World

ગુયાનામાં ગર્લ્સ સ્કૂલમાં આગ લાગતાં 20 વિદ્યાર્થિનીનાં મોત

જ્યોર્જટાઉન: સોમવારે વહેલી સવારે ગુયાનામાં (Guyana) એક ગર્લ્સ સ્કૂલના (Girls School) છાત્રાલયમાં આગ (Fire) લાગતાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓનાં (Student) મોત (Death) થયાં હતાં અને અન્ય કેટલાંક બાળકો ઘાયલ થયાં હતાં. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ગુયાની સરકારે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજધાની જ્યોર્જટાઉનથી 200 માઇલ (320 કિલોમીટર) દક્ષિણમાં દક્ષિણ પશ્ચિમ સરહદી શહેર માહદિયામાં એક માધ્યમિક શાળાના છાત્રાલયમાં આગ ફાટી નીકળી હતી.

સરકારે કહ્યું હતું કે, ”અમે તે આગમાં ઘણા સુંદર આત્માઓ ગુમાવ્યા છે.” સરકારે ઉમેર્યું હતું કે ઈજાગ્રસ્ત અન્ય કેટલાક વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી રહી છે અને ઓછામાં ઓછા સાત વિદ્યાર્થીઓને સારવાર માટે રાજધાનીમાં લઈ જવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગેરાલ્ડ ગોવિયાના જણાવ્યા અનુસાર, ”12થી 18 વર્ષની વયના મોટા ભાગે સ્વદેશી બાળકોને સેવા આપતી શાળામાં મધ્યરાત્રિ બાદ આગ ભભૂકી ઊઠી હતી. ગોવિયાએ કહ્યું કે આગ લાગવાના કારણ વિશે અનુમાન કરવું ખૂબ જ વહેલું છે. ગોવિયાએ વધુમાં ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં ભારે વાવાઝોડાના કારણે પ્રતિસાદ આપનારાઓ માટે પડકાર ઊભો કર્યો હતો.”

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે, ”તે અમારા માટે એક યુદ્ધ હતું.” ”પાઇલટ ખૂબ બહાદુર અને દૃઢ હતા.” ગોવિયાએ ઉમેર્યું હતું કે સરકાર અને કટોકટી પ્રતિસાદકર્તાઓએ બચાવી શકાય તેવા તમામ લોકોને બચાવવા માટે વિશાળ પ્રયાસો કર્યા હતા.” સ્થાનિક અખબાર સ્ટેબ્રોક ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, આગ છોકરીઓના છાત્રાલયમાં લાગી હતી.
વિપક્ષી સંસદસભ્ય નતાશા સિંહ-લુઈસે ઉંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી હતી.

Most Popular

To Top