સુરત (SURAT) : શહેરમાં દિવસેને દિવસે અકસ્માત (ACCIDENT)ના બનાવો વધી રહ્યા છે. રોડ અકસ્માતના કારણે સુરતીઓ જીવ ગુમાવે છે. અકસ્માત થયા બાદ...
વલસાડ: (Valsad) વલસાડની કે.એમ.લો કોલેજના (Law College Incharge Principal) ઇન્ચાર્જ આચાર્ય સંજય મણીયાર સામે મહિલા પ્રોફેસર દ્વારા જાતીય સતામણીની કરાયેલી ફરિયાદના પગલે...
સુરત: (Surat) સુરતના કાપડ ઉદ્યોગના વિકાસ માટે અને નાના અને મધ્યમ કાપડ ઉદ્યોગકારોને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) દ્વારા...
ડિસેમ્બરમાં લંડન અમેરિકા દુબઇમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમની શરૂઆત થઇ ગઇ હતી. ચીન અને રશિયામાં એ પહેલા જ કરોનાની રસી અપાવવાનું...
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયેલી પહેલી મેચમાં ભારતે જીત મેળવી લીધી છે. 24 ફેબ્રુઆરી સુધી તે સરદાર પટેલ સ્ટેડિયમ અથવા...
સુરત : કતારગામ (KATARGAM)માં રહેતા પાડોશી (NEIGHBOR)ઓએ ભાગીદારીમાં ધંધો શરૂ કરીને તેના નફાના રૂપિયા પરત નહી આપી ઉલટાની કોઈને કહેશે તો જાનથી...
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ( DONALD TRUMP) દ્વારા લેવાયેલા વધુ એક નિર્ણયને ફેરવી નાખ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
સુરત (Surat): સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને (AAP) સુરતમાં સફળતા મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)...
આણંદ: તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના મિકેનિકલ વિભાગ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી વર્કશોપમાં કરવામાં આવી. ભગવાન વિશ્વકર્મા...
આણંદ: તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ,સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના એન. એસ. એસ. વિભાગ, મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને બ્લોક રિસોર્સ સેન્ટર (બી.આર.સી), આણંદના...
પશ્ચિમ બંગાળમાં ટીએમસી Vs ભાજપની રાજકીય લડત તીવ્ર બની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે વધતી ફુગાવાના મામલે કેન્દ્ર સરકારના વિરોધમાં સચિવાલય માટે...
મોડાસા: અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાંથી ખનીજનું બિન્ધાસ્ત ખનન અને વહન વાહનો મારફતે થઇ...
કોઝિકોડ (Kozhikode): કેરળમાં એક ટ્રેન પેસેન્જરમાંથી કોઝિકોડ ( Kozhikode, Kerala) રેલવે સ્ટેશન પર 100થી વધુ જીલેટીન (gelatin sticks) અને 350 ડિટોનેટર્સ (detonators)- વિસ્ફોટકોનો...
વડોદરા: સુરસાગર સ્થિત શિવજીની વિશાળ પ્રતિમાને આગામી મહાશિવરાત્રીએ સોનાનો ઢોળ ચઢાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ અંગે પુલબારી નાકાથી સુરસાગર સુધી...
વડોદરા: વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી સરદારનગર હાઉસિંગ સોસાયટીમાં રહેણાંકના મકાનોમાં વ્યવસાયિક ધોરણે ખાનગી મોબાઈલ કંપનીનું ટાવર લગાવવાની તજવીજ સામે સ્થાનિક રહીશોમાં...
વડોદરા: ચૂંટણી ટાણે મતદારોને અનેક વચનો આપતા રાજકીય પક્ષ તેમના આગેવાનોને જયારે મતદાર સવાલ કરે છે ત્યારે તેમનો િપત્તો સાતમા આસમાને પહોંચી...
સુરત: ચૂંટણી (ELECTION)ને કારણે શહેરમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. ચુંટણીમાં મગ્ન રાજકારણી (POLITICIAN)ઓ અને કાર્યકર્તાઓેએ માસ્ક (WITHOUT MASK) પહેરવામાં તેમજ સોશીયલ...
વડોદરા: સયાજીગંજની અિદતી હોટલમાં યુનિવર્સિટીની િવદ્યાર્થીનીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને અગમ્ય કારણસર આપઘાત કરી લેતા સયાજીગંજ પોલીસે અંગ્રેજીમાં લખેલી સુસાઈડ નોટ કબ્જે...
વડોદરા : વડોદરા શહેરના સરસિયા સામે લાલ અખાડા વિસ્તારમાં આવેલી ડાયાલાલ બાબુલાલની ચાલીમાં બુધવારે રાત્રે અસામાજીક તત્વો દ્વારા પથ્થરો ફેંકી શહેરની...
ભારતની વસતિ લગભગ ૧૩૦ કરોડની છે. જો કોરોનાથી ભારતને મુક્ત કરવું હોય તો નિષ્ણાતોના કહેવા મુજબ આશરે ૭૫ ટકા લોકોને રસી મૂકાવવી...
તાજેતરમાં હૈદ્રાબાદમાં એક શિક્ષિત અને શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલ દંપતિએ અંધશ્રધ્ધાના વહેમમાં પોતાની બે યુવાન પુત્રીઓની હત્યા કરી છે. આ સમાચાર કમકમાટીભર્યા...
આજે યુવા પેઢી તો ઠીક પરંતુ નાનાં બાળકો પણ મોબાઇલની સ્ક્રીનમાં માથું નાંખીને બેઠેલા જોવા મળે છે. ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની જરૂર...
ઘણું લખાઇ ગયું છે. લગભગ એક વર્ષની અવધિ વીતી ગઈ. હજીય વર્તમાનપત્રોમાં શબ્દ કોરોના ચમકયા કરે છે. તારા હજાર પ્રકાર કયા નામે...
થોડા દિવસો પર ચર્ચાપત્રો વિભાગ કે સત્સંગ પૂર્તિમાં માનવદેહ બંધારણ રચના સંદર્ભે કોઇક તજજ્ઞનો લેખ વાંચવા મળ્યો. આપણાં ધર્મશાસ્ત્રોમાં જન્મ અને મૃત્યુ...
NEW DELHI : દિલ્હી સરકારના તમામ વિભાગો હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો ( ELECTRIC VEHICALS) નો ઉપયોગ કરશે. કેજરીવાલ ( ARVIND KEJRIVAL) સરકારે...
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા જળવાય અને ગરીબોની મદદપણ થાય એ માટે કચરાના બદલામાં ગરીબોને જીવનજરૂરી ચીજો આપવાની સ્તુત્ય યોજના શરૂ કરી...
આંતરરાષ્ટ્રિય બજારોમાં કૃડ ઓઈલનો ભાવ 107 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો ભાવ 65 રૂપિયા હતો ત્યારે ભારતમાં પેટ્રોલ 73 રૂપિયે લીટરને પાર...
મુંબઇ (Mumbai): ગુરુવારે એન્ટિલિયાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatine sticks) મળી આવ્યા હતા. આ વિસ્ફટકો મૂકનારાઓનું લક્ષ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના...
દેશમાં પહેલીવાર પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. આશરે એક અંદાજ મુજબ, સરકારને જે આવક થાય છે તેના...
વીજળી આજકાલ માણસની એક આવશ્યક જરૂરિયાત બની ગઇ છે. આ વિશ્વમાં એવા ઘણા ઓછા સ્થળો આજે હશે જ્યાં વિદ્યુતનું નેટવર્ક પહોંચ્યું નહીં...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.