નવી દિલ્હી: કોમેડિયન (Comedian) કપિલ શર્મા (Kapil Sharma) આ દિવસોમાં પોતાની ફિલ્મ ઝ્વીગાટોને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે કપિલ લાંબા સમય બાદ ફિલ્મી પડદે પરત ફરી રહ્યો છે. પોતાની કોમેડીથી હંમેશા દર્શકોને હસાવનાર કપિલે શર્માએ એક શો મન મૂકીને વાતો કરી હતી. આ દરમિયાન તેણે પોતાની કારકિર્દી અને જીવનના અંધકારમય સમય વિશે જણાવ્યું. કપિલે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેને જીવનમાં કોઈ રસ રહ્યો નહોતો અને તે જીવનનો અંત લાવવાનું વિચારતો હતો.
કપિલ જીવન ટૂંકાવવા વિશે વિચારતો હતો?
કોમેડિયન કપિલ શર્મા એક ખાનગી શો દરમિયાન ઘણી ફની વાતો શેર કરતો જોવા મળશે. આ દરમિયાન તે તેની કારકિર્દીના મુશ્કેલ સમય અને તેના જીવનના કાળા દિવસો વિશે ચર્ચા કરી હતી. પ્રોમો વીડિયોમાં બંને વાત કરતા જોઈ શકાય છે. એન્કરે કપિલ શર્માને પૂછ્યું કે શું તમે ક્યારેય જીવનનો અંત લાવવા વિશે વિચાર્યું છે?
પોતાના જીવનના કપરાં સમયને યાદ કરતા કપિલે કહ્યું, “સર, હું જેની વાત કરી રહ્યો છું, તે સમય મુશ્કેલ હતો. હા મેં એવું વિચાર્યું હતું. મને લાગતું હતું કે મારું કોઈ નથી. કોઈ મને સમજતું નથી, કાળજી લેનારું કોઈ નથી. હું એ પણ સમજી શકતો નહોતો કે આસપાસના લોકો કોઈ સ્વાર્થના લીધે મારી સાથે જોડાયેલા છે. ખાસ કરીને કલાકારો.
કપિલ શર્મા ડિપ્રેશનમાં હતો
જો તમે કપિલ શર્મા વિશે જાણો છો, તો તમને ખબર હશે કે કોમેડિયનના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તે ડિપ્રેશનમાં હતો. આ શોમાં કોમેડિયન સાથે વાત કરતા એન્કર જાણવાની કોશિશ કરે છે, કે જીવનના મુશ્કેલ સમયમાં કપિલનો અનુભવ કેવો રહ્યો હતો. શું તમે સ્ટારડમને સંભાળવામાં અસમર્થ બન્યા હતા?’ કપિલ શર્માએ શોમાં ખુલ્લા મનથી પોતાના જીવનના દરેક પાસાં, પ્રસંગોને રજૂ કર્યા હતા. તે ઉપરાંત કપિલ શર્માએ પોતાની મિડલ ક્લાસની આદતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધ કપિલ શર્મા શો વિશે મજાક કરીને વાતાવરણ હળવું બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.