વડોદરા : શહેરની મકરપુરા પોલીસ સ્ટેશની હદમાં આવતા મુજાર ગામડી ગામની સીમમાં એકતરફી પ્રેમી કલ્પેશ તૃષાને બેહરેમીપુર્વક મોતને ઘાત ઉતારતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે તે ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે હત્યાના બનાવને લઈ વધુ તપાસ કરવા આરોપીને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. એકતરફી પ્રેમમાં પાગલ થયેલો કલ્પેશ જયંતિભાઈ ઠાકોર(ઉ.વ.)(રહે, પંચશીલ નગર માણેજા)એ તૃષાને મળવા બોલાવી બેહરેમીપુર્વક પાળીયાના ઉપરા-છાપરી 6થી7 ઘા ઝીંકી મોતના ઘાત ઉતારી દિધી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે આરોપીની વધુ પુછપરછ અને બનાવને લઈ તપાસ માટે પોલીસે કલ્પેશને કોર્ટમાં રજુ કરી આરોપીની કોલ ડીટેલ્સની તપાસ અને અન્ય કોઈ આ ગુના સંડોવાયેલું છે કે કેમ? તૃષાની એક્ટીવાની ચાવી રીકરવર કરવા, બનાવનું રીકન્ટ્રકશન પંચનામું કરવા વગેરે જેવા મુદ્દાએ કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. જેની સામે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
પોલીસે બે ટીમો બનાવી, “તૃષાની મોપેડ મળતા કલ્પેશ સુધી પહોંચી શકી”
મુજાર ગામડી ગામની સીમમાં હત્યા થઈ હોવાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક પોલીસ માટે મૃતદેહની ઓળખ કરવી જરૂરી હતી. જેને લઈ સ્થળ પર હાજર પોલીસે બે ટીમો બનાવી, હાઈવે નજીક હોવાથી એક ટીમને જમણી બાજુ તથા અન્યને ડાબી બાજુ કોઈ વાહન મળી આવે તેની શોધામાં લગાવામાં આવી હતી. ત્યારે પોલીસેને ત્યાં અનેક વાહનો મળ્યા પરંતુ એક શંકાસ્પદ મોપેડ નજરે પડ્યું જે બનાવના સ્થળથી ફક્ત 500 મીટર નજીક હતું. પોલીસે તાત્કાલીક તે મોપેડના નંબર વડે એડ્રેસ મેળવ્યું અને તે સ્થળ પર પહોંચી. જે એડ્રેસ તૃષાના મામાના ઘરનું હતું. મોપેડ તૃષાના મામાના નામે હતી. પરંતુ તેનું એડ્રેસ મામાના ઘરનું હતું. પોલીસને મૃતદેહની ઓળખ થઈ ગઈ હતી. ત્યારે હવે આરોપી સુધી પહોંચવા કડીઓ જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે ત્યારબાદ તૃષાના મિત્રવર્તુળની ઓળખ કરી પુછપરછ હાથ ધરી જેમાં 12 જેટલા મિત્રોની પુછપરછ કરતા, સાગર તથા કલ્પેશનું નામ બહાર આવતા પોલીસને એક નવી કડી હાથ લાગે છે. સાગર ગોધરાનો છે. જે ઘણા સમયથી તૃષાના સંપર્કમાં હતો. દક્ષેશની પણ પોલીસ પુછપરછ કરે છે. જોકે આખ્ખી ઘટનાનો ભેદ ઉકેલ્વા ફક્ત દક્ષેશનું નીવેદન મદદરૂપ થાય છે. દક્ષેશ જણાવે છે કે, કલ્પેશ મને કામ છે તેમ કહી હાઈવે પર સાથે લઈ ગયો હતો. પોલીસને એકબાદ એક મળતી કડીઓ કલ્પેશ તરફ ઈશારા કરે છે. જેથી પોલીસે કલ્પેશ સુધી પહોંચી પુછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાય જાય છે.
કલ્પેશે વેલેન્ટાઈન ડે ના આગલા દિવસે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો
કલ્પેશ અવાનવાર તૃષાને ઈમોશનલ બ્લેકમેલ કરતો હતો. અને આપઘાત કરવાની ધમકીઓ પણ આપતો રહેતો હતો. ત્યારે કલ્પેશે તેના ઘરે જ ગત તા.13 ફેબ્રુઆરીએ વધુ માત્રામાં ડોલો દવાઓ પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેના પરિવારજનો સમયસર સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા તેનો જીવ બચી ગયો હતો.
બીજા દિવસે પોલીસને તૃષાના ક્લાસીસની બેગ મળી
તૃષા તેના ક્લાસીસ પતાવી કલ્પેશને મળવા આવી હતી. જોકે આ દરમિયાન કલ્પેશે તૃષાની હત્યા કરવા પાળીયું બહાર કાઢી તેના ઘા ઝીંક્યા હતા. ત્યારે તૃષા તેનો બચાવ કરવા તેનું બેગ ફેંકી દુર ભાગી હતી. પરંતુ કલ્પેશે તેનું બહેરેમીપુર્વક હત્યા કરી નાખી હતી.
પોતાનું લોહી જોઈ કલ્પેશ બેહોશ થઈ ગયો હતો
એફએસએલ વગેરેની તપાસ માટે કલ્પેશના લોહી સેમ્પલ લેવામાં આવ્યા હતા. લોહી લેતા-લેતા કલ્પેશ તેનું પોતાનું જ લોહી જોઈ બેહોશ થઈ ગયો હતો. પરંતુ આવેશમાં આવી હત્યા કરતા લોહીના અનેક છાંટા તેની ઉપર ઉડ્યા હતા. દરમિયાન વગર કોઈ દરે હત્યા કરી કલ્પેશ સ્થળ પરથી ભાગી ગયો હતો અને ઘરે પહોંચી પોતાના લોહીવાળા કપડા ધોઇ સૂઇ ગયો હતો.