Gujarat

અરવલ્લી ભિલોડાના ભાજપના ધારાસભ્યના ઘરમાં ઘૂસી તેમની પત્નીને બંધક બનાવી લાખોની લૂંટ

અરવલ્લી: ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. હવે તો રાજ્યમાં ધારાસભ્યો પણ સુરક્ષિત નથી. રાજ્યના પૂર્વ એસપી અને ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરમાં ઘુસી તેમની પત્નીને બંધક બનાવી લાખોના દાગીના અને રોકડ રૂપિયાના લૂંટની સનસનીખેજ ઘટના બની છે. આ ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

અરવલ્લી જિલ્લામાં લૂંટની ચકચારી ઘટના બની છે. અહીં પૂર્વ એસપી અને ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરમાં લૂંટ થઈ છે. હથિયાર સાથે તેમના ઘરમાં ઘુસી જઈ લૂંટારાઓએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે. રાસભ્યના વાકટીંબા ગામના મકાનમાં આ લૂંટ થઈ છે. લૂંટની ઘટના બનતા જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. ઘટના બની ત્યારે ધારાસભ્ય ગાંધીનગર હતા તેઓ પણ વાકટીંબા પહોંચી ગયા છે. ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોતરાયા છે. લૂંટની તપાસ માટે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવાઈ રહી છે.

Most Popular

To Top