વડોદરા : ૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર આજરોજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિજય શાહ તથા મેયરે વિવિધ વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને અધિકારીઓને કામગીરી કેવી રીતે કરવી તે અંગે ચર્ચા વિચાર ના કરવામાં આવી હતી. જેમ જેમ દિવસો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના દિવસો નજીક આવે છે તેમ એરપોર્ટ સર્કલ થી લેપ્રસી મેદાન સુધીના રોડ ની કાયાપલટ પાલિકા દ્વારા કરી નાખી છે. તદુપરાંત રોડ રસ્તા વચ્ચે આવેલ ડિવાઈડર પર મોદીજીના સુસ્વાગતમ ના બેનરો પણ લાગવાના શરૂ થઈ ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જુને જયારે લેપ્રસી મેદાન ખાતે સભા સંબોધવાના છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજ રોજ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી દ્વારા એરપોર્ટ પર પહોંચી એરપોર્ટ અને એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી અને મેદાનની અંદર વિવિધ સ્થળનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જુને વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી તેમના આગમન માં કોઈ પણ જાતની ખામી ન રહે તે માટે વડોદરા મહાનગરપાલિકા તથા ભાજપના પદાધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું.
કાર્યક્રમ સ્થળ એટલે લેપ્રસી ગ્રાઉન્ડ પર પાંચ લાખથી વધુ લોકોની જનમેદની ઉમટવાની હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના આગમનની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. લેપ્રસી મેદાનની ચારે બાજુ દીવાલ પર શ્રમિકો દ્વારા ઝુપડા બાંધીને રહેતા હતા તે લોકોને હટાવીને તે દીવાલ પર સ્વચ્છતા ના સંદેશો લોકો સુધી પહોંચે તે માટે પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જુને જયારે લેપ્રસી મેદાન ખાતે સભા સંબોધવાના છે ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજ રોજ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મંત્રીઓ, વડોદરા સાંસદ,મેયર તથા ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજુબાજુ વરસાદી પાણીનો નિકાલ કર્યો પરંતુ મંડપમાં વચ્ચે વરસાદનું પાણી પડશે તો શું થશે?
૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર ગૃહમંત્રી હર્ષ સંઘવી નિરીક્ષણ કરતા અધિકારીને જણાવ્યું હતું કે તમે આજુબાજુ વરસાદના પાણીનો નિકાલ કર્યો પણ આજુબાજુના પાણીનો નિકાલ ક્યાં જશે તેનું શું પબ્લિક ચાલુ વરસાદ ક્યાં જશે તેવું પણ તેમણે કહ્યું હતું. વધુમાં કહ્યું હતું કે આપણી પર એક ટીપું પાણી પણ પડે તો આપણે ખસી જઈએ છે ત્યાં તો વરસાદ જ પડશે તો શું થશે ?
આયોજનનું નિરીક્ષણ કરવા આવ્યો છું
૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોય એ કાર્યક્રમ સોથી વિશાળ છે અને આયોજન પણ ખુબ સુંદર છે. તેનું નિરીક્ષણ કરવા આવ્યો હતો. – હર્ષ સંઘવી, ગૃહ મંત્રી
ખંડેરાવ માર્કેટના વેપારીઓ ૧૮મીએ સ્વૈચ્છિક બંધ પાળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ૧૮ જુને વડોદરા આવના હોય ત્યારે શહેરની સૌથી મોટી ગણાતું ખંડેરાવ માર્કેટના વેપારીઓ દ્વારા ૧૮ જુને સ્વેછીક રીત બંધ રાખવાનો નિર્ણય વેપારી એસોસિએશન ને રાખ્યો છે. ૧૮ જુને લેપ્રસી મેદાન માં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવાના છે ત્યારે તે સભામાં ચાર થી પાંચ લાખ જનમેદની ઉમટવાની હોય ત્યારે વેપારી એસોસિએશન દ્વારા ૧૮ જુને સ્વેછીક રીત બંધ રાખતા કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. વડોદરા ના સોથી મોટા ગણાતા ખંડેરાવ માર્કેટમાં પાંચથી છ હાજર દુકાનો તથા આજુબાજુના કેટલીક નાની મોટી દુકાનો ના વેપારીઓને પણ આ માર્કેટ બંધ રહેતા હજારો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવશે.
મળતી માહિતી મુજબ ખંડેરાવ માર્કેટમાં કેટલાક વેપારીઓ ભાજપના હોદ્દેદારો કે કાર્યકરો છે જેને કારણે મિલી જુલી સરકાર ને લીધે ખંડેરાવ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય વેપારી એસોસિએશન કર્યો છે. જેમાં કેટલાક વેપારીઓ નું માનવું છે કે આવી મિલી જુલી સરકારને કારણે એમાં નાના વેપારીઓને એક દિવસ માર્કેટ બંધ હોવાને કારણે અમને હજારો રૂપિયા નો ફટકો પડે છે. મોદી તો અહીંથી સાત થી આઠ કિલોમીટર દુર લેપ્રસી મેદાનમાં સભા સંબોધવાના છે તો અહિયાં શું છે તેવું કહીને વેપારી એસોસિએશન પર રોષ ઠાલવ્યો હતો.
માલ-સમાનની તકલીફ પડે
સયાજી માર્કેટ થી સમાન લાવવા માટે તે દિવસે ઘણી તકલીફ પડે તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
-સુખદેવભાઈ, પ્રમુખ , વેપારી એસોસિએશન
પી.એમ.ના બંદોબસ્તમાં 4500થી વધુ પોલીસ કર્મીઓ-કમાન્ડો તૈનાત રહેશે
આગામી તા.18મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે. જ્યાં તેઓ જનસભાને સંબોધન કરવાના છે. જ્યારે સ્થળ ઉપર પાંચ લાખ કરતા પણ વધુ લોકો હાજર રહેશે તેઓ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. જોકે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ સુરક્ષા, કોરોના, વરસાદ સહિતના મુદ્દાઓને લઈ આ રોડ શો રદ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જોકે શહેરમાં જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 4500 હજારથી પણ વધુ પોલીસ કર્મીઓ હાજર રહેવાના છે. તેમાં 20-IPS, 35-Dysp, 100-PI, 200-PSI, 2000-મહિલા પોલીસ કર્મીઓ, અન્ય શહેર તથા બહારના 2000 પોલીસ કર્મીઓ, SRPની 5 કંપની સાથે જ NSG તથા ચેતક કમાન્ડોની ટીમ સહિત સ્થાનિક DCB,PCB, SOGની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 12 ઘોડેસવાર, 10 BDDS(બોમ્બ સ્કોર્ડ)ની ટીમ તેમજ 30 રૂટ પરના CCTV કેમેરા તથા સમગ્ર સભા સ્થળ પરનું CCTV કેમેરા દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થાનું તથા બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવશે. સાથે જ ટ્રાફિક અવ્યવસ્થાને ન થાય તે માટે ટ્રાફિક ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
વડાપ્રધાનના કાર્યક્રમમાં માત્ર પીવાના પાણીનો જ ખર્ચ 2 કરોડ રૂપિયા : વિશ્વામિત્રી બચાવો સમિતિ
શહેરના લેપ્રસી મેદાનમાં વિવિધ કાર્યક્રમોનું ખાતમુર્હત અને લોકાર્પણ સાથે જનસભા સંબોધવાના છે. આ સભા આશરે ચારથી પાંચ લાખની જનમેદની ઉમટવાની છે તેમના પીવાના પાણીના અંદાજે ખર્ચ આશરે બે કરોડ થવાનો છે તેવું વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા સંબોધવાના છે તે દરમિયાન પાણીની સુવિધા પાછળ ઊંચા ભાવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા વિશ્વામિત્રી બચાવ સમિતિ એ નારાજગી દર્શાવી હતી છે અને જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વરસોથી પીવાના પાણી માટે વડોદરા શહેરીજનો વલખા મળી રહ્યા છે. વડોદરા મહાનગર પાલિકાના પાણી ગંદુ અને જીવતો વાળું પાણી જોવા મળે છે. અને રોગચાળો ફેલાવવાની સાથે લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં જોવા કે સંભાળવા માટે આવનાર લોકો માટે ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવેજ બોર્ડ દ્વારા રૂપિયા બે કરોડનું બિસ્લેરી પાણી ખરીદી વહેચવાનું ભાવપત્રક મંગાવવામાં આવ્યું છે.
તદુપરાંત છોટાઉદેપુર થી પણ વડોદરાની જાહેર સભા માટે પણ પાણીની મિનરલ વોટરની રૂપિયા ૨૩ લાખનું મિનરલ વોટરનું ભાવપત્રક પણ મંગાવ્યું હતું. તેના ભાવ પણ ચોકાવનારા છે. એક લીટર પીવાના પાણીની બોટલ દશ હજાર નગ ૧૮.૪૫ લાખ રૂપિયા લેખે એટલે કે ૧,૮૪,૫૦૦ નો ખર્ચ થશે, મિનરલ વોટરના ૨૦ લીટર પાણીના જગ ૪૦.૯૯ લેખે ૬૧,૩૦૦ નગ જગનો ખર્ચ ૨૫,૧૨,૬૮૭ થશે. ૨૦૦ મિલી પાણી બોટલ ૫.૫૦ લેખે ૨,૫૦,૦૦૦ નગ પાછળ ૧૩,૭૫,૦૦૦નો ખર્ચ થશે. આ ઉપરાંત પાણી વ્યવસ્થા માટે મજૂરો,સ્ટેનલેસ સ્ટીલ ની પાણી ઠંડુ કરવાની સિસ્ટમ સાથેની ટેન્કર, પેપર ગ્લાસની લડી, સહિતનો સમાવેશ થાય છે.
ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો
વડોદરા શહેરમાં વર્ષોથી પીવાના પાણી માટે વડોદરા શહેરીજનો વલખા મળી રહ્યા છે. વડોદરા મહાનગર પાલિકાના પાણી ગંદુ અને જીવતો વાળું પાણી જોવા મળે છે. ત્યારે સભા સ્થળ પર બિસલરી પાણીની રેલમછેલ .
– શૈલેશ અમીન, એડવોકેટ
વડાપ્રધાનના ફટે હાલ બેનર જેવી વડોદરા પાલિકાની કામગીરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ૧૮ જુને વડોદરા સભા સબોધવાના હોય ત્યારે પાલિકા દ્વારા તેમનું ૭૧ ફૂટ ઉચું બેનર લેપ્રસી મેદાનના એન્ટરન્સ ગેટ પર સવારે લગ્યું હતું જે ગણતરીના જ કલાકો બાદ ફાટી ગયું હતું જે નજરે
ચઢ્યું હતું. (તસવીર-ભરત પારેખ, રણજીત સૂર્વે)