National

જમ્મુ-કાશ્મીર: નેશનલ હાઈવે પર મુસાફરો ભરેલી બસ પલટી જતા 4ના મોત

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં શનિવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર બસ પલટી જતાં 4 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ અનેક મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ જાણા મળ્યું છે. અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાઈવે પર અકસ્માત સર્જાતા હોબાળો મચી ગયો હતો.

પોલીસને પણ આ ઘટના અંગે જાણ થતા બચાવ કાર્ય માટે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને બચાવકાર્ય શરૂ કર્યું હતું. બસમાં ફસાયેલા કેટલાક મુસાફરકોને ભારે જહેમત બાદ બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ઘણા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અધિકારીએ જણાવ્યું કે ત્રણ ઘાયલો હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્યનું SDH પમ્પોરમાં મોત થયું હતું. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પુલવામાં રોજ આતંકવાદીઓ સાથે સુરક્ષાદળોની અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. શનિવારે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે પુલવામામાં અથડામણ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

એન્કાઉન્ટર અંગે કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર પુલવામાના મિત્રગામ વિસ્તારમાં શરૂ થયું હતું. પોલીસ અને સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. દરેક વસ્તુ પર નજર રાખવામાં આવી રહી છે. આ પહેલા 28 ફેબ્રુઆરીએ આતંકીઓએ પુલવામામાં એક કાશ્મીરી પંડિતને નિશાન બનાવ્યો હતો. કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યાના બે દિવસ બાદ અવંતીપોરામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના ADGP વિજય કુમારે કહ્યું હતું કે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કાશ્મીરી પંડિત સંજય શર્માના હત્યારા તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું કે અવંતીપોરા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ટીઆરએફ કમાન્ડર આકિબ મુશ્તાક ભટ તરીકે થઈ છે. આકિબ મલંગપોરાનો રહેવાસી હતો. આકિબ શરૂઆતમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરતો હતો. આ પછી તે TRF સાથે જોડાયેલો હતો. જ્યારે અન્ય આતંકવાદીની ઓળખ એજાઝ અહેમદ ભટ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે દિવંગત સંજય શર્માના હત્યારાનો ખાત્મો થઈ ગયો છે.

Most Popular

To Top