Charchapatra

સરકાર નાની બચતનાં વ્યાજદર ઘટાડે તો વૃધ્ધોએ કઇ રીતે જીવવું?

છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન તમામ પ્રકારની નાની બચતના વ્યાજદરોમાં ઘટાડો થયો હોઇ માત્ર વ્યાજની આવક ઉપર જ જીવન નિર્વાહ કરનાર વૃધ્ધો વિધવાઓ, ત્યકતાઓ સહિત અન્ય લાખો કુટુંબો આજની વધતી જતી મોંઘવારીમાં ભારે દયનીય અને કફોડી હાલતમાં જીવન ગુજારી રહ્યા છે. હવે વધુ એક આઘાત તરીકે એક રાષ્ટ્રીયકૃત બેંક બચત ખાતાના હાલના વ્યાજ દરને ચતુરાઇપૂર્વક ઘટાડવા માંગે છે. જાણવા મુજબ નાણાં મંત્રાલયે એક રાષ્ટ્રીયકૃત બેંકને આપેલા માર્ગદર્શન પ્રમાણે તે બેંક બહુ ટૂંક સમયમાં બચત ખાતાની જમા રાશિ (જમા રકમ) પર આપવાના થતા વ્યાજના દરને રિઝર્વ બેંકના રેપોરેટ સાથે સાંકળી લેશે.

બચતના વ્યાજના દરને રેપોરેટ સાથે સાંકળવાની થિયરી આ બેંકના અપનાવ્યા પછી એક પછી એક તમામ બેંકો તેને અનુસરશે તે નિ:શંક. દેશમાં સામાન્ય નાગરિકોનો એક વિશાળ (મોટો) સમુદાય એવો છે કે જે અનિશ્ચિતતા અને આકસ્મિક બિમારીને પહોંચી વળવા માટે બચત ખાતામાં નાણા મૂકી રાખે છે. હવે એ મૂકી રખાયેલા નાણા બદલ આપવાનું થતુ સાવ ઓછું વ્યાજ પણ ખટકે છે?! એટલે એના પર બેંકોએ આપવાનું થતું વ્યાજ ઘટાડવા અને વારંવાર ઘટાડવા માટે એ વ્યાજના દરને રેપોરેટ સાથે સાંકળવાની થિયરી અપનાવવા ચાહે છે, આ તો હદ થઇ ગઇ કહેવાય!! પશ્ચિમના દેશોમાં તો વૃધ્ધોના જીવન નિર્વાહની જવાબદારી સરકાર ઉપાડતી હોયછે, આપણા દેશમાન આ શકય નથી, પરંતુદેશમાન તમામ પ્રકારની બચત યોજનાના વ્યાજના દર એટલા તો હોવા જ જોઇએ કે જેથી વૃધ્ધો સન્માનનીય રીતે અને શાંતિથી જીવન ગુજારી શકે.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આત્માને ડોલાવે તે સંગીત…
ટી.વી. પર અવારનવાર કર્ણપ્રિય ગીતો સાંભળવા મળે છે. જેમાં નવી નવી પ્રતિભાઓને પોતાનો ઉત્સાહ વધારવાની તક મળે. એકવાર ભારતીય સિનેજગતના મશહૂર સંગીતકાર નૌશાદ નિર્ણાયક તરીકે હતા. ઘર અને સંગીત બે માંથી સંગીત પસંદ કરી 16-16 વર્ષો સુધી સાધના મથામણ કરતા તકની રાહ જોઇ. મુંબઇની ફુટપાથ કે જયાં તેઓ સુઇ રહેતા અને સ્ટુડિયો વચ્ચે માત્ર રસ્તો જ ઓળંગવાનો હતો. તે મજલ કાપતા એમને 16 વર્ષો લાગ્યા. અદ્‌ભુત હતી એમની સંગીત લગની. નૌશાદ એકવાર અમેરિકા કાર્યક્રમ આપવા ગયા.

ત્યારે એક યુવાન ભારતીય સંગીતના સાધનો તબલા, હારમોનિયમ પર ભારતીય રાગ રાગિણી શીખતો હતો. એ જોિ નૌશાદે પ્રશ્ન કર્યો તમારા દેશમાં આધુનિક ઇલેકટ્રોનિક જાતજાતના સાધનો છે. છતાન તું કેમ આ શીખે છે? યુવાને જવાબ આપ્યો અમારા સંગીતથાી શરીર ડોલે, જયારે ભારતીય સંગીત આત્માને ડોલાવે. જવાબ સાંભળી નૌશાદના આનંદનો પાર ન રહ્યો. જવાબ આપ્યો શાસ્ત્રીય સંગીત ભારતીય સંગીતનો પાયો છે. કોહિનૂર ફિલ્મનું મધુબન મેં રાધિકા નાચે રે, બૈજુ બાવરાનું મન તડપત હરિ દર્શનનો આજ અમર બની ગયા. નવા ગીતો અલ્પાયુષ્ય જ ભોગવે છે.
સુરત              – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top