Madhya Gujarat

અર્જુન જેવા શિષ્ય હોય તો કલ્યાણની ભાવના આવે : ડો.નિરંજન પટેલ

આણંદ : બાલાસિનોર કોલેજમાં એસ. પી.યુનિવર્સિટીના કુલપતિ ડો નિરંજન પટેલનું સન્માન યોજાયું હતું. જેમાં શ્રીમદ ભાગવત ગીતામાં તત્વજ્ઞાન પર વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. બાલાસિનોરના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલનું ભગવત ગીતામાં તત્વજ્ઞાન વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું.જેમાં ડો.નિરંજનભાઇ પટેલે ભગવત ગીતાની ઉપયોગીતા અને તેમાં રહેલ રહસ્ય માનવ જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તેને ખુબ સરસ રીતે સમજાવ્યું હતું. શ્રી કૃષ્ણ જેવા ગુરુ અને અર્જુન જેવા શિષ્ય હોય તો જગતમાં કલ્યાણની ભાવના આવે. વિશ્વની તમામ સમસ્યા ઉકેલવા માટેનો કોઈ ગ્રંથ હોય તો તે ભગવદગીતા છે  ગીતાના કર્મયોગમાં નિસ્વાર્થ ભાવે કરેલ કર્મો માણસને બંધનમાં મુકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન બાળકોને પ્રાથમિક ધોરણથી જ ભણવામાં આવે તો બાળકોમાં સંસ્કારનું સિંચન થાય. તેઓએ  પ્રાથમિક શાળામાં ભગવત ગીતાના શિક્ષણના સરકારના નિર્ણયને આવકારી પ્રશંસા કરી હતી.

બાલાસિનોર વિદ્યામંડળના મંત્રી રજનીકાંત શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બાલાસિનોર કોલેજમાં ૧૨ વર્ષ સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપનાર પ્રોફે. નિરંજન પટેલ હવે  સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ બનતા તેઓનું સન્માન કરવામાં આવ્યું. હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો.દિનેશભાઈ માછી, પ્રોફે. રજનીભાઈ ભટ્ટ તેમજ કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top