Charchapatra

યોગ્ય ઉમેદવાર ન ચૂંટાય તો મતદારોનાં પાંચ વર્ષ નકામાં જાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે લાગત અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરાતાં અને તે અંગેનો સમય નજીક આવતાં ચૂંટણી માટે મતદાર તરીકે ફોર્મ ભરવા લોકોની જિજ્ઞાસા વધતી જાય છે. તેમાંથી ઉદ્ભવે છે ટિકિટવાંછુઓની ખેંચતાણ. આચારસંહિતાના હાલના ફતવા મુજબ મોટે ભાગે સિનિયર સિટીજન તેમજ રિપિટ સભ્યોને મતદાર અંગેની ટિકિટ નહીં મળતાં તેઓમાં અસંતોષ ઉદભવે છે. જે ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાઈ આવે છે તેમણે નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે વાચા આપવી એ તેમની સેવા તરીકેની ફરજ થઈ પડે છે. જે પરત્વે સકારાત્મક પરિણામ નહીં આવતાં નાગરિકોમાં અસંતોષ ઉદ્ભવે છે. સાચા સેવાધારી સભ્યો લાગત વિસ્તારમાંથી નહીં મળતાં મોટા ભાગના પક્ષો અન્ય જગ્યાએથી મતદાર આયાત કરવા પડે છે. આવા અન્ય સ્થાનેથી આવેલ મતદારો સદરહુ વિસ્તારમાં અજાણ્યા હોવાને નાતે તેઓશ્રી આમજનતામાંથી મેળવી શકતા નથી અને તેઓ ડિપોઝીટ પણ ગુમાવે છે. છતાં પણ નસીબ સંજોગે ચૂંટાઈ આવતાં આમજનતાના સુખાકારી અંગેના જરૂરિયાત કૂટપ્રશ્નો મેળવી નહીં શકતા લાગત વિસ્તારના નાગરિકોનાં પાંચ વર્ષ એળે જાય છે. આથી આશા રાખીએ કે જે તે લાગત વિસ્તારમાંથી, રાષ્ટ્રિય સેવાધારી સભ્યોને ટિકિટ ફાળવવી જોઈએ નહીં કે આયાતી મતદારોને?
સુરત     -ભૂપેન્દ્ર સી. મારફતિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભગવાન રામનો ભવ્ય ત્યાગ
શ્રીરામે રાવણ જેવા મહાન રાજવીને માર્યો, રાક્ષસી વિચારોમાંથી તત્કાલીન ભારતને મુક્ત કર્યું. લંકા ઉપર વિજયનો ઝંડો ફરકાવ્યા પછી તે જ ક્ષણે લંકાના રાજ્યનો ત્યાગ કર્યો તે વખતે લક્ષ્મણે કહ્યું, ‘‘પ્રભુ, તમે વિભીષણને લંકાનું રાજ આપ્યું તે તો બરાબર છે, પરંતુ તેનો ખજાનો તો તમે કબજામાં લો. ત્યારે રામે કહ્યું, ‘‘લક્ષ્મણ આપણે થોડો જ અહીં વેપાર કરવો છે. હાથી આપી દીધા પછી તેનું અંકુશ આપણે હાથમાં રાખવું એ શું યોગ્ય છે? ભગવાન રામનો કેવો ભવ્ય ત્યાગ છે !
વિજલપોર-ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top