સુરત: (Surat) શહેરના અમરોલી વિસ્તારમાં આજે માતાએ બાળકને ચમચી વડે દૂધ પીવડાવ્યા (Feeding) બાદ બાળકનું (Child) મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી...
ગાંધીનગર : કોરોના વાયરસ (corona virus)ના ભય વચ્ચે ઓમિક્રોન (Omicoron)નું જોખમ વધતું જતું જોવા મળે છે. ફરી એકવાર ગુજરાતના આરોગ્ય વિભાગની ચિંતામાં...
ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) વિધાનસભાની ચૂંટણી અગાઉ જ સમાજવાદી પાર્ટીના તમામ નેતાઓના (Leaders) ઘરે આવકવેરા વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે....
ભારતીય જનતા પાર્ટીના (BJP) રાજ્ય ઉપાધ્યક્ષ અને મુઝફ્ફરપુરના સાંસદ અજય નિષાદ (Ajay Nishad) પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પીએમ નરેન્દ્ર...
ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરી: કારેલીબાગ ટાંકીએથી એક મહિનાથી રજિસ્ટરની એન્ટ્રી વિના 15 ટેન્કરો દ્વારા પાણીનો કાળો કારોબાર, એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તપાસના આદેશ આપ્યા




વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર ફરી એકવાર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. અગાઉ, અતાપી વન્ડરલેન્ડ સહિતની અનેક મહત્ત્વપૂર્ણ ફાઈલો પાલિકાની કચેરીમાંથી કૌભાંડના ભાગરૂપે ચોરી થવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે હવે પાણીની ટાંકીએથી ટેન્કરો દ્વારા પાણી ચોરીનું વધુ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેના વીડિયો વાયરલ થતાં તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.
નવા કૌભાંડની વિગતો અનુસાર, કારેલીબાગ પાણીની ટાંકીએથી રજિસ્ટરમાં કોઈપણ જાતની સત્તાવાર એન્ટ્રી કર્યા વિના ખાનગી ટેન્કરોમાં પાણી ભરીને લઈ જવામાં આવતું હતું. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વહેલી સવારે 7 વાગ્યાના સુમારે ટેન્કર ભરીને ચોરી કરી લઈ જવાતું હતું.
આ અંગે સ્થળ પર હાજર કારેલીબાગ ટાંકીના ફરજ પરના કર્મચારીએ આ બાબત કબૂલી હતી. તેમણે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રોજે રોજ પાણી ભરીને અંદાજે 15 જેટલા ટેન્કર કારેલીબાગ પાણીની ટાંકીએથી જાય છે. આ જ રીતે, છેલ્લા એક મહિનાથી કોઈ જાતની એન્ટ્રી વગર ટેન્કર દ્વારા પાણી લઈ જવાતું હોવાની વિગતો સવારે હાજર રહેલા અન્ય એક કર્મચારીએ પણ આપી હતી.
સૌથી ગંભીર બાબત એ છે કે, રોજના 15 જેટલા ટેન્કરો પાણી ભરીને જતા હોવા છતાં, ટાંકીના રજિસ્ટરમાં માત્ર બે કે ત્રણ ટેન્કરની જ નોંધણી થતી હોય છે. આ દર્શાવે છે કે બાકીના ટેન્કરો દ્વારા પાણીની ચોરી સંગઠિત રીતે અને અધિકારીઓની મિલીભગતથી ચાલતી હતી.
ઘટનાની જાણ થતાં જ, ગણતરીની મિનિટોમાં જ ડેપ્યુટી એન્જિનિયર સ્થળ પર હાજર થયા હતા. પાણી ચોરી અંગે પૂછપરછ કરાતાં, તેમણે માત્ર ખાતાકીય જવાબ આપતા જણાવ્યું હતું કે, “આ અંગે તપાસ કરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશે.”
પાણી ચોરીના કૌભાંડની ગંભીરતા ત્યારે વધુ વધી જ્યારે કારેલીબાગ પાણીની ટાંકીના રજિસ્ટરની તપાસ કરવામાં આવી. રજિસ્ટરમાં પહેલી એન્ટ્રી સવારે 8 વાગ્યા પછીની જણાઈ હતી, જ્યારે પાણી ચોરીનો વિડીયો સવારે 7 વાગ્યાનો છે. આના પરથી સવાલ ઊભો થયો છે કે, “વહેલી સવારે 7 વાગ્યાના સુમારે પાણી ભરીને ભાગી ગયેલા ટેન્કર ચાલકની એન્ટ્રી ક્યાં?” આ બાબત સમગ્ર મામલે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટચાર તરફ આંગળી ચીંધે છે.
આ અંગે પાલિકાના સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રીને જાણ કરાતા સ્વીકાર્યું હતું કે આ પ્રવૃત્તિ ગેરકાયદે છે. તેમણે જણાવ્યું કે,
”શહેરની પ્રત્યેક ટાંકીએથી પાણી ભરનાર પાલિકાના ટેન્કરો દ્વારા શહેરીજનોને વિનામૂલ્યે પાણી આપવામાં આવે છે. પરંતુ, આવી રીતે કોઈ ખાનગી ટેન્કર દ્વારા ભરાઈ જતું પાણી જે તે વ્યક્તિ વેચાણથી જરૂરમંદોને આપતા હોય છે. આ પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદે છે અને આ બાબતે પાણીની ટાંકીના તમામ જવાબદાર અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ.”
– આ મામલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હેમલ સિંહ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે,
”કારેલીબાગ પાણીની ટાંકીએ રજિસ્ટર માં એન્ટ્રી વગર પ્રાઇવેટ પાણીના ટેન્કરો ભરાય છે. આ વાત ધ્યાને આવતા ઈજારદાર તેમજ ઇન્ચાર્જને પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”