વડોદરા : શહેરના તરસાલી શાક માર્કેટ નિત નવા વિવાદોમાં ઘેરાયેલું રહે છે. અગાઉ શાકમાર્કેટ અન્યત્ર ખસેડવામાં આવનાર હોવાથી સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વેપારીઓ વચ્ચે પણ બોલાચાલી થવાનાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. ત્યારે હવે શાક માર્કેટની બહારની બાજુએ ફ્રુટની લારીઓ વધુ પ્રમાણમાં ઉભી રાખતા વેપારીઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણ થવા પામ્યુ હતું. તરસાલી વિસ્તારમાં આવેલી વસાહતોને 45થી વધુ વર્ષ થયાં છે. તરસાલી વિસ્તારમાં સુસેન તરસાલી રોડ પર શાકમાર્કેટ સહુથી જૂનું એક માત્ર શાક માર્કેટ છે. જેને પગલે આસપાસની 100 વધુ સોસાયટીઓના રહીશો ત્યાં શાકભાજી લેવા માટે આવતા હોય છે.ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. વહીવટી તંત્ર દ્વારા અહીં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે.ત્યારે અનેક વિવાદોને કારણે તરસાલી શાકમાર્કેટમાં બોલાચાલી સામાન્ય બની છે.
તાંજેતરમાં તરસાલી શાકમાર્કેટની બહારની બંને તરફ વિધર્મીઓ દ્વારા ફ્રૂટની લારીઓ ખડકી દેવામાં આવતા શાકભાજી લેવા આવતા રહીશોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉભી થઇ છે. જો ફ્રૂટની લારીઓવાળાને કઈ કહેવા જઈએ તો તેઓ ગાળાગાળી કરીને ઝઘડો કરી મારામારી કરે છે. ત્યારે આ મામલે રાષ્ટ્રીય રાજપૂત સેનાના કાર્યકર્તાઓએ આગળ આવીને તંત્રની આંખો ખોલવા માટે કમર કસી છે. થોડાદિવસ પહેલા વિધર્મીઓની 10 જેટલી લારીઓ ઉભી રહેતી હતી.હવે 25 જેટલી ફ્રુટની લારીઓ વિધર્મીઓ દ્વારા ખડકી દેવામાં આવતા શાક ખરીદવા આવનાર ગ્રાહકે લારીઓને કારણે આવવા જવાની જગ્યા ન રહેતા પડતી મુશ્કેલી અંગે લારી ધારકોને જણાવ્યું હતું.
ત્યારે વિધર્મી લારીવાળાએ તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરીને ઝઘડો કર્યો હતો. ત્યારે રાષ્ટ્રીય રાજપૂત સેના હવે આગળ આવીને વિધર્મીઓ દ્વારા ફ્રુટ સહિતની લારીઓ વધતા આ અંગે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું હતું કે વિધર્મીઓ દ્વારા આ એક ઓરજરનું ન્યૂસન્સ ઉભું કરાયું છે.જે ટ્રાફિક અડચણરૂપ થાય છે.તેમજ તેમની લારીઓ વધતા તેમની દાદાગીરીઓ વધી રહી છે. જેને કાબુમાં લેવી જરૂરી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.