Charchapatra

ગેરકાયદેસરના વસાહતીઓ

બ્રિટનમાં ગેરકાયદે વસાહતીઓને કામે રાખનારા એમ્પલોયર્સને અને તેમને મકાન ભાડે આપનારા મકાન માલિકોને આવતા વર્ષથી હાલના દંડથી ત્રણ ગણો વધુ દંડ ભરવાનો નિયમ લાગુ કરેલ છે. વર્ષ 2024થી નોકરી રાખનાર એમ્પલોયર્સને પ્રથમ નિયમ ભંગ માટે કામદાર દીઠ 45000 પાઉન્ડ અને મકાન માલિકને પ્રથમ નિયમ ભંગ માટે ગેરકાયદે વસાહતી ભાડુઆત દીઠ 10000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવનાર છે.

બ્રિટન સરકારનું દેશમાં વસવાટ કરનાર ગેરકાયદેસર વસાહતીઓને મુશ્કેલ બનાવનારનું આ પગલુ અત્યંત અભિનંદનીય છે જે આવી સમસ્યાનો સામનો કરનાર આપણા દેશ સહિત વિશ્વના અન્ય દેશો માટે અનુકરણીય છે. આપણા દેશમાં જે રીતે વર્ષોથી બાંગ્લાદેશી અને રોહિંગ્યા ગેરકાયદેસર ઘુસી ગયેલ છે અને સઘળા હક્કો ભોગવે છે જેની ચર્ચાઓ અવારનવાર દેશમાં ગંભીર પણે થતી હોય છે તેને રોકવા માટે માત્ર દંડ જ નહીં સેલ પોતાની સંખ્યા વધારવા માટે છાવરે છે. આપણા દેશમાં આવા ઘુસણખોરોને રાજકીય પક્ષો હવે ચૂંટણી મતો માટે છાવરે છે. પશ્ચિમ બંગાળમાં આવા ઘુસણખોરોની સંખ્યા અન્ય રાજ્યોની સંખ્યાના પ્રમાણમાં વધુ હોવાનુ ચર્ચાય છે.

જેના પરિણામે બળાત્કારની હિંસાખોરીની, અને ધર્માંતરણની ઘટનાઓ વધતી હોય છે અને શાંત પ્રજા ત્રાહિમામ પોકારી જાય છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં અંગ્રેજોના જમાનાના ઘડેલ વર્ષો જુના ચાલતા ત્રણ મૂળભૂત કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય સંહિતા)નો દેશમાં અંત લાવીને આવકાર્ય એવુ અભિનંદનીય કાર્ય કરેલ છે ત્યારે આ જ અંગ્રેજોના બ્રિટને ઘુસણખોરો માટેનો જે ઉપરોક્ત નિયમો તાજેતરમાં લાગુ કરેલ છે તે કરતા પણ વધુ કડક કાયદાઓ દેશ અને સમાજ હિતમાં વિના વિલંબે કેન્દ્ર સરકારે દેશમાં લાગુ કરવાની જરૂર છે જેને દેશના કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મતબેંકોના સ્વાર્થો છોડીને કેન્દ્ર સરકારને આવો કાયદો લાગુ કરવાની સામેથી માંગ કરવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top