SURAT

સુરતમાં 14 વર્ષની હિન્દુ કિશોરીને વિધર્મી રૂમમાં લઈ ગયો, સોસાયટીના લોકોએ બચાવી લીધી નહીં તો…

સુરત : સચિનમાં માસુમ કિશોરીઓને ફસાવી વાસના સંતોષતા વિધર્મીઓની કરતૂતને પોલીસે સોસાયટીવાસીઓની જાગૃતતાથી ઉઘાડી પાડી એક કિશોરીને બચાવી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 14 વર્ષની કિશોરીને પ્રેમમાં ફસાવી હવસના પૂજારી વિધર્મીએ મિત્રના ઘરે બોલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે.

  • 14 વર્ષીય કિશોરીને સોસાયટીવાસીઓએ બચાવવા પોલીસ બોલાવી
  • પોલીસને રૂમમાંથી દારૂ-ગાંજો મળી આવ્યો
  • વિધર્મીએ રૂમમાં પહેલેથી 4-5 મિત્રો બોલાવ્યા હતા
  • પોલીસને વિધર્મીના મોબાઇલમાંથી ગંદા ફોટો-વિડીયો, અન્ય યુવતીઓના આધાર કાર્ડ, ફોટો, સહિતના પુરાવા મળ્યા
  • પોસ્કો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ

પોલીસે રૂમમાંથી વિધર્મી યુવક સહિત નશાકારક પ્રવાહી સહિતની વસ્તુઓ પણ મળી આવી હોવાની ચર્ચાઓ ઉઠી છે. પોલીસ તપાસમાં વિધર્મીના મોબાઇલમાંથી બીભત્સ વિડીયો અને અન્ય યુવતીઓના આધારકાર્ડ પણ મળી આવ્યા હોવાની વાત જાણવા મળી છે. જોકે હજી પોલીસે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સામાજિક કાર્યક્રતાએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે જ્યારે ખબર પડી અને સોસાયટીમાં દોડ્યા ત્યારે વિધર્મીએ રૂમમાં પહેલેથી 4-5 મિત્રો બોલાવી રાખ્યા હતા. પોલીસને રૂમમાંથી દારૂ-ગાંજો પણ મળી આવ્યો હોય એમ લાગે છે. પ્રેમજાળમાં ફસાવી વિધર્મીએ 14 વર્ષીય કિશોરીને બરબાદ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. હાલ કિશોરીના પરિવારે વિધર્મી વિરુદ્ધ પોસ્કો-દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ ચાલી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે, પોલીસને વિધર્મીના મોબાઇલમાંથી બીભત્સ વિડીયો પણ મળી આવ્યા હોય એવું જાણવા મળ્યું છે. અન્ય કિશોરી કે યુવતીઓ સાથેના ગંદા ફોટો વિડીયો પણ મળી આવ્યા હોય એમ કહી શકાય છે. અન્ય યુવતીઓના આધાર કાર્ડ અને ફોટો પણ મળી આવ્યા છે. સચિન પોલીસે વિધર્મી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં જણાવ્યું હતું કે, વિધર્મીઓ નશાનો પાવડર લઈ કિશોરીને ફસાવી વાસના સંતોષતા હોય એ વાત ને નકારી શકાય નહીં, વિધર્મી કરીયાણા સ્ટોર ચલાવી ગ્રાહક તરીકે આવતી કિશોરિઓને લલચાવી ફસાવી રહ્યા હોવાની શકા સ્પષ્ટ દેખાય છે. ઘરેથી નીકળેલી દીકરી બાબતે પોલીસે ફોન પર જાણ કરી ને કહ્યું તમારી દીકરી ને યુવક પકડાયા છે પોલીસ સ્ટેશન આવો ત્યારે હોંશ ઉડી ગયા હતા. તમામ હકીકત સાંભળ્યા બાદ હિન્દુ દીકરીઓ કેટલી સુરક્ષિત છે હવે એનો ખ્યાલ આવ્યો છે. બસ પોલીસ અમને ન્યાય આપે એવી જ માગ છે.

Most Popular

To Top