ગાંધીનગર,તા.25આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને ગુજરાત સરકારે શહેરી સ્તરે વ્યાપક અભિયાન રૂપે...
ગાંધીનગર,તા.25હવામાન વિભાગ મુજબ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ગુજરાત કિનારા નજીક ૧.૫ થી ૩.૧ કિમી ઊંચાઈએ ઉપરી ચક્રવાતી હવાના દબાણની પરિસ્થિતિ યથાવત છે. આ...
પ્રતિનિધિ, જેતપુર પાવી:; આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેતપુરપાવી સહિત સમગ્ર જિલ્લામાં પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ...
શિનોર | વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા માલસર–અસા નર્મદા બ્રિજની ડાબી બાજુના રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડતા વિસ્તારના...
નંદેસરી પોલીસની બેદરકારી બહાર આવીવડોદરા તા.26વડોદરા શહેર પીસીબી પોલીસની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને રૂ.34.87 લાખનો વિદેશી દારૂ અને...
ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (વિજ્ઞાન...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ પરની સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે ઊર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે વ્યાપક જવાબ આપતાં રાજ્યના...
ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં કુલ 32 (બત્રીસ) હોટલોને દારૂ વેચવાના પરવાના આપવામાં આવ્યા હોવાનું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા...
ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–2025 (સૌરાષ્ટ્ર–કચ્છ ઝોન) અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા કુલ રૂ. 1527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યા છે,...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકારે જિલ્લામાંથી પકડાયેલ ગૌમાંસ અને ગોવંશ અંગે વિગતવાર આંકડાકીય માહિતી માંગી હતી. જેના...
ગાંધીનગર : ગુજરાતમાં ઉદ્યોગો અને વેપારીઓ પાસેથી વસૂલવાના વિવિધ વેરાનો આંકડો ચોંકાવનારો બની ગયો છે. નાણા વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્ય સરકારને...
આપણું સુરત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પ્રત્યેક સુરતી માટે ગૌરવની વાત તો અવશ્ય કહેવાય. ચારે કોર વિસ્તરી રહેલું શહેર, મોંઘવારીમાં પણ...
ઇઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahuએ સંયુક્ત ડિનર પહેલા ભારતના વડાપ્રધાન Narendra Modiને ખાસ સરપ્રાઇઝ આપ્યું. જરુસલેમમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક પહેલાં નેતન્યાહૂ પરંપરાગત ભારતીય...
ગુજરાતભરનાં એક માત્ર દૈનિક અખબાર સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી પાને પ્રકાશિત થઈ રહેલ નામી, અનામી, સિનિયર અને જુનિયર / નવોદિત ચર્ચાપત્રીઓના વિવિધ વૈચારિક...
મારા એક સ્વજનની પ્રાર્થનાસભા હતી. જે કાંઈક મારા મત મુજબ અનોખી હતી. એ સ્વજન એમની 79 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. એમને એમનો...
હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડાના ફૂલ (પલાશ)નું વિશેષ મહત્વ છે. તે વસંતઋતુમાં ખીલતા કુદરતી કેસરી-લાલ ફૂલ છે, જેમાંથી પલાળીને ઓર્ગેનિક રંગ બનાવાય...
બેન્ડ, ફૂલો, તથા ગોળ ધાણા દ્વારા વિદ્યાર્થીઓને આવકારાયા : પ્રથમ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો : ( પ્રતિનિધિ )વડોદરા,તા.26...
વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ઠેર ઠેર માતૃભાષા મહોત્સવ ઉજવાયા. પણ અફસોસ અને દુઃખ સાથે કહેવું પડે કે ભાષા પ્રત્યેની આપણી જાગરુકતા માત્ર...
રાજધાની દિલ્હીના સમાયપુર બદલી વિસ્તારમાં થયેલી ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. એક વ્યક્તિએ પોતાની બે મહિનાની ગર્ભવતી પત્ની અને...
એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે હું તમને એવી વાત કરવાનો છું જેને કારણે તમારા જીવનમાં સુખ અને આંનંદ ઘટે છે...
ભોજન માટે બહાર ગયા હોઈએ ત્યારે પાણીની માગણી કરતાં જ આવો સવાલ પૂછાય છે, જેનો જવાબ મોટે ભાગે ‘બોટલ’ હોય છે. એટલે...
