તાજેતરમાન એવી લોકચર્ચા જાણવા સાંભળવા મળેલ છે કે સુરતની કેટલીક બેંકોના બચત ખાતેદારોએ એમના સેવિંગ્સ એકાઉન્ટમાં હવે ઓછામાં ઓછી રૂપિયા 3000ની રકમ જમા રાખવાની રહેશે. અગાઉ ક્રમશ: આ મીનીમન એકાઉન્ટ બેલેન્સ રૂા.500 થી 1000નું જ રાખવામાં આવતું હતું. હવે સીધા જ રૂપિયા 3000 બેલેન્સ જાળવવુ એ ખરેખર તો આમજનતા માટે તકલીફ જ કહેવાય એવુનં નથી લાગતું? સાંપ્રત કાળે દેશભર જગતભરમાં કોરાનાકાળની થાપટો પડવાથી પ્રજા બિચારી બાપડી થઇ ચૂકી છે. બધાના જ ધંધા રોજગાર નોકરી બેકારી મોંઘવારી માઝા મુકતી થઇ ગઇ છે. એમાંય વળી બળતામાં ઘી હોમતુ યુક્રેન-રશિયાના યુધ્ધના ઢોળાયેલા પાપઘડા થકી જગતભરની પ્રજાને પેટ્રોલ-ડિઝલ અને એના કારણે રોજીંદી ચીજવસ્તુઓ જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવો કૂદકે ને ભૂસકે વધતાં જ જાય છે ત્યારે ઉકત બેંકીંગ સીસ્ટમ જે પ્રજાને માથે ઝીંકવામાં આવે છે એ પીડાદાયક છે. ખાસ કરીને મધ્યમ વર્ગ ત્રાહિમામ પોકારીતો થયો છે ત્યારે સર્વસત્તાધીશો આ અંગે યોગ્ય તે ઉકેલની દિશામાં માનવીય અભિગમ અપનાવશે ખરાં??
સુરત – પંકજ શાં. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
‘બેંકો’ તરફથી કનડગત?
By
Posted on