Gujarat

રાજ્યમાં અલ-કાયદાના નેટવર્કનો પર્દાફાશ: ચાર બાંગ્લાદેશીઓ પકડાયા

ગાંધીનગર: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા રાજ્યમાં અલ-કાયદાના (Al-Qaeda) મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તેણે આ સંદર્ભમાં બાંગ્લાદેશથી (Bangladesh) આવીને રાજ્યમાં ગેરકાયદે રીતે રહેતા ચાર બાંગલાદેશીઓની ધરપકડ કરી છે.

ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે અલ કાયદાનો પગ પેસારો થઈ રહયો છે. આજે એટીએસ દ્વારા અમદાવાદમાંથી ચાર બાંગ્લાદેશી જેહાદ્દીઓની ધરપકડ કરીને તેઓની પાસેથી અલ કાયદાની મીડિયા વીગનું પ્રચાર સાહિત્ય પણ જપ્ત થયુ છે.એટલું જ નહીં આ ચારેય બાગ્લાદેશી જેહાદ્દીઓ અલ કાયદાનો પ્રચાર કરીને ગુજરાતના યુવકોને તેમાં જોડાવવા પ્રેરિત કરવા ઉપરાંત અલ કાયદા માટે ગુજરાતમાંથી ભંડોળ એકત્રિત કરકવાનો પ્રાસ કરી રહયા હતા. આ રીતે ગુજરાતમાંથી અલ કાયદાના નેટવર્કનો પર્દાફાશ થયો છે એવી માહિતી ગુજરાત એટીએસના ડીઆઇજી દીપન ભાદરને આપી હતી. એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા ચાર બાંગ્લાદેશીઓમાં સોજીબ મિયા, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઈબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન , અઝારૂલ ઈસ્લામ કફિલુદ્દિન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન અને મોમિનુલ અંસારીનો સમાવેશ થાય છે.

એટીએસ દ્વારા જેહાદ્દીઓની કરાયેલી પુછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ , સોજીબ મિયા એહેમદ અલી બાંગ્લાદેશમાં રહેલા અલ કાયદાના હેન્ડલર શરીકૂલ ઈસ્લામ સાથે સંપર્કમાં હતો. આ ઉપરાંત શાયબા નામના કટ્ટરપંથીના સપર્કમાં પણ તે હતો. શાયબાએ મોહમ્મદ સોજીબમિયાને યુવાનોને કટ્ટરપંથી બનાવવા , અલ કાયદાનો પ્રચાર કરવા અને ભંડોળ એકત્ર કરવાની કામગીરી સોંપીને તેની વિવિધ ચેટ એપ્લીક્શન પર કામ કવાની તાલીમ પણ આપી હતી.આગળ જઈને તે મુન્ના ખાલિદ અંસારી ,અઝારૂલ ને મળ્યો હતો. એટલું જ નહીં અમદાવાદમાં અલ કાયદાનો પ્રચાર કરવા ઉપરાંત , નવા કટ્ટરપંથીઓ તૈયાર કરવા ઉપરાંત ભંડોળ એકત્ર કરવાનું કામ કરતાં હતા. આ ઉપરાંત તેમની સાથે મોમીનુલ અન્સારી પણ જોડાયો હતો. આ ત્રાસવાદીઓની ધરપકડ બાદ તેઓની પાસેથી બોગસ આધાર કાર્ડ તથા પાન કાર્ડ પણ જપ્ત થયા છે. હાલમાં તેઓને રિમાન્ડ પર મેળવીને અલ કાયદાના નેવર્કની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

આ લોકોની ધરપકડ અમદાવાદના જુદા જુદા ભાગોમાંથી કરવામાં આવી છે. આમાંથી ત્રણ જણાની શહેરના નારોલ વિસ્તારમાંથી ધરપકડ થઇ હતી જેઓ ભારતીય હોવાનો ડોળ કરીને ફેકટરીઓમાં કામદાર તરીકે કામ કરતા હતા જ્યારે સોજીબની ધરપકડ રખિયાલ વિસ્તારમાંથી થઇ હતી.

Most Popular

To Top