કોરોના વાયરસ ( corona virus) વિરુદ્ધ જંગમાં રસીને ( vaccine) સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે અને દેશભરમાં હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું પણ રસીકરણ ( vaccination) થઈ રહ્યું છે. આ બધા વચ્ચે સરકારે એકવાર ફરીથી રસીકરણના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં કેટલાક લોકો માટે કોવિશીલ્ડના ( covishield) પહેલા અને બીજા ડોઝ વચ્ચેના અંતરને ઓછું કર્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક માર્ગદર્શિકા ( guideline) બહાર પાડીને કહ્યું છે કે વિદેશ જતા લોકો માટે કોવિશીલ્ડના પહેલા અને બીજા ડોઝ વચ્ચેના અંતરને ઓછું કરવામાં આવ્યું છે. જ્યારે સામાન્ય પરિસ્થિતિમાં લોકોએ બીજા ડોઝ માટે 84 દિવસની રાહ જોવી પડશે
ભારતમાં કોરોના મહામારીથી બગડતી સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે એક લાખ કરતાં ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 91702 નવા કોરોનાને કેસ આવ્યા છે અને 3403 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 34 હજાર 580 લોકો કોરોનાથી ઠીક થાય છે. એટલે કે વિતેલા દિવસે 46281 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા બુધારે 94052 કેસ નોંધાયા હતા.
ગઈકાલે દેશમાં સતત 29માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં વધારે રિકવર થયા છે. 10 જૂનના સુધીમાં દેશભરમાં 24 કરોડ 60 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 32 લાખ 74 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યારે સુધી 37 કરોડ 42 લાખ કોરોના ટેસ્ટ ( corona test) કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 20.44 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ 4 ટકાથી વધારે છે.
16 જાન્યુઆરીએ જ્યારે દેશમાં કોરોના રસી મૂકવાની શરૂઆત થઈ હતી ત્યારે કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચેનું અંતર 4-6 અઠવાડિયા નક્કી થયું હતું. ત્યારબાદ 22 માર્ચના રોજ તેમા ફેરફાર કરાયો અને અંતર વધારીને 6-8 અઠવાડિયા કર્યું. ત્યારબાદ ફરીથી એકવાર 13મી મેના રોજ કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચે અંતર વધારવામાં આવ્યું અને તેને 12-16 અઠવાડિયા કરવામાં આવ્યું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં કોરોના રસીના 24 કરોડ 60 લાખ 85 હજાર 649 ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશભરમાં 19 કરોડ 85 લાખ 11 હજાર 574 પહેલો ડોઝ અપાયો છે જ્યારે 4 કરોડ 75 લાખ 74 હજાર 75 લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે.