Gujarat

હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે, કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કરશે

અમદાવાદ: પાટીદાર સમાજના (Patidar Samaj) યુવા નેતા અને આંનદોલ કર્તા હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ ભાજપમાં (BJP) જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી પરંતુ હવે આ અટકળોનો અંત આવ્યો છે. હાર્દિક પટેલ 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ કેસરીયો ખેસ ધારણ કરશે. આ સાથે જ કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે.

હાર્દિક પટેલના રાજીનામા બાદ હવે કોંગ્રેસનાં નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ 2 જૂને કેસરિયો ખેસ પહેરશે. આ સાથે જ તેમની સાથે 500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભામાં તેઓ અમદાવાદની મણિનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હતાં. નોંધનીય છે કે તેમણે હાલમાં જ રાજભવન ખાતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

હાર્દિક પટેલ 17 મે 2022ના રોજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે ટ્વિટરના માધ્યમથી સોનિયા ગાંધીને સંબોધીને એક પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓએ ભાજપના વખાણ કર્યાં હતા. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ રાજકીય ક્ષેત્રે જોર પક્ડયું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. અને 3 વર્ષમાં જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ પાર્ટીથી નારાજ હાર્દિક પટેલના ખોડલધામ ટ્રસ્ટના આગેવાન નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેષ બાંભણિયા સાથે બંધ બારણે બેઠક યોજી હતી. ત્યારે તેમણે આ વાતનો ખુલ્લાસો કર્યો હતો કે તેઓ કોંગ્રસ પાર્ટીથી નારાજ છે.

કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ પદથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે CAA અને NRCના વખાણ કર્યાં હતા. સાથે જ તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે તેઓ કેમ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. તેમણે રાહુ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. કોંગ્રેસને અમારા આંદોલનથી ઘણો ફાયદો થયો છે. બે વર્ષ સુધી કાર્યકારી તરીકે મને કોઈ જવાબદારી આપવામાં આવી નથી. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમેને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાંથી હટાવી દેવાયા હતા. જ્યારે પણ કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેથી પાટીદાર સમાજના યુવાનો પર થયેલા રાજદ્રોહના કેસ પાછા ખેચાશે તેમજ શહીદ પરિવારોને નોકરી મળે તે અમારી માંગ કરાશે.

Most Popular

To Top