વડોદરા : શહેરના સ્મશાનોમાં મોડેલ ગણાતા ખાસવાડી સ્મશાનની હાલત દયનીય બની ગઈ છે. સારસંભાળના અભાવે સ્મશાનમાં સુવિધા માટે ઊભા કરાયેલા બાંકડા અને પંખા તૂટી ગયા છે. જ્યારે સ્મશાનની શોભા વધારતો ફુવારો ગંદકીથી ખદબદી રહ્ના છે. આ અંગે સામાજિક કાર્યકરે તંત્ર વિરૂદ્ધ આક્રોશ સાથે સ્મશાનની વાસ્તવિક્તા દર્શાવી છે.
શહેરના સ્મશાનગૃહોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સેવાસદનના સત્તાધીશો ઉણા ઉતરી રહ્ના છે. પાણી-ખાડા વગેરે મુદ્દે મોરચો લાવીને બૂમો પાડે ત્યારે જ જાગવાની આદત ધરાવતાં સત્તાધીશોના નસીબે મૃતકના પરિવારજનો દ્વારા અગવડના મુદ્દે ક્યારેય મોરચો નીકળતો નથી. જેને પગલે સ્મશાનગૃહોની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે.
ખાસવાડી જેવા અદ્યતન ગણાતા મુક્તિ ધામની હાલત સારી રહી નથી. વડોદરા શહેરના સ્મશાન ગૃહોમાં મોડેલ મનાતા ખાસવાડી સ્મશાનગૃહમાં સારસંભાળના ધાંધિયાની સાથોસાથ રખડતા જાનવરોનો પેચીદો પ્ર ‘ ઉભો થયો છે. સ્મશાનમાં કૂતરા અને ભૂંડ રખડી રહ્ના છે.ખાસવાડી સ્મશાનમાં બેસવાની સુવિધા માટે મૂકાયેલા બાંકડા તૂટી ગયા છે.
છત ઉપર પંખા તો લગાવ્યા છે, પરંતુ, પાંખો નથી. સ્મશાનની શોભા વધારવા ફુવારો મૂકવામાં આવ્યો હતો, જે હાલ ગંદકીથી ખદબદી રહ્ના છે અને લાખો રૂપિયાનો વેડફાટ થતો હોય તેમ લાગી રહ્નાં છે. આમ ખાસવાડી સ્મશાનની જાળવણી કરવામાં પણ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીની વાતો માત્ર કાગળ ઉપરના ઘોડા સમાન છે.
વડોદરા મહાનગરપાલિકાના ખાડે ગયેલા તંત્ર દ્વારા લાખોના ખર્ચે ખાસવાડી સ્મશાન તૈયાર કરવામાં આવ્યું હતું અને આ સ્મશાનને વડોદરાનું મોડલ ગણાવ્યું હતું, પરંતુ, આ સ્મશાનની કોઇ કાળજી રાખવામાં ન આવતા સ્મશાનની હાલત કફોડી બની ગઇ છે. જો આ સ્મશાનની કાળજી રાખવામાં નહીં આવે તો યુ.પી. ગાજીયાબાદમા બનેલી ગોઝારી ઘટના બને તો નવાઈ નહીં.