Charchapatra

સમજી વિચારીને આપજો, નહીંતર ફરી છેતરાશો

જનતા જનાર્દનની જાગૃતિ પર જ રાષ્ટ્રનું કે લોકશાહીનું ભવિષ્ય અવલંબે છે. રાજ્યમાં આગામી થોડા જ મહિનામાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણી એ પાંચ વર્ષમાં એક વાર આવતો અવસર છે. કહો કે પાંચ વર્ષમાં એકવાર આવતો અવસર છે. તે પછીના પાંચ વર્ષનો સમયગાળો ચૂંટાયેલા પ્રતિનિધિનો હોય છે. પોતાના ઘરથી તાલુકા, જિલ્લા રાજ્યથી માંડી દિલ્હી (કેન્દ્ર) સુધીના કામકાજો માટે ક્યો ઉમેદવાર જનતાને સહાયક બની શકે તે માટે વિવેકબુધ્ધિ દાખવી મતદાન કરવું જોઈએ. આઝાદીનાં 75 વર્ષ પછી પણ તમારો પવિત્ર ને કિંમતી મત કોઈ ઝૂંટવી ન જાય કે ખરીદી ન જાય તે માટે જાગૃત રહેવું જોઈએ. આઝાદી પછી જે પક્ષોએ રાષ્ટ્ર પર કે રાજ્ય પર શાસન સંભાળ્યું છે. જેના વહીવટનો અનુભવ જનતાને છે જ એટલે તેના ચૂંટણી પ્રચાર પર ચૂંટણી પંચે પ્રતિબંધ મૂકવો જોઈએ. કેમકે તેમણે કરેલો વહીવટ એ જ એમનો પ્રચાર.
નવસારી           – કે.બી.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લોકપ્રિયતા ગુમાવી રહેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
2008થી શરૂ થયેલઆ સિરીયલ, એક સમયે સૌથી વધુ લોકપ્રિય હતી. પરંતુ આજે આ સિરીયલ જાણે પરાણે ચાલતી હોય એવું લાગે છે. કોઇપણ મુદ્દાને સિરીયલમાં એટલો બધો ખેંચવામાં આવે છે કે પ્રેક્ષકો કંટાળી જાય છે. અડધા કલાકના એપિસોડમાં કેટલીકવાર તો માત્ર બિનજરૂરી વાતો અને બિનજરૂરી પ્રસંગો હોય છે. એકની એક વાત જુદી જુદી રીતે અને જુદા જુદાપાત્રો દ્વારા રજૂ કરીને એપિસોડ પૂરો કરવામાં આવે છે. નવી રસપ્રદ વાર્તા રજૂ કરવાને બદલે જૂની વાર્તાનું પુનરાવર્તન કરવામાં આવે છે. જેમકે પોપટલાલની સગાઇ ન થવી, દયાબેન ‘આવે છે’ આવે છેનું સુંદર દ્વારા તરકટ, પુરુષોની દારૂની પાર્ટીનું સફળન થવું, જેઠાલાલનો નાસ્તો અને ગોલી (ડો. હાથીનો પુત્ર), તારક મહેતાનો ડાયેટ પ્લાન. તહેવારોના દિવસોમાં કોઇ એક તહેવારની ઉજવણી 15, 20 દિવસ સુધી કર્યા કરવી, સારા કલાકારોનું સિરીયલમાંથી નીકળી જવું, પાંચ પાંચ વર્ષથી દયાબેનની ગેરહાજરી, આ બધા કારણોને લીધે સિરીયલ તેની લોકપ્રિયતા ગુમાવી રહી છે.
સુરત              – ભરત દવે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top