નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ના પ્લેઓફને લઈને મહત્વની માહિતી સામે આવી છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે આ સિઝનના પ્લેઓફ કોલકત્તા (Kolakata) અને અમદાવાદમાં (Ahemdabad) રમાશે. જ્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જ્યાં એક લાખથી વધુ લોકોના બેસવાની વ્યવસ્થા છે.
- વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ
- IPL 2022 ના પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં યોજાશે
- BCCI સેક્રેટરી જય શાહ શેન વોર્નના નાના ભાઈને મળ્યા
IPL 2022 ના પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં યાજાશે
BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું છે કે IPL 2022 ના પ્લેઓફ કોલકાતા અને અમદાવાદમાં યોજાશે. મેગા ફાઇનલ 29 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ક્વોલિફાયર 2 પણ યોજાવાની છે. આ સાથે ક્વોલિફાયર 1 અને એલિમિનેટર કોલકત્તાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે, જે 24-25 મેના રોજ યોજાશે.
મહિલા ટી-20ની તારીખ જાહેર
જય શાહે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ફરી મહિલા ટી-20 ચેલેન્જ પણ શરૂ થઈ રહી છે, જે પુણેમાં યોજાવાની છે. પહેલા એવી માહિતી હતી કે તે લખનૌમાં હશે, પરંતુ હવે તેનું સ્થળ બદલવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 23 થી 26 મે સુધી ચાલશે જ્યારે ફાઈનલ 28 મેના રોજ યોજાશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં એક લાખથી વધુ લોકોને મેચને નિહાળવાનો મોકો મશે.
કોરોના મહામારીને કારણે સમગ્ર આઈપીએલનું આયોજન મુંબઈ-પુણેમાં કરવામાં આવ્યું
આ વખતે કોરોનાના કારણે સમગ્ર આઈપીએલનું આયોજન મુંબઈ-પુણેમાં કરવામાં આવ્યું છે. પ્લેઓફનું આયોજન પણ અલગ-અલગ મેદાન પર કરવામાં આવ્યું છે. આ માટે કોલકત્તા અને અમદાવાદની પસંદગી કરવામાં આવી છે, જે દેશના સૌથી મોટા સ્ટેડિયમ છે. મળતી માહિતી મુજબ પ્લેઓફ માટે, BCCI નિયમોમાં રાહત આપશે અને દર્શકોને પણ મેચ નિહાળવા પરના તમામ પ્રતિબંઘો હટાવી દેવામાં આવ્યાં છે.
BCCI સેક્રેટરી જય શાહ શેન વોર્નના નાના ભાઈને મળ્યા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરીએ સુપ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર શેન વોર્નના નાના ભાઈ જેસન વોર્ન સાથે મુલાકાત કરી અને વિશ્વ ક્રિકેટ, ખાસ કરીને IPLમાં વોર્નીના યોગદાનને યાદ કર્યું હતું.