Entertainment

કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીને લીલી ઝંડી, વિવાદો બાદ આખરે આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ તેની રિલીઝને લઈને છેલ્લા ઘણા અઠવાડિયાથી હેડલાઇન્સમાં છે. કંગના રનૌતની આ ફિલ્મ સેન્સર બોર્ડમાં ફસાઈ ગઈ હતી. સેન્સ બોર્ડે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સેન્સર બોર્ડે ગુરુવારે આ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે. હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. ટૂંક સમયમાં આ અંગેની તારીખ પણ જાહેર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કંગના રનૌતે પોતે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. કંગનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સેન્સર બોર્ડે અમારી ફિલ્મને પાસ કરી દીધી છે. હવે ટૂંક સમયમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અમે ટૂંક સમયમાં તેની રિલીઝ તારીખ પણ તમારી સાથે શેર કરીશું. અમને ટેકો આપવા બદલ દરેકનો આભાર. કંગનાની આ પોસ્ટ બાદ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. મેકર્સ ટૂંક સમયમાં તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવાના છે.

જણાવી દઈએ કે કંગના રનૌત અભિનીત આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત આ ફિલ્મનો વિરોધ થયો હતો. ઘણા શીખ સમુદાયોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ઉપરાંત હરિયાણાની ચૂંટણી પહેલા આ ફિલ્મની રિલીઝ પર ઘણા જોખમો તોળાઈ રહ્યા હતા. આ તમામ વિવાદોને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી આ ફિલ્મ લાંબા સમય સુધી સેન્સર બોર્ડમાં અટવાયેલી રહી. હવે આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે અને તે ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.

Most Popular

To Top