ભગવાન શિવ ( LORD SHIVA ) ને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રી ( MAHASHIVRATRI) શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે, ભોલેનાથના ઉપાસકો તેમની પૂજાથી...
ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાં ગાંજાનું વેચાણ કરતા નાના-મોટા આરોપીઓને પકડી પાડ્યા બાદ મુખ્ય વોન્ટેડ સપ્લાયરને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ હતી. દરમિયાન...
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે આરોપ મૂક્યો હતો કે, નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર ‘ચાર-પાંચ માણસો’ દ્વારા હુમલો કરવામાં આવ્યો...
ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના રોજ જાહેર...
વિશ્વમાં રેર તરીકે ગણાતા અને શરીરમાં ત્રણ કિડની ધરાવતા સરદાર માર્કેટના શ્રમજીવીનું સ્મીમેર હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટ અને એનેસ્થેસ્યી ડિપાર્ટમેન્ટના તબીબોએ સફળ ઓપરેશન...
ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્થ સ્કોર્પિયન ક્લાસ સબમરિન આઈએનએસ કરંજને બુધવારે નેવીમાં સામેલ કરવામાં આવી હતી. આ સબમરિન દરિયાની સપાટીથી ઉપર અથવા નીચેના...
ખેડૂત સંગઠનોએ બુધવારે 26 માર્ચે ભારત બંધનું એલાન કર્યું હતું. કારણ કે, તે દિવસે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની...
બેફામ બનેલા ચૂંટણી પ્રચાર અને સભા સરઘસોને કારણે હવે સુરતમાં કોરોના મામલે કપરો કાળ શરૂ થઈ ગયો છે. એક સમયે સુરતમાં કોરોનાના...
ચીન અને ભારત વચ્ચે સરહદે તંગદીલી સર્જાયા પછી બીસીસીઆઇ દ્વારા સ્પોન્સશિપ ડીલ સસ્પેન્ડ કરી દેવાયાના એક વર્ષ પછી ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વિવોની...
સુરત: (Surat) ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના...
સુરત: (Surat) શહેરમાં ફરીથી કોરોનાના સંક્રમણમાં ઉછાળો થયો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પ્રતિદિન 100 થી પણ વધુ પોઝિટિવ દર્દી (Positive Patient)...
નવી દિલ્હી,: ઓડિટ ફર્મ પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સની આંતરિક તપાસમાં ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મનુ સાહનીનું આચરણ તપાસના...
અંક્લેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલા મારુતિ જ્વેલર્સમાં (Jewelers) ખરીદી કરવા આવેલી એક મહિલાની રૂપિયા ૨ લાખની સોનાની ૪ નંગ બંગડીઓ દુકાનમાં...
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઇ, 2021 થી સંપૂર્ણ મોંઘવારી ભથ્થું આપવામાં...
થાઇલેન્ડ ( THAILAND) ના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓચા ( PRAYUT CHAN OCHA) દર અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સ (PRESS CONFERENCE) કરે છે. જ્યારે પાછલા...
નવી દિલ્હી, ભાજપ અને શિવસેનાએ બુધવારે લોકસભામાં મહારાષ્ટ્રમાં મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અને મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ જેવી મહત્વપૂર્ણ માળખાકીય પહેલ અંગે એક બીજા...
વોશિંગ્ટન, ભારત અને ચીન વચ્ચે ગત વર્ષથી ચાલી રહેલા સરહદી સંઘર્ષ દરમિયાન અમેરિકાએ ભારતની મદદ કરી હતી. પેન્ટાગોનના ટોચના કમાન્ડર અધિકારીએ સાંસદોને...
સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની (Azaadi Ka Amrut Mahotsav) રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ૧૨ માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન...
હરિયાણા વિધાનસભામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની આગેવાની હેઠળની ભાજપ-જેજેપી ગઠબંધન સરકારે વિશ્વાસ મત મેળવ્યો છે. બુધવારે ભાજપ-જેજેપી ગઠબંધન સરકારની વિરુદ્ધ મુખ્ય વિરોધી...
