સુરત (Surat) : સુરત શહેરના ઉમરવાડા નહેરુ નગર ખાતે રહેતી એક માતા (Mother) અને પુત્રીએ (Daughter) જિંદગીથી (Life) કંટાળી જઈ આજે સોમવારે તા. 9 જાન્યુઆરી 2023ના રોજ સવારે મક્કાઈ પુલ તાપી નદીમાં (Tapi River) કૂદકો મારવા ગયા હતા. જ્યાં 22 વર્ષની પરિણીતાએ તાપી નદીમાં ભૂસ્કો (Jump From Bridge) મારી જીવન ટૂંકાવી લીધું હતું, પરંતુ તેની માતા બચી ગઈ હતી. દીકરીની પાછળ માતા પણ નદીમાં કૂદકો મારવા જઈ રહી હતી ત્યારે પુલ પરથી પસાર થતા લોકો અને ફાયર બ્રિગેડના (Fire Brigade) અધિકારી બળવંત ત્યાં પહોંચી ગયા હતા અને માતાને સમજાવી બચાવી લઈને રાંદેર પોલીસને સુપરત કરી હતી.
- ઉમરવાડાના નહેરૂનગરમાં રહેતા માતા-પુત્રીનું આત્યાંતિક પગલું
- 22 વર્ષની યુવતીએ બ્રિજ પરથી ભૂસ્કો મારી દેતા મોત
- ફાયર બ્રિગેડના અધિકારીએ માતાને સમજાવીને બચાવી લીધી
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમરવાડા નેહરૂ નગર ખાતે રૂબીના અકબર ખાન રહે છે. 22 વર્ષીય રૂબીનાના લગ્ન અનવર પરંતુ પહેલા રૂબીનાએ તાપી ખાન સાથે થયા હતા. અનવર ખાન ટેમ્પોચાલક છે. લગ્ન જીવન દરમિયાન તેઓને એક સંતાન છે. આજે સવારે 8.18 કલાકે માતા હમીદા અકબરખાન (45) અને 22 વર્ષની રૂબીના મક્કાઈ પુલ તાપી નદીમાં ભૂસ્કો મારી મોતને વ્હાલું કરવા માટે ગયા હતા. દીકરીએ નદીમાં ભૂસ્કો મારી જીવન ટુંકાવી લીધું હતું, જ્યારે માતાને બચાવી લેવાઈ હતી. આ ઘટના બની ત્યારે મક્કાઈ પુલ પરથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકો તથા ફાયર ઓફિસર બળવંતે માતા હમીદા તાપી નદીમાં ભૂસ્કો મારે તે પહેલા સમજાવીને બચાવી લઈ તેને રાંદેર પોલીસને સુપરત કરી દીધા હતા.
આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ઓફિસર બળવંતે નાવડી ઓવારા પાસેથી રૂબીનાને બહાર કાઢી 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે રૂબીનાને મૃત જાહેર કરી હતી. ફાયર ઓફિસર બળવંતે માતા હમીદાની પૂછપરછ કરતા તેઓ જિંદગીથી કંટાળી જઈ માતા-પુત્રીએ જીવન ટુંકાવી મોત વ્હાલું કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. રાંદેર પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતાની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. દીકરીનો મૃતદેહ પરિવારજનોને અંતિમક્રિયા માટે સોંપવામાં આવ્યો છે.