National

અગ્નિપથના વિરોધમાં આજે ભારત બંધ: યુપી, બિહાર, ઝારખંડમાં શાળા-કોલેજો બંધ

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી અગ્નિપથ (Agneepath) યોજનાને (Yojana) લઈને વિરોધ થઈ રહ્યો છે. યુવાનો આ યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતરી હિંસા કરી રહ્યા છે. બિહારમાં (Bihar) આ યોજનાનો વિરોધ સૌથી વધુ થઈ રહ્યો છે. બિહાર સહિત અનેક રાજ્યોમાં ટ્રેન અને વાહનો સળગાવી યુવાનો રોષ પ્રક્ટ કરી રહ્યાં છે. ત્યારે આજે સોમવારે તા. 20 જૂન 2022ના રોજ ઘણાં સંગઠનો દ્વારા ભારત બંધનું (India closure) એલાન (Announced) કરવામાં આવ્યું છે. તેથી સરકારે RPF અને GRPને એલર્ટ મોડ પર રાખી હિંસાવાળા સ્થળે તેનાત કરી દેવામાં આવી છે. તેમજ હિંસાને ઉશકેરનાર અને તોફાનીઓ પર ગંભીર કલમો હેઠળ કેસ નોંધવાના આદેશો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ભારતીય સેના અને ભારતીય રક્ષા મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું હતું કે આ યોજનાને પરત ખેંચવામાં આવશે નહીં. તેથી આજે સમગ્ર ભારતમાં યોજનાનો વિરોધ થઈ રહ્યો છે.

અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણાં રાજયોમાં હિંસાનો માહોલ દેખાઈ રહ્યો છે, જ્યાં યુવા વિદ્યાર્થીઓ ટ્રેન અને અન્ય વાહનો સળગાવી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. સરકાર તરફથી રવિવારે આ યોજનાને લગતા તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. તેમ છતાં બિહાર, દિલ્હી જેવા શહેરોમાં પ્રદર્શન થઈ રહ્યા છે. સરકારની આ યોજનાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી પણ પોતાનો વિરોધ નોંધાવી રહી છે. તો બીજી તરફ મહિન્દ્રા ગ્રુપના CEO આનંદ મહિન્દ્રાએ આ હિંસા અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના ગ્રુપમાં અગ્નિવીરોને તક આપશે.

અગ્નિપથ યોજનાના વિરોધમાં કોંગ્રેસનું પણ ભારત બંધને સમર્થન
આ યોજનાના વિરોધમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષોએ પણ વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ આજે ભારત બંધને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે આ યોજનાના વિરોધમાં આજે દેશભરમાં પ્રદર્શન કરવામાં આવશે.

ભારત બંધના એલાનના કારણે ઘણાં રાજ્યોમાં સ્કૂલ-ઓફિસ બંધ
અગ્નિપથ યોજનાનો વિરોધ સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે. બિહાર, ઝારખંડ, યુપી સહિત અનેક રાજ્યોમાં શાળા-ઓફિસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઝારખંડના શાળા શિક્ષણ અને સાક્ષરતાએ માહિતી આપી કે 20 જૂને ભારત બંધને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ રહેશે. આ નિર્ણય સાવચેતીના ભાગરુપે લેવામાં આવ્યો છે. બિહાર અને યુપીમાં પણ ભારત બંધના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની તમામ ખાનગી શાળા તેમજ કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય બિહારમાં સોમવારે યોજાનારો સીએમ નીતીશ કુમારનો જનતા દરબાર પણ રદ કરવામાં આવ્યો છે.

વિરોધ પ્રદર્શનના કારણે ટ્રેનો રદ્દ
અગ્નિપથ યોજનાના જાહેર વિરોધપ્રદર્શનના કારણે પૂર્વી રેલવેએ કોલકાતા અને બંગાળનાં અન્ય ક્ષેત્રોને જોડનારી દરેક ટ્રેનને રદ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ મહારાષ્ટ્રના બાંદ્રા અને ગુજરાતના અમદાવાદથી બિહાર આવનારી તમામ ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોનો રૂટ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે.

મહિન્દ્રા ગ્રુપે ટ્વીટ કરી અગ્નિવીરોને તક આપવાની જાહેરાત કરી
દેશભરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે કારણે સેનામાં યુવાઓ 4 વર્ષ પોતાનું યોગદાન આપશે અને ત્યાર બાદ તેઓ અન્ય કોઈ ફિલ્ડમાં નોકરી કરશે. યુવાઓને ડર સતાવી રહ્યો છે કે 4 વર્ષ બાદ તેમના ભવિષ્યનું શું થશે. 4 વર્ષ બાદ તેઓ શું કરશે. ત્યારે સરકારે અગ્નિવીરોને 4 વર્ષ સેનામાં સેવા આપ્યા બાદ તેઓ કોઈ પણ સરકારી નોકરીમાં કે અન્ય કોઈ નોકરીમાં અગ્નિવીરોને તક આપશે. ત્યારે મહિન્દ્રા ગ્રુપે પણ અગ્નિવીરોને તક આપવાની જાહેરાત કરી છે. મહિન્દ્રા ગ્રુપના CEO આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે અગ્નિપથ યોજનાને લઈને થયેલી હિંસાથી હું દુ:ખી છું. અગ્નિવીરો દ્વારા હાંસલ કરવામાં આવેલાં અનુશાસન અને કૌશલ્ય તેમને પ્રમુખ રૂપથી રોજગાર યોગ્ય બનાવશે. મહિન્દ્રા પોતાના ગ્રુપમાં અગ્નિવીરોને તક આપશે.

Most Popular

To Top