Gujarat

રાજ્યની પ્રા. શાળાના બિન વપરાશલાયક 2637 સિન્ટેક્સના ઓરડાનો કાટમાળ પડ્યો છે

ગાંધીનગર: વિધાનસભામાં કોગ્રેસના (Congress) સભ્યો દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં (Government Primery School) બનાવવામાં આવેલા સિન્ટેક્સના ઓરડાઓનો કાટમાળ હટાવવાની મંજૂરી અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રીએ (Education Minister) જણાવ્યું હતું કે 31 ડીસેમ્બર 2020ની સ્થિતિએ રાજ્યમાં હજુ પણ 2637 સિન્ટેક્સના બિન વપરાશલાયક ઓરડાનો કાટમાળ હટાવવાનો બાકી છે.

વિધાનસભામાં શિક્ષણ પ્રધાનએ જણાવ્યું હતું કે 31મી ડિસેમ્બર 2020ની સ્થિતિએ સિન્ટેક્સના બિન વપરાશલાયક ઓરડાઓની સંખ્યા 3225 હતી. એક વર્ષમાં 708 સિન્ટેક્સના બિન વપરાશલાયક ઓરડાના કાટમાળ હટાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં હજુ પણ સિન્ટેક્સના બિન વપરાશલાયક 2637 કોરડાનો કાટમાળ હટાવવાનો બાકી છે. સુરત જિલ્લામાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ સિન્ટેક્સના 18 બિન વપરાશલાયક ઓરડાઓ હતા. આ તમામને હટાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

Most Popular

To Top