Gujarat

અમદાવાદમાં કોરોના કેસ વધતા વધુ એક વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો

અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ગઈકાલે ઇસનપુર બાદ આજે ચાંદખેડા-મોટેરાના એક એપાર્ટમેન્ટને માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં મૂકી દીધું છે.

અમદાવાદમાં કોરોનાના કેસો છેલ્લા બે-ત્રણ દિવસમાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈ ગઈકાલે ઇસનપુરના દેવ કેસલ એપાર્ટમેન્ટના 20 ફ્લેટના 85 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકી દીધા હતા. જ્યારે આજે શહેરના ચાંદખેડા-મોટેરા વિસ્તારના કોટેશ્વર રોડ ઉપર આવેલા સંપદ રેસીડેન્સીના 20 ફ્લેટના 76 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂક્યા છે જેના પગલે અમદાવાદ શહેરમાં બે વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનનીગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન ધ્યાન ઉપર આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.

Most Popular

To Top