( પ્રતિનિધિ )વડોદરા,તા.25 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવાર 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ...
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે જ્ઞાન અને સંસ્કારનો અનોખો માહોલ સર્જાયો છે. જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવેલ આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓ...
ફિલ્મ “યાદવ જી કી લવ સ્ટોરી” વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજદારે દાવો કર્યો હતો કે ફિલ્મનું શીર્ષક...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27 માટે રાજ્યના નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કુલ 4,08,053 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે...
જેટિંગ મશીન દ્વારા ડિવાઈડરની સફાઈ, વૃક્ષોનું ટ્રિમિંગ અને દબાણ હટાવવાની કામગીરી તેજ કરાઈ વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા માંજલપુરને વધુ...
ગાંધીનગર: રાજ્યમાં બજેટની રકમ અને દેવાની રકમ વચ્ચે વિકાસની રેસ લાગી છે. બજેટ કહે હું મોટું, તો રાજ્યનું દેવું કહે હું મોટું,...
ગાંધીનગર: રાજ્યમાં આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની વકી વચ્ચે ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ખાસ કરીને...
ગાંધીનગર : ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વના એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ ટેકનિકલ કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને...
ગાંધીનગર: શૈક્ષણિક વર્ષ 2025-26 માટે અનુસ્નાતક કક્ષાના MD-MS- Diploma કોર્સમાં પ્રવેશ માટે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણા થતાં 184 વિદ્યાર્થીને...
ગાંધીનગર: ભારતની વસતી ગણતરી–૨૦૨૭ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત ગાંધીનગર ખાતે ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની...
અમદાવાદ : શેર માર્કેટમાં વધુ નફાની લાલચ આપી સોશીયલ મિડીયા મારફતે રૂ. 1.54 કરોડની છેતરપિંડી આચરનાર ગેંગના બેક કર્મચારી સહિત 5 આરોપીઓની...
અમદાવાદ: મુસાફરોની સુવિધા તથા ફાગણ ફેરી તહેવાર દરમિયાન વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ...
“પ્રજાહિતમાં જ નિર્ણય થશે” – મુખ્યમંત્રીનો વિશ્વાસ, પીડિત પરિવારોને મળી આશાની કિરણ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પ્રિલીમિનરી ટી.પી. સ્કીમ નં. 49, 50...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલને ગૃહની અંદર આવકારવાના પ્રોટોકોલ પોલિટિક્સના મુદ્દે રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું હતું. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ...
‘ખરાબ સામાન છોડીને વપરાશલાયક વસ્તુઓ જ કેમ જપ્ત કરાય છે?’- વેપારીઓનો વેધક સવાલ; દર મહિને 500 થી 1000 ના હપ્તા લેવાતા હોવાનો...
આત્મવિશ્વાસ: “સતત 6ઠ્ઠી વાર ફોર્મ ભરતા જી.બી. સોલંકીનો દાવો- ‘અમને જ મળશે મેન્ડેટ, મતદારોનો ભરોસો અકબંધ’.” વડોદરા: જિલ્લાના સહકારી ક્ષેત્રની સૌથી મોટી...
એક પિતાના ૩૨ વર્ષના તપની પરાકાષ્ઠા એટલે તમન્ના અને શીતલની સફળતા-એક જ આંગણેથી પિતા, પુત્ર અને હવે બે સગી બહેનો પણ હવે...
પ્રતિનિધિ ગોધરા તા.25 પંચમહાલ જિલ્લાની ખેતીપ્રધાન અર્થવ્યવસ્થાના મહત્વના સ્તંભ સમાન અગ્રણી સહકારી સંસ્થાઓમાં ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણીઓ સંપૂર્ણ શાંતિ અને સુવ્યવસ્થા...
સાંસદ રાજપાલસિંહ જાદવના પ્રયત્નો સફળ કાલોલ | તા. 25-02-2026પંચમહાલ લોકસભા વિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવના અથાગ પ્રયાસોને અંતે સફળતા મળી છે. કેન્દ્રીય રેલવે...
અનામત બેઠકોના ફેરફારથી જૂના દિગ્ગજો માટે પડકાર, નવા ચહેરાઓ માટે તકનો દરવાજો ખુલ્યો સુરત જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણી પહેલાં જ રાજકીય પાટા...
યાત્રિકોની સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતા જાળવવા ‘સુરક્ષા સેતુ’ પર વિશેષ ભારહાલોલ | તા. 25પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ધંધો કરતા તમામ...
