Gujarat

નર્મદા યોજનામાં હજુયે 5975 કિમી જેટલી નહેર માળખાની કામગીરી બાકી છે

ગાંધીનગર: રાજયમાં નર્મદા (Narmada) યોજનામાં હજુયે 5975.641 જેટલી નહેરા માળખાની કામગીરી કરવાની બાકી છે, તેમ રાજય સરાકરે આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં સ્વીકાર્યુ છે. કોંગ્રેસના સીનિયર સભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં નર્મદા વિકાસમંત્રીએ કહ્યું હતું કે, મુખ્ય નહેર , શાખા નહેર , વિશાખા નહેર , પ્રશાખા તથા પ્રપ્રશાખા નહેરની સુધારેલી લંબાઈ 69497.409 જેટલી નક્કી કરાઈ છે. જે પૈકી 63521.768 જેટલી કિમીનું કામગીરી પૂર્ણ થઈ ગયી છે. જયારે 5975.614જેટલી કિમીની કામગીરી બાકી છે.

જો કે હજુયે આ લંબાઈમાં વધ – ઘટ થવાની સંભાવના છે. ખાસ કરીને લધુ જળ વિદ્યુત મથકોમાં કુલ 85.46 મેવો પ્રોજેકટ પૈકી 31 ડિસે.2022ની સ્થિતિએ 63.80 મેવોના કામો પૂર્ણ થયેલા છે. અને બાકીના કાર્યરત છે.નર્મદા યોજનામાં 31 મી ડિસે. 2022 સુધીમાં 15.38 લાખ હેકટર પિયત વિસ્તાર વિકસીત થયો છે. ખેડૂતોની માંગણી તથા પાણીની ઉપલબ્ધતાના આધારે જુલાઈ -2021 તથા જુલાઈ 2022 દરમ્યાન 11.01 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ થઈ છે. સૌરાષ્ટ્ર તથા કચ્છની નહેરના માળકા પર 21.66 મેવો ના 2 વીજ મથકો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે 2023-24 સુધીમાં પૂર્ણ થઈ જશે.

Most Popular

To Top