ગાંધાનગર: ગુજરાતમાં (Gujarat) 28 માર્ચથી બોર્ડની પરિક્ષાઓ (Board Exam) શરૂ થવા જઈ રહી છે. જેને લઈને આજથી બોર્ડ વિભાગે ધોરણ 10 અને 12ની પરિક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન (Helpline) નંબર (Number) જાહેર કર્યો છે. જેથી કોઈ પણ વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલ પૂછી પોતાની મૂંઝવણનો ઉકેલ મેળવી શકે છે. ગતવર્ષે કોરોનાની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા અને બોર્ડમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે.
- શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
- 1800 233 5500 નંબર ઉપર વિદ્યાર્થીઓ ફોન કરી બોર્ડને લગતા પ્રશ્નો પૂછી શકશે
- સવારે 10થી સાંજે 6:30 સુધી ફોન કરી શકાશે, 12 એપ્રિલ સુધી હેલ્પલાઈન નંબર કાર્યરત રહેશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને માર્ગદર્શિકા અને હેલ્પ માટે બોર્ડે આજથી ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લગતા પ્રશ્નો પૂછી પોતાની મૂંઝવણ દૂર કરી શકશે. આ હેલ્પલાઈન માટે શિક્ષણ વિભાગ દ્વારા એક્સપર્ટ, કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડે આજથી શરૂ કેરલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. હેલ્પ લાઈન નંબર બોર્ડના વિદ્યાર્થીઓ માટે સવારે 10થી સાંજે 6:30 સુધી કાર્યરત રહેશે.
28 માર્ચથી 12 એપ્રિલ સુધી લેવાશે બોર્ડની પરીક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડ માટે તારીખ જાહેર કરી હતી, જે આગામી 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. કોરોના બાદ વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતા ઘણા પ્રશ્નો મૂંઝવી રહ્યા હશે જેને લઈને શિક્ષણ વિભાગે વિદ્યાર્થી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જે હેલ્પલાઈન નંબર 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. તેમજ ધોરણ સામાન્ય પ્રવાહમાં કુલ 4.22 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓઅ ફોર્મ ભર્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંદાજિત 1 લાખ જેટલાં વિદ્યાર્થીઓએ ફોમ ભર્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવશે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.