નવી દિલ્હી: જ્ઞાનવાપી (Gyanvapi) કેસ મામલે અલાહબાદ કોર્ટે ASI સર્વેને (Survey) મંજૂરી આપી દીધી છે. કોર્ટે મંજૂરી આપતા વધુમાં કહ્યુ કે ASIએ 31 જુલાઇ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. એટલું જ નહિ સર્વેનું કામ માળખંને નુકસાન પહોંચાડ્યા વિના થવું જોઇએ. અલાહબાદ કોર્ટે શરતો સાથે મંજૂરી આપી છે. તેમણે કહ્યું છે કે સર્વેની કામગીરી દરમિયાન જ્ઞાનવાપીના માળખાને કોઇ નુકસાન નહી થવું જોઇએ. કાનપુર IIT ટીમને રડાર સર્વે અને GPR સર્વે માટે બોલાવવામાં આવશે.
બીજી તરફ મુસ્લિમ પક્ષે આ મામલે બે દિવસનો સમય માંગ્યો છે. મુસ્લિમ પક્ષે કહ્યું કે તેમને થોડી તકનીકી મદદની જરૂર છે, તેથી તેમને થોડો સમય આપવો જોઈએ. મુસ્લિમ પક્ષ હજુ પણ એ વાત પર મક્કમ છે કે શા માટે ASIને આ મામલે પક્ષકાર બનાવવામાં આવ્યો નથી. હાઈકોર્ટે કહ્યું કે આ મામલે આવતીકાલે સુનાવણી ચાલુ રહેશે. આ સાથે જ કોર્ટે ASIના સર્વે પર આવતીકાલ સુધી રોક લગાવી છે.
યુપીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો ASI સર્વે શરૂ થયો હતો. ASIની ટીમે સવારે 7 વાગ્યે જ્ઞાનવાપી કેમ્પસમાં પહોંચીને સર્વેની પ્રક્રિયા શરૂ કરી હતી. ASIએ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટ સુધીમાં વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુપરત કરવાનો રહેશે. જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે શુક્રવારે મસ્જિદ પરિસરનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
શું છે મામલો?
ઓગસ્ટ 2021માં પાંચ મહિલાઓએ વારાણસીના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) સમક્ષ દાવો દાખલ કર્યો હતો. જેમાં તેમણે જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં બનેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ પૂજા-અર્ચના કરવા અને દર્શન કરવાની પરવાનગી માંગી હતી. મહિલાઓની અરજી પર જજ રવિ કુમાર દિવાકરે મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર ગયા વર્ષે ત્રણ દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે અહીં શિવલિંગ મળી આવ્યું છે. જો કે મુસ્લિમ પક્ષે કહ્યું કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે જે દરેક મસ્જિદમાં છે. આ પછી હિન્દુ પક્ષે વિવાદિત સ્થળને સીલ કરવાની માંગ કરી. સેશન્સ કોર્ટે તેને સીલ કરવાનો આદેશ કર્યો હતો. જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે કેસને જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કર્યો હતો.
પાંચમાંથી ચાર ફરિયાદી મહિલાઓએ આ વર્ષે મે મહિનામાં અરજી દાખલ કરી હતી. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ભાગ સિવાય સમગ્ર સંકુલનો ASI દ્વારા સર્વે કરવામાં આવે. તેના પર જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે પોતાનો ચુકાદો આપતાં ASIને સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો.