દિલ્હી: ઐશ્વર્યા રાય બચ્ચનને ઈડી દ્વારા સમન્સ આપી પનામા પેપર્સ લીક કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા બાદથી સપાના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચનના તેવર બદલાયેલા જણાઈ છે. ગઈકાલે રાજ્ય સભામાં ભાજપને શ્રાપ આપ્યા બાદ આજે તેઓ ભાજપ માટે ફરી એકવાર ઘસાતું બોલ્યા છે. જેના લીધે વિવાદ સર્જાયો છે.
સોમવારે પનામા પેપર્સ લીક (panama papersleak)કેસમાં ED દ્વારા ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ની પૂછપરછ કરવામાં આવી હતી. પનામા પેપર્સ લીક કેસમાં બચ્ચન પરિવારની વહુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ સામે આવ્યું હતું. પનામા પેપર્સ લીક કેસમાં સાંસદ જયા બચ્ચનની વહુનુ નામ સામે આવતા સંસદમાં તેમને આ મુદ્દે ઘેરી લીધા હતા. પરંતું આ મુદ્દે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ જ્યારે શિવસેનાના સાંસદે સંજય રાઉતે કહ્યું કે જયાજી સંસદમાં અવાજ ઉઠાવે છે માટે તેમના પરિવાર હેરાન થાય છે. સંજય રાઉતના નિવેદન પર જયા બચ્ચને એક અંગ્રેજી કહેવત કહીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે “ડુબતા જહાજનું શું થાય છે? કોણ પહેલા ભાગે છે? અહીં બરાબર એવું જ થઈ રહ્યું છે. તેઓ (ભાજપ) યુપીની ચૂંટણીથી ડરે છે”.
દરમિયાન આજે સમાાજવાદી પાર્ટીના નેતા પર EDના દરાડો પડ્યા હતા જેની પર જ્યા બચ્ચને નિવેદન આપ્યું હતું કે ચૂંટણી આવી રહી છે તેથી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેઓ લાલ ટોપીવાળાઓથી ડરે છે. પણ આ લાલ ટોપીવાળા જ તેમને કોર્ટમાં લઈ જશે. રાજ્યસભા સાંસદોના સસ્પેન્શન પર પણ જ્યા બચ્ચને પ્રતિક્રિયા આપી હતીને કહ્યું કે સસ્પેન્શનમાં 5 મહિલાઓ છે, બાકીના પુરુષો છે. શું કર્યું છે એ લોકોએ જે એક મહિનાથી ઠંડા થઈને બેઠા છે. સાથે જ તેમણે સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે જે લોકોમાં માનવાતા નથી તેમણે સંસદમાં બેસવાનો કોઈ અધિકાર નથી.
ઐશ્વર્યા રાય બચ્ચનની 5 કલાક ઈડી દ્વારા પૂછપરછ કરાઈ
પનામા પેપર્સ લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઐશ્વર્યા રાય બચ્ચનની પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તેમના પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનું ઉલ્લખન કરીને વિદેશમાં પૈસા જમા કરાવવાનો આરોપ લાગ્યો છે. લગભગ સાડા પાંચ કલાક સુધી તેમની પૂઝપરછ કરવામાં આવી હતી. 2016માં એક ઈન્ટરનેશન્લ પેપરમાં પનામા પેપર્સના ડેટા બહાર પાડવામાં આવ્યા છે. જેમાં મની લોંડ્રિગ કેસમાં મોટી મોટી હસ્તીઓના નામ બહાર પડ્યા હતા. ઐશ્વર્યા રાય અને અજય દેવગણનું પણ નામ સામે આવ્યું હતું.