નડિયાદ: નડિયાદ કિડની હોસ્પિટલના નામે જાણીતી MPUH (મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ) વર્ષ 1978થી કાર્યરત છે. ભારતની સર્વપ્રથમ સિંગલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દેશ-વિદેશના કિડની રોગથી પીડિત દર્દીઓ પોતાની બિમારીના ઇલાજ માટે અહીં આવે છે. ત્યારે આ હોસ્પિટલ દ્વારા હવે પોતાના નવા એક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી નવો એકમ ખુલ્લો મુકવા માટે સંકલ્પ કરાયો છે. આજના આધુનિક યુગમાં મેડિકલ સાયન્સ રોજ નવી ઊંચાઇ પ્રાપ્ત કરી રહ્યુ છે, ત્યારે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરેક વર્ગના દર્દી સુધી ઉત્તમ સારવાર પહોંચે એ ઉદ્દેશ સાથે MPUH 250 બેડની નવી હોસ્પીટલ લોન્ચ કરવા જઇ રહ્યું છે.
150 કરોડના માતબર રકમથી આ નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. 250 બેડની સુવિધા સાથે વધારેમાં વધારે દર્દીઓની સારવાર શક્ય બનશે. આ નવી ક્ષમતા સાથેની હોસ્પિટલ 2 વર્ષમાં કાર્યરત થશે. MUPH એક નોન પ્રોફિટેબલ હોસ્પીટલ છે અને આ નવા પ્રોજેક્ટ સાથે મધ્યમ તથા ગરીબ વર્ગના વધારેમાં વધારે દર્દીઓ સુધી ઓછા ખર્ચે ઉચ્ચતમ ગુણવત્તા વાળી સારવાર પહોંચે તે સૌથી મોટો હેતુ છે. હાલ કાર્યરત નડિયાદ સેન્ટરનું બાંધકામ સાલ 1978માં એ સમયના સંસાધનોને અનુરૂપને બનાવવમાં આવ્યું હતું. સમય સાથે નવી ટેક્નોલોજીને ધ્યાનમાં રાખતા નવા સેન્ટરમાં દર્દીઓને આપી રહેલી સેવાઓમાં હજી ફેરફાર કરાશે અને હોસ્પિટલને લગતા ઇન્ડેક્ષન ફેલાવાની સંભાવના પણ નહીવત હશે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખી નવી હોસ્પિટલનું બાંધકામ પણ નજીકના જ વિસ્તારમાં શરૂ થશે.
MPUHના અનુભવી ડોક્ટર્સની ટીમ વિશ્વમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રખ્યાત છે, દેશ-વિદેશમાં મળી અત્યાર સુધી 3500 કરતાં પણ વધારે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારી આ સંસ્થાનું ડાયાલીસીસ યુનિટ ગુજરાતનું સૌથી મોટ ડાયાલીસીસ યુનિટ છે. જેમાં 4 લાખથી વધુ ડાયાલીસીસ થઇ ચુક્યા છે. ભારતમાં સર્વપ્રથમ રોબોટીકર્જરીની ટેક્નોલોજી લાવીને 1500 થી વધારે સફળ રોબોટીક સર્જરી કરી છે. આ ઉપરાંત પથરી, પ્રોસ્ટ્રેટ, ડાયાબિટીસથી થતા કિડની રોગ, બાળકોમાં થતા કિડની રોગ તેમજ આ ક્ષેત્ર ને લગતી બધી બીમારીનું એક જ જગ્યા પર નિદાન મળે છે. MPUH વિશ્વભરમાં યુરોલોજી અને નેફ્રોલોજી માટેની એક સમર્પિત હોસ્પીટલ છે. જે લગભગ 4 દાયકાથી પણ વધારે સમયનો ધરાવે છે, જેથી નડિયાદ સેંટર ખુબ જટિલ અને ગંભીર બીમારીના કેસ પણ આવે છે અને આવા કેસ નો યોગ્ય ઇલાજ કરવામાં MPUHનુ નામ મોખરે છે.