Gujarat Main

બે વર્ષ બાદ આ તારીખથી રાજ્યમાં બાળમંદિરો શરૂ થશે, વાલીઓએ માનવી પડશે આ શરત..

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાની નજીક છે. ત્યારે રાજય સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન હળવી કર્યા બાદ વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળને લઈ બાળ મંદિરો બંધ હતા. જેને લઈને ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલી રહ્યું હતું. જો કે કોરોનાની લહેર શાંત થતા 17 ફેબ્રુઆરીથી બાળ મંદિરો શરૂ થશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડ લાઈન સાથે બાળ મંદિરો શરૂ કરવામાં આવશે, જે માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી છે.

  • કોરોનાના લીધે બે વર્ષથી સ્કૂલો બંધ હતી, હવે 17 ફેબ્રુઆરીથી બાળમંદિરો શરૂ થશે
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી, વાલીઓની સંમતિ લઈ ભૂલકાંઓને બાળમંદિર બોલાવી શકાશે

રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી કોરોનાના  નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેર કરી છે. કોરોનાના કહેરના પગલે બાળકોના ભણરત ને ભારે અસર પહોંચી છે. કોરોનાની ગાઈડ લાઈન સાથે 17મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ થશે.

 પ્રિ-સ્કૂલમાં કે બાલ મંદિરમાં બાળકોને મોકલવા માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી છે. આ અગાઉ રાજ્ય સરકારે ધો, 1 થી 9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત હતી. રાજ્યની 50 હજારથી વધુ શાળાઓમાં ધો.1 થી 9નું શિક્ષણ કાર્ય બંધ હતું. કોરોના કેસોમાં ઘટાડો થતા 15 થી 18 વર્ષના વિદ્યાર્થી, તરૂણોમાં વેક્સિનેશન અભિયાન બાદ સરકારે 7 ફેબ્રુઆરીથી શાળાઓમાં ઓફ લાઈન  શિક્ષણ શરૂ કરવા આદેશ આપ્યા હતા. સાથ જ ઓનલાઇન શિક્ષણ પણ શરૂ રાખવાનું જણાવ્યું હતું. જો કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન કે ઓફલાઈન પૈકી પોતાની પસંદગી મુજબ શિક્ષણ આપી શકાશે. ઉલ્લેખનીય છે કે ગત 6 જાન્યુઆરીએ 4213 કેસ આવતા 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું. બાળ મંદિરોમાં બાળકોને ભણવા મોકલવા માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી છે. આ ઉપરાંત વાલીઓ એ અને બાળકો એ સરકારના નિયમોનું પાલન કરવું પડશે.

બાળકો એ રાખવું પડશે આ વાતનું ધ્યાન 

  • માસ્ક વિના પ્રવેશ મળશે નહીં
  • શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજીયાત પાલન કરવું પડશે
  • મિત્રો સાથે વાત કરતા પણ રાખવું પડશે અંતર 
  • શાળા માં પ્રવેશ વખતે તેમજ સમયાંતર હાથને સેનેટાઇઝ કરવા 
  • વાલી તથા શિક્ષકો દ્વારા અપાતી દરેક સૂચનાનું કરવું પડશે પાલન

વાલીઓએ રાખવી પડશે આ કાળજી

  • બાળકોને શાળાએ મોકલવા માટે  હસ્તાક્ષર સાથે સંમતિપત્ર આપવું પડશે
  • બાળકોને શાળાએ મકતી વખતે વાલીઓએ ફરજિયાત  માસ્ક પહેરવું 
  • બાળકોને શાળાએ મુક્યા બાદ ટોળે  વળી વાત કરવી નહીં 
  • બાળકને કોરોનાની ગાઇડલાઇનથી અવગત કરાવવા 
  • બાળકો કોરોણાની ગાઈડલાઇનનું પાલન કરે તેનું ધ્યાન રાખવું 
  • કોરોના ગાઈડ લાઈન મામલે શાળાઓને સહકાર આપવો

Most Popular

To Top