Gujarat

રાજયમાં 325 સિંહોનું કુદરતી રીતે અને 41 સિંહોનું અકુદરતી મૃત્યુ થયુ

ગાંધીનગર: રાજયમાં ૨૦૨૦ની વસ્તી ગણતરી મુજબ ગીરના જંગલમા સિંહોની (Lion) સંખ્યા વધીને ૬૭૪ થઈ હતી. જો કે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ગીરમાં ૩૨૫ સિંહોનું કુદરીત રીતે તથા ૪૧ સિંહોનું અકુદરતી રીતે મૃત્યુ (Death) થયુ છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમ્યાન કોંગ્રેસના અમીત ચાવડાના પ્રશ્નના જવાબમાં વન મંત્રીએ કહયું હતું કે ૨૦૨૦ની વસ્તી ગણતરી મુજબ , ગીરમાં ૨૦૬ જેટલા નર સિંહ , ૩૦૯ સિંહણ , ૨૯ બચ્ચા, ૧૩૦ વણ ઓળખાયેલા , સહિત કુલ સિંહોની વસ્તી ૬૭૪ જેટલી નોંધાઈ હતી. જે પૈકી ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨થી જાન્યુ -૨૦૩ સુધીમાં રાજયમાં ૩૨૫ જેટલા સિહોનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું. જે પૈકી ૭૩ સિંહો , ૭૧ સિંહણ અને ૧૮૦ જેટલા બચ્ચાના મૃત્યુ થયા હતા. અન્ય એક પ્રશ્નના જવાબમાં વન મંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુ -૨૦૨૩ સુધીના છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન ૪૧ સિંહ, સિંહણ તથા બચ્ચાનું અકુદરતી મૃત્યુ થયુ હતું.

સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા માટે લેવાયેલા પગલા અંગે વન મંત્રીએ કહયું હતું કે સિંહ તથા વન્ય પ્રાણીના થતી બિમારીમાં સારવાર અટકાવવા માટે વેટરનરી ઓફિસરની નિમણૂંક કરાઈ છે. સિહોની અવર – જવરવાળા વિસ્તારમાં વન્ય પ્રાણી મિત્રની નિમણૂંક કરાઈ છે. સિંહોના બચાવ માટે રેપીડ એકશન ટીમ તથા રેકસ્યૂ ટીમની રચના પણ કરાઈ છે. વન વિભાગના અધિકારીઓ તથા કર્મીઓને નાઈટ પેટ્રોલીંગ કરવા માટે વાહનો , હથિયાર , વોકીટોકી સેટ આપવામાં આવ્યા છે. ગીર બોર્ડર તથા તેની આસપસાના રેવન્યૂ વિસ્તારના ગામોમાં અસુરક્ષિત કૂવાઓને ફરતે પારાપેટ વોલ બાંધીને કૂવાઓને સુરક્ષિત કરાયા છે. ગીર વિસ્તારમા વન્ય જીવો માટે અદ્યતન એમ્બ્યૂલનસ વસાવવામાં આવી છે. જુનાગઢના સક્કરબાગ તથા બરડા વિસ્તારમાં સિંહો માટે કોરેન્ટાઈન ઝોન બનાવવામાં આવ્યો છે. સિંહોને પણ રેડિયો કોલરિંગ કરાયુ છે. ગીરમાં ચાર ચેકિંગનાકા પર સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. સક્કરબાગ , દેવળીયા સફારી પર્ક તથા આંબરડી સફારી પાર્ક તથા જીનપુલમાં વેકસીનેશન કરવામાં આવે છે.

Most Popular

To Top