સુરત : વતન (Home Town) રાજસ્થાન (Rajesthan) ખાતે ભાદરવી પુન કરવા માટે જવા ઇચ્છતી પરિણીતાની તાત્કાલિક (Immediately) બસની (Bas) ટિકીટ (Ticket) બુક (Buking) નહીં થતા માઠુ લાગી આવતા ફાંસો ખાઇ લીધો હતો. વરાછા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના દોલતગઢના વતની અને હાલ વરાછા કમલપાર્ક સોસાયટીમાં રહેતો બબલુ ખટીક રિક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન તેની પત્ની સંજુદેવી બબલુ ખટીકને ભાદરવી પુનમ કરવા માટે વતન જવું હતું. જેથી વતન ખાતે જવા માટેની બસ સાંજે ચાર વાગ્યાની હોય ગઇકાલે સવારમાં જ સંજુદેવીએ પતિ બબલુને તાત્કાલિક વતન જવા માટેની ટિકીટ બુક કરાવવા જણાવ્યું હતુ.
ભાદરવી પુનમ કરવા માટે વતન રાજસ્થાન જવા માંગતી હતી
જોકે તાત્કાલિક બસની ટિકીટ બુક થઇ શકી ન હતી. જેથી સંજુદેવીને માઠુ લાગી આવતા તેણીએ પોતાના ઘર છતના હુક સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે વરાછા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બપોરે પતિ સાથે દાગીનાની ખરીદી કરી આવ્યા બાદ સાંજે પત્નીએ ફાંસો ખાઇ લીધો
મગદલ્લા ગામ સુમન સેલમાં રહેતા ગેરેજ સંચાલકની પત્નીએ પતિ સાથે દોઢ લાખના દાગીનાની ખરીદી કરી આવ્યા બાદ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લીધો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર મગદલ્લા ગામ ખાતે સુમન સેલમાં રહેતી સુધાબેન કપીલભાઇ પ્રજાપતિ (ઉ.વ.28)એ ગત રાત્રે પોતાના ઘરમાં છતના હુંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પતિ સારવાર માટે નવી સિવિલ લઇ જતા તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે વધુમાં જાણવા મળ્યું છે કે, મૃતકને 12 વર્ષના લગ્ન જીવન થકી બે પુત્રો છે. ગઇકાલે બપોરના સમયે પતિ કપીલભાઇ સાથે પત્ની સુધા ઘરેણાની ખરીદી કરવા ગઇ હતી. દોઢ લાખના દાગીના ખરીદ્યા બાદ સાંજના સમયે અગણ્ય કારણોસર સુધાબેને ફાંસો ખાઇ લીધો હતો. મૃતકના પતિ ગેરજ ચલાવે છે. બનાવ અંગે પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ડભોલીમાં માઇગ્રેનનની બિમારીથી કંટાળી મહિલાએ મોત વ્હાલું કર્યું
ડભોલી ગામમાં રહેતી 47 વર્ષિય મહિલાએ માઇગ્રેનની બિમારીથી કંટાળી જઇ ઝેરી ટીકડીઓ ખાઇ જીવન ટુંકાવી લીધું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર ડભોલીગામ ગોવિંદનગર સોસાયટીમાં રહેતા શાંતુબેન જગદીશભાઈ મારૂ (ઉ.વ.47)એ શુક્રવારે સવારે પોતાના ઘરે સેલફોર્સ નામની ટીકડી પી લીધી હતી. ઘટનાની જાણ પરિવારને તથા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું રાત્રિ દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ શાંતુબેન ઘણા સમયથી માઈગ્રેનની બિમારીથી પિડાતા હતા. વિતેલા 5-6 દિવસથી સતત માથાના દુખાવાથી પીડાઈ રહ્યા હતા. દરમિયાન તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું.