નવી દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસના કોચમાં આગ ભભૂકી ઉઠી હતી. લોકો પાઇલટ્સ અને ગાર્ડ્સે સંવેદનશીલતાથી કંસારો રેલ્વે સ્ટેશન પર ટ્રેન...
સુરત: (Surat) સુરતના મેયર (Mayor) તરીકે વરણી થતાંની સાથે જ નવા મેયર હેમાલી બોઘાવાલાએ કામગીરી શરૂ કરી દીધી હતી. હેમાલી બોઘાવાલાએ કોરોના...
જાપાન અને ચાયનામાં ‘યુઝ એન્ડ થ્રો’ નો જે કન્સેપ્ટ અને માનસિકતા છે તેમાં દિવસે દિવસે ખૂબ વધારો થઇ રહ્યો છે. જો કે...
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહા પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્વે ટીએમસીમાં જોડાયા છે. યશવંત...
એક સમયે સુપરસ્ટાર સલમાન ખાન ( superstar salman khan) ની ગર્લફ્રેન્ડ ( girlfriend) રહી ચૂકેલી સોમી અલી ( somiali) એ એક ઇન્ટરવ્યૂમાં...
એવું કહેવામાં આવે છે કે સ્ત્રી (WOMAN) તેના પતિ વિશે બધું સહન કરે છે, પરંતુ તેની બેવફાઈ (infidelity) સહન કરવામાં અસમર્થ છે...
સોશિયલ મીડિયા પર ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. તાજેતરમાં જ જોધપુરનો એક શખ્સ સોશ્યલ મીડિયા પર છેતરપિંડ નો શિકાર બન્યો હતો...
વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના ( pm kisan yojna) અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર 31 માર્ચ, 2021...
કોરોના વાયરસ(CORONA VIRUS)થી બચાવા માટે બનેલી રસીને ઘણો સમય થયો છે. ભારતમાં પણ કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી (VACCINE) લોકોને આપવામાં આવી રહી...
મોડાસા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરોના સીલ્કરૂટ તરીકે જાણીતો છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રતનપુર ચેકપોસ્ટ પરથી વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઠલવાઈ...
ફતેપુરા: ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેશકુમાર પારગી ની અધ્યક્ષતામાં પાર્ટીના કાર્યકર્તાઓ અને...
આણંદ: રાજયના ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે ઇન્ડિયા @ ૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની રાષ્ટ્ર–રાજયવ્યાપી...
સંતરામપુર : સંતરામપુરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કોરોનાની રસી મુકવાનો બીજા તબક્કાનો શુભારંભ થયેલ છે. કોરોનાની રસીકરણના પ્રથમ તબકકામાં સંતરામપુર...
સુરત: સુરતથી શારજાહ ફલાઇટ (SURAT TO SHARJAH FLIGHT)નું બુકિંગ ફરી શરૂ થયું છે. ફલાઇટ અઠવાડિયાના 2 દિવસ હાલ ચાલુ થઈ રહી છે.....
વડોદરા : પાખંડી જયોતિષિઓના ચૂંગાલમાં ફસાવીને સોની પરિવારના 33 લાખ રૂિપયા ખંખેરી લેનાર ટોળકીના બે સાગરિતોને સમા પોલીસ રાજસ્થાનથી ઝડપી લીધી હતી....
વડોદરા : આજે નર્મદા અને શહેરી િવકાસ મંત્રી યોગેશ પટેલે કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ મિડિયા સાથેની વાતચીતમાં તેમણે શિવજી...
ખેડૂત આંદોલન ( FARMER PROTEST) પર બેઠેલા ખેડુતોને 100 દિવસથી વધુ સમય થયો છે પરંતુ સરકાર સમક્ષ નમવાનો ખેડુતોનો નિર્ણય નબળો પડતો...
શહેરભરમાં રાજમાર્ગો ઉપર રખડતી ગાયોનો ત્રાસ વર્ષોથી શહેરીજનોને હેરાન પરેશાન કરે છે. મનપાની ઢોર પાર્ટી રખડતી ગાયોને પકડવા આવે છે તે પહેલા...
વડોદરા : વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલી પાયલ પાર્ક 1 ના રહીશોએ બીજી સોસાયટીમાં આરસીસી રોડની કામગીરી દરમિયાન તેઓની સોસાયટી તરફ...
વડોદરા : સંસ્કાર નગરી વડોદરા મા સુશાસન કે અનુશાસન- વ્યવસ્થાના મુળમા જોતા શહેરના વહીવટી તંત્રના મુળમા બે મુખ્ય અધિકારી છે. સ્વચ્છતા સુંદરતા...
વડોદરા : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે નવલખી મેદાન પર મહાત્મા ગાંધીને પ્રિય ભજનો અને દેશભક્તિ ગીતો ની સુરાવલી સરિતા મધ્યે...
સનાતન ધર્મનું સાચું સ્વરૂપ અનેક સંપ્રદાયોમાં વહેચાયેલો હોવાથી એકેશ્વરવાદઇઓના હાથે મશ્કરીના પાત્ર બનેલા સનાતન ધર્મનું સાચું સ્વરૂપ શું હોઈ શકે તે અનુપ...
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ના અનુસાર, આજે હૃદય રોગ એ વિશ્વભરના મોટાભાગના લોકોના મૃત્યુનું સૌથી મોટું કારણ છે. એક નવા અધ્યયનમાં દાવો...
આપણે બધા સંવેદનાવિહીન સમયમાં પ્રવેશી રહ્યા છીએ. સમય બદલાયો છે. વ્યકિતગત ભૂખ અને સ્વાર્થ સમજાને ધીમે ધીમે ઊધઇની જેમ ખાઇ રહ્યા છે....
દિવસે ને દિવસે છૂટાછેડાના પ્રમાણ વધતા જાય છે. મનોચિકિત્સકોને ત્યાં આવા કેસનો ભરાવો થતો જાય છે. પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતાનાં તાર વેરવિખેર...
કોરોનાની રસી આપવાની શરૂ થઇ છે અને કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો છે તે જોતા દેશમાં આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળેલ...
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે એક સભામાં કહયું છે કે અધિકારીઓ વાત નહિ સાંભળે તો દંડાથી મારો. પ્રધાનની ભાષા બીનપાર્લામેન્ટરી છે. જે ના બોલાવી...
NEW DELHI : એલપીજી સબસિડી: એલપીજી સિલિન્ડર ( LPG CYLINDER) ના ભાવ 7 વર્ષમાં બમણા થયા હોવા છતાં, એલપીજીનો ઉપયોગ ઓછો થવાને...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ના નંદિગ્રામ ( NANDIGRAM) માં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ( CM MAMATA BENARJI) પર થયેલા કથિત હુમલા...
પાલ-અડાજણ-પાલનપુર રોડ રાંદેર રોડ વિસ્તારોમાં ફાટીને ધૂમાડે ચડેલા યુવાનો જાહેર માર્ગ ઉપર અત્યંત સ્પિડમાં બાઇકો ભગાવે છે. જાહેરમા બીજાના જીવ જોખમમા મુકે...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.