Gujarat

ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે 2.27 મિલીયન એકર ફીટ વધારાનું પાણી મળશે

ગાંધીનગર: આ વર્ષે રાજ્યના ખેડૂતોને (Farmer) ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી (Water) મળશે, તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે. રાજ્યના જે ડેમોમા જૂથ યોજનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top