ઉત્તરાખંડમાં ભાજપે પોતાનો મુખ્યમંત્રી બદલી નાખ્યો છે. પાર્ટીએ હવે ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તીરથસિંહ રાવતે મુખ્યમંત્રી પદનાં શપથ લીધાં છે. રસપ્રદ વાત એ...
સુરત: (Surat) નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) કેમ્પસ ગ્રાઉન્ડમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. કેમ્પસના ગ્રાઉન્ડમાંથી દેશી...
કિરીટ પરમારે ( kirit parmar) બુધવારે અમદાવાદના ( ahemdabad) નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમની સાદગીની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોરોના ન વધે એ માટે જિલ્લા તંત્ર સુસજ્જ બન્યું છે. મંગળવારે સાંજે કલેક્ટર (Collector) આર.આર.રાવલ દ્વારા આદેશ જારી...
ગળવારે ટ્યુનિશિયાના ( Tunisia) દરિયાકાંઠાના વિસ્તારની નજીક એક બોટ ( boat) પલટી જતા બોટ પર સવાર 93 લોકોમાંથી 39 આફ્રિકન લોકોના મોત...
સુરત: (Surat) કોરોનાકાળમાં જ્યાં તેની ગાઈડલાઈનનો ભંગ કરે તો દંડ કરવાનો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની હતી ત્યાં ચૂંટણી (Election) સમયે...
ઉત્તર પ્રદેશના ( UTTAR PRADESH) કાનપુર ( KANPUR) જિલ્લાના ઘાટમપુરમાં ગેંગરેપ પીડિતાના પિતાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાના વિરોધમાં પરિવારે...
સુરત: (Surat) શહેરમાં મનપાની ચૂંટણી (Election) વખતે નફ્ફટ બનેલા રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇન નેવે મૂકી સભા-સરઘસો કરી કોરોનાનો ચેપ વધે તેવી તમામ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે હવે ફોરેન સ્ટ્રેઇનના કેસ પણ પણ વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર (Health Department)...
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ચંબામાં બુધવારે ખાનગી બસ ખાડામાં પડી જતા આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં...
સુરત: (Surat) સુરત એરપોર્ટ (airport) પરિસરમાં આવેલા 125 વર્ષ જૂના લાલબાઇ માતાના મંદિરમાં બિરાજમાન મૂર્તિ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અન્ય સ્થળે ઊભા કરાયેલા...
ખોટા સર્ટિફિકેટ મેળવી સરકારી નોકરી મેળવનાર સામે કાર્યવાહી કરવા માગ..
12 વર્ષથી લાખો રૂપિયાનો પગાર લઈ સરકાર સાથે છેતરપિંડી કરી..
(પ્રતિનિધિ) વડોદરા તા.10
ખોટા સર્ટિફિકેટ મેળવી 12 વર્ષથી લાખો રૂપિયાનો પગાર લઈ સરકાર સાથે છેતરપિંડી કરનાર પૂર્વ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ શહેરની મહિલા ધારાશાસ્ત્રી દિપીકા મોહનલાલ મેઘવાણીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
ફરીયાદી એડવોકેટ અને જાગૃત નાગરીકે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આવેલ મહાનગર પાલીકાની કચેરીમાં આરોપી પાર્થ બ્રહ્મભટ્ટ તેઓની હુકમ અંક : ૪૬૭/તા.૨૧/૦૭/૧૦૧૨ અન્વયે સ્ટેશન ઓફિસરના હોદ્દા પર અગ્નિશમન અને તાત્કાલીક સેવા ફાયર સેફટી વિભાગમાં નિયુકિત કરવામાં આવેલ, ત્યારબાદ તેઓની હુકમ અંક : ૨૩૮/તા.૧૭/૧૦/૨૦૧૯ અન્વયે ડે. ચીફ ફાયર ઓફીસર તરીકે નિયુકિત કરવામાં આવેલ અને ત્યારબાદ ચીફ ફાયર ઓફિસર તરીકે નિયુકિત થયેલ જે હાલ સસ્પેન્ડ છે અને આ કામના આરોપી જે વડોદરા મહાનગર પાલીકાના અગ્નિશમન અને તાત્કાલીક સેવા ફાયર સેફટી વિભાગમાં ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે જેથી અમો વકીલ હોવાથી અમો કામ અર્થે જતા હોય અને આ કામના આરોપીને નામથી ઓળખીએ છીએ.
