Dakshin Gujarat

નેત્રંગમાં તલાટી કમ મંત્રીના શર્ટના કોલર પકડી વાળ ખેંચી, ગળું દબાવીને મારી નાંખવાની કોશિશ

નેત્રંગ: નેત્રંગ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી (Development Officer) તેમજ મામલતદારને આવેદનપત્ર (Application form) પાઠવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે, તા.૧૪-૦૨-૨૦૨૨ના રોજ ઝઘડિયાના ઉચ્છલ દુ:હરિપુરા તથા ઇનચાર્જ કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને ઝઘડિયા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઇન્સ્પેક્ટર તુષાર વસાવા (Inspector Tushar Vasava) દ્વારા રેવન્યુ પ્રકરણ અંગે ત.ક.મંત્રી સેજા ઉપરાંતના ઇનચાર્જ (In charge) કપાટ ગામે પ્રકરણ સંબંધે ત.ક.મંત્રીના રેગ્યુલર ઉપરાંત ઇનચાર્જ ગામે હાજર (Present) રહેવા તા.૧૪-૦૨-૨૦૨૨ના રોજ ફક્ત ટેલિફોનિક સૂચનાથી (Telephonic instruction) હાજર રહેવા જણાવ્યું હતું. આ અંગે તલાટી કમ મંત્રી દ્વારા પોતાના સેજાના રેગ્યુલર ગામના કામ અંગે રોકાય જતાં સહેજ મોડું થતાં સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ઉશ્કેરાઇ જઇ કેમ મોડા આવ્યા છે. કામ ન થતું હોય તો નોકરીમાંથી રાજીનામું આપી દો. હું તારી વિરુદ્ધ લખીશ તો નોકરીમાંથી રખડી જશે કહી ગેરવર્ણતૂક કરી હતી. ઉપરાંત પંચોની સહી વગર રૂબરૂ ત.ક.મંત્રીના સહી સિક્કા કરવાની ના પાડતાં સર્કલ ઇન્સ્પેક્ટરે ઉશ્કેરાટમાં આવી તલાટી કમ મંત્રીના શર્ટના કોલર પકડી વાળ ખેંચી, ગળું દબાવીને મારી નાંખવાની કોશિશ કરતાં ખુરશી પરથી પાડી નાંખ્યા હતા. તેમજ શર્ટ ફાડી નાંખ્યું હતું. આ ઘટનાના પડઘા તલાટીઓમાં પડતાં જિલ્લા તલાટીમંડળથી લઇને તાલુકાના તલાટીમંડળોએ તાલુકા મથકો પર ટીડીઓ તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાતાં આ બનાવનો વિરોધ નેત્રંગ તાલુકા તલાટીમંડળે પણ કર્યો છે. અને નેત્રંગ તાલુકા ટીડીઓ તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદાર સર્કલ ઇન્સ્પેક્ટર સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

Most Popular

To Top