T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 તબક્કામાં ઝિમ્બાબ્વે સામેના મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં ટીમ ઈન્ડિયાએ બેટ્સમેન રિંકુ સિંહની ઉપલબ્ધતા અંગે મૌન તોડ્યું છે. ભારતના...
પનીરની વિવિધ વાનગીઓ ખાવાનાં શોખીનો માટે આ લેખ રસપ્રદ થઈ પડશે. આજકાલ માધ્યમોમાં એક સમાચાર ધૂમ મચાવી રહ્યા છે કે, સેંકડો હોટલ-રેસ્ટોરાંમાં...
ભારત દેશમાં લોકશાહી છે અને આ લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી અનિવાર્ય છે. ચૂંટણીમાં મતદાન પણ એટલું જ જરૂરી છે પરંતુ ભારતમાં...
દક્ષિણ આફ્રિકા સામેની ભારે હાર બાદ ભારતીય ટીમ પર દબાણ તો વધી ગયું છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે પેનિક બટન દબાવવાનું ઇન્કાર કર્યું...
પાકિસ્તાન અને તાલિબાન કોઈ સમયે જીગરી દોસ્ત હતાં. અફઘાનિસ્તાનમાં જ્યારે અમેરિકાતરફી સરકાર હતી ત્યારે અમેરિકા તાલિબાન સાથે કોઈ મંત્રણા કરવા માંગતું હોય...
ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો ઐતિહાસિક રેકોર્ડ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા જગતમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર...
શિમલા ખાતે બુધવારે રાત્રે એક અનોખી ઘટના સામે આવી, જેમાં Delhi Police અને Himachal Pradesh Police વચ્ચે તણાવપૂર્ણ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ....
અમેરિકન રાજકારણમાં ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો પૂર્વ રાષ્ટ્રપતિ Bill Clinton અને ભૂતપૂર્વ વિદેશ સચિવ Hillary Clinton હવે અમેરિકાની કોંગ્રેસ સમક્ષ...
ઉત્તર કોરિયાના નેતા Kim Jong Un એ જાહેરાત કરી છે કે દેશ હવે વધુ પરમાણુ હથિયારો વિકસાવવા અને સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત...
વાઘોડિયાના ધારાસભ્યની ખુલ્લી ચીમકી; કહ્યું- જો કોઈ પેનલ તોડીને જીતશે તો તેને પણ ઘર ભેગો કરી દઈશ, કંઈ પણ થાય મને ફોન કરજો
વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે પ્રચાર મેદાનમાં હવે ભાષાની મર્યાદા ઓળંગાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. વાઘોડિયા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એક જાહેર ચૂંટણી સભામાં ખુલ્લેઆમ ધમકીભર્યું નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ચૂંટણી સભાને સંબોધતા ધારાસભ્યએ આક્રમક તેવરમાં મતદારો અને કાર્યકરોને જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ કમળ (ભાજપ) સિવાય અન્ય કોઈને મત આપવાની વાત કરે અથવા ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે આવે, તો તુરંત તેમને ફોન કરીને જાણ કરવી. તેમણે મંચ પરથી લુખ્ખી ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, ભાજપ સિવાયની કોઈ પણ વાત કરનારને તેઓ ‘સીધો કરી નાખશે’. આ નિવેદનને પગલે ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યો સામે સવાલો ઉભા થયા છે.
વધુમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પક્ષની શિસ્ત અને પેનલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર પેનલ તોડીને અથવા અપક્ષ રીતે જીતવાનો પ્રયાસ કરશે કે જીતી જશે, તો પણ તેને પક્ષમાં ટકવા દેવામાં નહીં આવે અને તેને ‘ઘર ભેગો’ કરી દેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં માત્ર ‘કમળ, કમળ અને કમળ’ જ ચાલવું જોઈએ. જો કોઈ ઉમેદવાર મતદારોને એમ કહે કે એક મત મને આપજો અને બાકીના તમારી મરજી મુજબ આપજો, તો તેવા જીતેલા ઉમેદવારને પણ સત્તા પરથી હટાવી દેવાની ચીમકી તેમણે આપી હતી.
ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષો દ્વારા આને સત્તાનો અહંકાર અને મતદારોને ડરાવવાનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે. ચૂંટણી ટાણે જ ધારાસભ્ય દ્વારા અપાયેલી આ ખુલ્લી ધમકીને પગલે ચૂંટણી પંચ કોઈ પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.