National

પૂંચ આતંકી હુમલામાં મોટો ખુલાસો, 5માંથી 3 આતંકીઓ હતા વિદેશી

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુંચ (Punch) જિલ્લામાં ગુરુવારે થયેલા આતંકી હુમલાના (Terrorist Attack) મામલામાં મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે આ હુમલો પાંચ આતંકીઓએ કર્યો હતો. જેમાં ત્રણ આતંકી વિદેશી અને બે સ્થાનિક હતા. એ વાત પણ સામે આવી છે કે G-20 મીટિંગ (G 20 Summit) પહેલા ડર પેદા કરવાના હેતુથી આ હુમલો કરવામાં આવ્યો હતો.

આ મામલામાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. હવાલદાર મનદીપ સિંહ, સિપાહી હરકિશન સિંહ, લાન્સ નાઈક કુલવંત સિંહ અને સિપાહી સેવક સિંહ પંજાબના રહેવાસી હતા, જ્યારે લાન્સ નાઈક દેબાશિષ ઓડિશાના રહેવાસી હતા.

તમને જણાવી દઈએ કે ભીમ્બર ગલી અને પૂંચ વચ્ચે સેનાનું વાહન હતું ત્યારે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઈને આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો. આ ગ્રેનેડ હુમલા દરમિયાન કારમાં આગ લાગી હતી.

ભારત આ વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ અંતર્ગત અલગ-અલગ જગ્યાએ બેઠકો યોજાવાની છે. લદ્દાખના શ્રીનગર અને લેહમાં બે બેઠકો યોજાશે. આ બેઠક લેહમાં 26 થી 28 એપ્રિલ અને શ્રીનગરમાં 22 થી 24 મે દરમિયાન યોજાવાની છે. આ બેઠક પહેલા હુમલો કરીને આતંકવાદીઓ સંદેશ આપવા માંગે છે કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી. પાકિસ્તાને પણ આ બંને બેઠકો પર વાંધો ઉઠાવ્યો છે. જો કે, ભારતે પાકિસ્તાનના વાંધાને ફગાવીને કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લેહ ભારતના અભિન્ન અને અતૂટ અંગ છે.

નોંધનીય છે કે, આ અકસ્માત બાદ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ સેનાએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ અકસ્માત સાથે જોડાયેલા ફોટા અને વીડિયો શેર ન કરે. અકસ્માત બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top