World

ઇરાનમાં એકસાથે 51 લોકોને સજા એ મોતનું એલાન: પથ્થરો મારી મોતને ઘાટ ઉતારશે

ઈરાન: ઈરાન (Iran) એક ઈસ્લામિક દેશ છે. અહીં શરિયા કાયદા હેઠળ ગુનાને સજા આપવામાં આવે છે. ઇસ્લામિક ન્યાયાધીશો વ્યાભિચાર (Adultery) પ્રત્યે સરળ મૃત્યુદંડ ન આપવાનો અભિગમ અપનાવે છે. જો કે કુરાનમાં (Quran) વ્યભિચારને ગંભીર પાપ ગણવામાં આવ્યું છે. તેમ છતાં ઇરાનમાં વ્યભિચારની પ્રથા યથાવત છે.

ઈરાનમાં જ્યારે કોઇ પતિ અન્ય સ્ત્રી સાથે અને કોઇ પત્ની અન્ય પુરૂષ સાથે આડાસંબંધ ધરાવે છે ત્યારે તેમને એક અલગ પ્રકારની સજા આપવામાં આવે છે. આ ગુનો કરવા બદલ શરિયા કાયદા હેઠળ 51 લોકોને મોતની (Death) સજા ફટકારવામાં આવી છે. કુલ 23 મહિલાઓ અને 28 પુરૂષો આ ગંભીર સજાની રાહ જોઈ રહ્યા છે. તેમાંથી ઘણા એવા છે કે તેમની ઉંમર 20-30 વર્ષની વચ્ચે છે. ઈરાનમાં માનવાધિકાર હનન સંબંધિત ગુપ્ત દસ્તાવેજો લીક થયા બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. ત્યાર બાદ ઈરાન આ લોકોને સરળ મૃત્યુ ન આપવા માટે મક્કમ છે. આ લોકોને પથ્થર મારીને મૃત્યુદંડ આપવામાં આવશે.

આ રીતે આપવામાં આવે છે સજા
કાયદા અનુસાર સજા પામેલા લોકોને પહેલા કપડામાં લપેટી દેવામાં આવશે અને પછી તેમને કમર સુધી રેતીમાં દાટી દેવામાં આવશે. તેમજ કમરનો ઉપરનો ભાગ માટીની ઉપર રહે છે. ત્યારબાદ પીડિતનું મૃત્યુ ન થાય ત્યાં સુધી તેમને પથ્થરોથી મારવામાં આવે છે. જો કે મૃત્યુદંડની સજા પામેલાઓ માટે કોઈ નિશ્ચિત તારીખ હોતી નથી.

ઈરાનમાં સૌથી વધુ મૃત્યુદંડ આપવામાં આવે છે
શરિયા કાયદા હેઠળ આપવામાં આવતી આ પ્રકારની સજામાં ઘણી વખત પીડિતો લાંબા સમય સુધી મૃત્યુની રાહ જોતા હોય છે. કારણ કે કોઈ નિશ્ચિત તારીખ ન હોવાથી તેમનામાં હંમેશા ડર રહે છે. તેમને તેમના મૃત્યુની તારીખ ત્યારે જ ખબર પડે છે જ્યારે જલ્લાદ તેમને લઈ જવા આવે છે. મૃત્યુદંડની સજા પામેલાઓમાં ઈરાનને સૌથી આગળ ગણવામાં આવે છે. મૃત્યુદંડની સજા આપનારા દેશોમાં ઈરાન ટોચ પર છે. વર્ષ 2021માં 314 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી જ્યારે 2020માં 246 લોકોને મોતની સજા આપવામાં આવી હતી.

Most Popular

To Top