આઝાદીના અમૃત મહોત્સવ રંગે ચંગે આપણે મનાવી રહ્યા છે ત્યારે અમેરિકન પિન્ક ટેન્ક ફ્રીડમ હાઉસે પાંચ વર્ષ સુધી ભારતનું રેટિંગ ઘટાડયા પછી ગા વર્ષે તેને આંશિક રીતે સ્વતંત્ર લોકશાહીની શ્રેણીમાં મૂકયું. જોકે ભારતને કોઇ એક કથાનક સંપૂર્ણ પરિભાષિત કરી શકે નહી. મોદી અને શાહની રણનીતિ ગમે તેવી હોય તેમની કાર્યશૈલી અને તેમનો રાજકીય રેકોર્ડ લોકતાંત્રિક છે. તેઓ સામાન્ય પૃષ્ઠ ભૂમિમાંથી બહાર આવેલા એવા નેતા છે અને તેમને સતત કામ કરતા એવા નેતાની જેમ જોવામાં આવે છે. જેમને ભ્રષ્ટાચાર સ્પર્શી શકયો નથી. આજે ભાજપા એક માત્ર એવી પાર્ટી છે જેની વિચારધારામાં નિરંતરતા છે. જયારથી મોદી વડાપ્રધાન થયા ત્યારથી ભારત વિરોધી પરિબળો સક્રિય થતા ગયા છે પણ એઓને ચાલ મળતી નથી એટલા કૃથાગ્રપણે દેશને આજે પ્રગતિના પંથે હરણફાળ ભરતું આવ્યું છે.
ગંગાધરા – જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.