Suratના ઉધના વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાનો પોલીસએ ચોંકાવનારો અને ઝડપી ઉકેલ લાવી દીધો છે. એક વકીલની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ CCTV ફૂટેજના...
CCTV જોઈ કાળજા કંપ્યાવડોદરા | તા. 25 ફેબ્રુઆરીવડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં તેજ રફતાર વધુ એક યુવક માટે મોતનું કારણ બની છે. ઓવર...
આવતીકાલ તો આવશે જ. કદાચ તેનું એક નિર્ધારિત સ્વરૂપ પણ હશે. બે સંભાવના છે, આ સ્વરૂપનો સ્વીકાર કરવો અથવા તો જે સ્વરૂપની...
આજે આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં યુદ્ધના મેદાનમાં માત્ર સૈનિકો જ નથી લડતા, પણ સુપરકોમ્પ્યુટરમાં ચાલતા અલ્ગોરિધમ્સ પણ લડાઈ...
સુરત શહેરના બોર્ડ પરીક્ષાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને...
એક્ટિવા અને રિક્ષાને અડફેટે લઈ પાર્કિગમાં ઉભેલી કાર સાથે અથડાઈને સર્જ્યો ગમખ્વાર અકસ્માત વર્ધીધારી પોલીસકર્મીની કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી...
ભારતીય સમાજમાં વધતા વૈવાહિક છૂટાછેડા અને નવી મુશ્કેલીઓ: પરંપરા, અધિકારો અને સ્વ-નિર્ણય વચ્ચે આધુનિક લગ્ન જીવનનો બદલાતો લેન્ડસ્કેપ દિલ્હીની એક ફેમિલી કોર્ટનું...
ધુમાડાના ગોટાથી છાણી વિસ્તારમાં અફરાતફરી; ફાયર બ્રિગેડના કાફલાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આજે એક મોટી...
3ના મોત,સ્યુસાઇડ નોટથી તપાસ તેજ સુરતમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારની હેપી એલિગન્સમાં એક જ પરિવારના ચાર...
વાઘોડિયાના ધારાસભ્યની ખુલ્લી ચીમકી; કહ્યું- જો કોઈ પેનલ તોડીને જીતશે તો તેને પણ ઘર ભેગો કરી દઈશ, કંઈ પણ થાય મને ફોન કરજો
વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે પ્રચાર મેદાનમાં હવે ભાષાની મર્યાદા ઓળંગાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. વાઘોડિયા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એક જાહેર ચૂંટણી સભામાં ખુલ્લેઆમ ધમકીભર્યું નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ચૂંટણી સભાને સંબોધતા ધારાસભ્યએ આક્રમક તેવરમાં મતદારો અને કાર્યકરોને જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ કમળ (ભાજપ) સિવાય અન્ય કોઈને મત આપવાની વાત કરે અથવા ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે આવે, તો તુરંત તેમને ફોન કરીને જાણ કરવી. તેમણે મંચ પરથી લુખ્ખી ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, ભાજપ સિવાયની કોઈ પણ વાત કરનારને તેઓ ‘સીધો કરી નાખશે’. આ નિવેદનને પગલે ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યો સામે સવાલો ઉભા થયા છે.
વધુમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પક્ષની શિસ્ત અને પેનલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર પેનલ તોડીને અથવા અપક્ષ રીતે જીતવાનો પ્રયાસ કરશે કે જીતી જશે, તો પણ તેને પક્ષમાં ટકવા દેવામાં નહીં આવે અને તેને ‘ઘર ભેગો’ કરી દેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં માત્ર ‘કમળ, કમળ અને કમળ’ જ ચાલવું જોઈએ. જો કોઈ ઉમેદવાર મતદારોને એમ કહે કે એક મત મને આપજો અને બાકીના તમારી મરજી મુજબ આપજો, તો તેવા જીતેલા ઉમેદવારને પણ સત્તા પરથી હટાવી દેવાની ચીમકી તેમણે આપી હતી.
ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષો દ્વારા આને સત્તાનો અહંકાર અને મતદારોને ડરાવવાનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે. ચૂંટણી ટાણે જ ધારાસભ્ય દ્વારા અપાયેલી આ ખુલ્લી ધમકીને પગલે ચૂંટણી પંચ કોઈ પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.