આ અગાઉ વડોદરા શહેર ફાયર બ્રિગેડમાં હંગામી ચીફ ફાયર ઓફિસરનો હોદ્દો ધરાવતાં પાર્થ બ્રહ્મભટ્ટે બોગસ સ્પોન્સરશીપના આધારે નોકરી મેળવી લીધી હોવાની તપાસ કરતા એવી હકીકત બહાર આવી હતી કે, પાર્થ બ્રહ્મભટ્ટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત નાગપુર નેશનલ ફાયર સર્વીસ કોલેજમાં એડમિશન લેવા સૂરતની ખાનગી કંપનીનો સ્પોન્સરશીપ લેટર મુક્યો હતો. જેના આધારે પાર્થને એડમિશન પણ મળી ગયું હતું, પરંતુ આવી કોઈ કંપની તંત્રના ચોપડે નોંધાયેલી ન હોવાનો ભાંડાફોડ થયો છે. હદ્ તો એ છે કે, કોલેજના સર્ટીના આધારે જુલાઈ- ૨૦૧૨ ના રોજ વડોદરા મહાનગર પાલિકાએ સહાયક સ્ટેશન ઓફિસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટની સીધી ભરતી પણ કરી દીધી હતી. જેમાં સ્પોન્સરશીપ લેટરની કોઈજ તપાસ કરાઈ ન હતી. હવે, સહાયક સ્ટેશન ઓફિસરથી હંગામી ચીફ ફાયર ઓફિસર સુધી પહોંચી ગયેલા. આમ, આરોપીની નિમણુંક કરતા પહેલા અધિકારીઓએ આરોપીના દસ્તાવેજી પુરાવાની ઈરાદાપૂર્વક કોઈ તપાસ કે ખરાઈ કરેલ નથી. આ કામના આરોપી પાર્થ બ્રહ્મભટ્ટનું કથિત કારસ્તાન કરી બોગસ દસ્તાવેજના આધારે નોકરી મેળવેલ છે.
આમ, આરોપી પાર્થ બ્રહ્મભટ્ટે રાજય સરકાર પાસેથી આશરે ૧૨ વર્ષ નો લાખો રૂપિયાનો પગાર મેળવી છેતરપીડી અને વિશ્વાસઘાત કરેલ છે આ અંગેની જાણ ઉપલા અધિકારીઓને હોવા છતાં આરોપીની સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરેલ નથી જેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, તે વિભાગના અધિકારીઓએ જાણી જોઈને આરોપીને મદદગારી કરેલી છે.
આમ આરોપી પાર્થ બ્રહ્મભટ્ટે બોગસ સ્પોન્સરશીપના આધારે ઈરાદા પૂર્વક મહાનગર પાલીકાની અગ્નિશમન અને તાત્કાલીક સેવા ફાયર સેફટી વિભાગમાંચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ ફરજ મોકુફ છે. આમ આરોપી પાર્થ બ્રહ્મભટ્ટે લાખો રૂપિયાનો પગાર મેળવી રાજય સરકાર સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી, ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ છે. આમ આરોપીએ નોકરી મેળવવા ખોટા પ્રમાણપત્ર (સ્પોન્સરશીપ) મેળવી કર્પોરેશનની કચેરીમાં રજુ કરી નોકરી મેળવી ઠગાઈ, વિશ્વાસઘાત કરેલ છે.
આ ગુન્હો (નવાપુરા) ની હદમાં બનેલ પો.સ્ટે.હોઈ જેથી ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ- ૨૦૨૩ની કલમ-૩૧૮, ૩૧૬(૨), ૩૩૬, ૩૪૦, ૫૪ મુજબ આરોપી તથા તપાસમાં જે નીકળી આવે તેની વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા અધિનિયમ ની કલમ-૧૭૩ મુજબ પ્રથમ કોગ્નીઝેબલ ગુન્હો દાખલ કરી આગળની તપાસ થવા અમારી લેખીત ફરીયાદ છે. અને આરોપીઓ પર સરકાર સાથે છેતરપિંડી કરી હોય જેથી આરોપીને પકડી ન્યાય તંત્ર અને કાયદાની જોગવાઈ પરમને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.